રોમનોને12

જીવંત અર્પણ

1આથી, ભાઈઓ અને બહેનો, ઈશ્વરની દયાને લીધે હું તમને વિનંતી કરું છું કે તમે તમારાંં શરીરોનું જીવંત, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાન તરીકે અપઁણ કરો.2આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.

મસીહના શરીરમાં નમ્ર સેવા

3કારણ કે મને આપેલી કૃપાથી હું તમારામાંના દરેકને કહું છું: તમારે પોતાને જે જોઈએ છે તે કરતા વધુ ન ગણો, પણ ઈશ્વરે તમારામાંના દરેકને જે વિશ્વાસ વહેંચ્યો છે તે પ્રમાણે સંયમથી પોતાને ગણો.4જેમ આપણે દરેકને એક શરીર છે અને તેના અનેક અવયવો છે અને આ બધા અવયવનું કાર્ય એક સરખું નથી;5તેથી મસીહમાં આપણે, ઘણા હોવા છતાં એક શરીર છીએ, અને દરેક અંગ બીજા બધાનાં છે.6આપણને દરેકને આપેલી કૃપા પ્રમાણે આપણને જુદાં જુદાં દાન મળ્યા છે. જો તમને પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો તમારાં વિશ્વાસનાં પ્રમાણમાં પ્રબોધ કરવો;7જો સેવા કરવાનું હોય, તો સેવા કરો; શિક્ષણ આપવાનું દાન હોય, શિક્ષણ આપો;8જો પ્રોત્સાહન આપવાનું હોય, તો પ્રોત્સાહન આપો; જો આપવાનું હોય, તો ઉદારતાથી આપો; જો આગેવાનનું હોય, તો તે ખંતથી કરો; જો દયા બતાવવાનું હોય, તો ઉમંગથી કરો.

કરણીમાં પ્રેમ

9પ્રેમ નિષ્ઠાવાન હોવો જોઈએ, જે ભૂંડુ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો;10પ્રેમમાં એકબીજાને સમપિઁત રહો; પોતાના કરતા બીજાઓને વધારે માન આપો;11ઉત્સાહમાં કયારેય આળસ ન કરો; પણ પ્રભુની સેવા કરવામાં તમારો આત્મા ઉત્સાહી રાખો;12આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાથઁનામાં વિશ્વાસુ રહો;13પ્રભુના લોકો જેને જરૂર છે તેની જરૂરિયાતો પૂરી પાડો. મહેમાનગતી કરવામાં તત્પર રહો.
14જેઓ તમને સતાવે છે તેઓને આશીઁવાદ આપો; આશીઁવાદ આપો, અને શાપ આપો નહિ;15આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. શોક કરનારાઓની સાથે શોક કરો.16એકબીજા સાથે હળીમળીને રહો. ગવઁ ન કરો. પણ સામાન્ય લોકોની સાથે રહેવા તૈયાર રહો. અભિમાની ન બનો.
17કોઇને ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો; બધા લોકોની નજરમાં જે સારું છે તે કરવા માટે કાળજી રાખો;18જો બની શકે તો, જયાં સુધી શકય હોય, બધા લોકો સાથે શાંતિથી રહો.19મારા પ્રિય મિત્રો, બદલો ન લો, પણ ઇશ્વરના કોપને માટે માગઁ મૂકો, કેમકે લખેલું છે કે, “પ્રભુ કહે છે કે બદલો વાળવો મારું કામ છે હું બદલો લઈશ.”
20એને બદલે:તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ,જો તે તરસ્યો હોય તો તેને પાણી આપ;આમ કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરશે.
21ભૂંડાથી તું હારી ન જા, પરંતુ સારાથી ભૂંડાનો પરાજય કર.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d