રોમનોને13
ઉચ્ચ અધિકારીઓને આધીન
1દરેક જણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું, કેમકે કે ઈશ્વરે જે સત્તા સ્થાપી છે તે સિવાય કોઇ સત્તા નથી. જે સત્તાઓ અસ્તિત્વમાં છે તે ઈશ્વરે સ્થાપી છે.2તેથી જે કોઇ સત્તાની વિરુધ્ધ બળવો કરે છે તે ઇશ્વરે જે સ્થાપન કર્યુ છે તેની વિરુધ્ધ થાય છે, અને જેઓ એવુ કરે છે તેના પર શિક્ષા આવી પડશે.3કારણ કે જેઓ સારા કામ કરે છે તેમને શાસકો ડરાવતા હોતા નથી. પણ જે ખોટું કરે છે તેમને ડરાવતા હોય છે. શું તમે અધિકારીઓના ડરથી મુક્ત રહેવા માગો છો? તો જે સાચુ છે તે કરો એટલે તમારા વખાણ થશે.4કારણ કે જે અધિકારી છે તે તમારા ભલા માટે ઈશ્વરનો સેવક છે. પણ જો તમે ખોટું કરો છો, તો ડરો, કારણ કે શાસકો કારણ વિના તરવાર ઉપાડતા નથી. તેઓ ઇશ્વરના સેવકો છે અને ખોટું કરનાર પર તે કોપરૂપી બદલો લાવનાર છે.5તેથી ફક્ત શિક્ષાની શક્યતાઓ ને કારણ જ નહિ પણ પ્રેરકબુધ્ધિને માટે પણ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.6આ કારણ માટે તમે કર પણ ભરો છો. કારણ કે અધિકારીઓ ઈશ્વરના સેવકો છે. જેઓ પોતાનો પૂરો સમય શાસન માટે આપે છે.7દરેકને તમારા દેવાનું આપો: જેને કરનો, તેને કર; જો આવક હોય, તેને આવક; જો માન હોય, તો માન; જો સન્માન હોય, તો સન્માન.પ્રેમ કાયદાનું પાલન કરે છે
8એકબીજા પર પ્રેમ રાખો એ સિવાય બીજું કોઈનું દેવું રાખશો નહિ. કારણ કે કોઇ બીજાઓ પર પ્રેમ રાખે છે તેણે નિયમનું પાલન કર્યુ છે.9આજ્ઞાઓ, તું વ્યભિચાર ન કર, તું ખૂન ન કર, તું ચોરી ન કર, તું લોભ ન કર, અને બીજી જે કંઇ આજ્ઞાઓ છે તેનો સારાંશ આ એક આજ્ઞામાં સમાયેલો છે. જેવો તારા પર તેઓ તારા પડોશી પર પ્રેમ રાખ.10પ્રેમ પોતાના પાડોશીનું કંઇ ખરાબ કરતો નથી. તેથી પ્રેમના એ નિયમનું સંપૂ્ણઁ પાલન છે.દિવસ નજીક છે
11અને હાલનાં સમયને સમજીને આ કરોઃ ઊંઘમાંથી જાગવાનો સમય આવી ગયો છે, કારણ કે, જે સમયે આપણે વિશ્વાસ કર્યો તેના કરતાં હાલ આપણું તારણ વધુ નજીક છે.12રાત લગભગ વીતી ગઈ છે; દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારના કામ બાજુ પર મૂકીને દઈને પ્રકાશનાં શસ્ત્રો સજી લો.13ચાલો આપણે તે દિવસનાં પ્રકાશને શોભે તે રીતે વતીઁએ, મોજશોખમાં કે દારૂ પીધામાં નહિ, વાસના અને વ્યભિચારમાં નહિ, ઝગડા અને ઈર્ષામાં નહિ.14તેના બદલે, પ્રભુ ઈસુ મસીહને પહેરો, અને દેહની ઇચ્છાઓને કેવી રીતે સંતોષવી તેને વિશે વિચાર ન કરો.Biblica, Inc.