રોમનોને14
નબળો અને શસક્ત
1જેનો વિશ્વાસ નબળો છે તેનો સ્વીકાર કરો, વિવાદાસ્પદ બાબતો પર તકરાર કર્યા વિના.2એક વ્યકિતનો વિશ્વાસ બધું ખાવાની પરવાનગી આપે છે, પણ બીજો, જેનો વિશ્વાસ નબળો છે તે ફક્ત શાકભાજી ખાય છે.3જે બધું જ ખાય છે તેઓએ નહિ ખાનારાને તુચ્છ ન ગણવાં અને જેઓ નથી ખાતાં તેમણે ખાનારનો ન્યાય ન કરવો, કારણ કે ઈશ્વરે તેઓને સ્વીકાર્યા છે.4તું કોણ છે કે બીજાનાં નોકરનો ન્યાય કરે? નોકરનું ઊભા રહેવું કે પડવું તે તેના માલીકના હાથમાં છે અને તે સ્થિર રહેશે, કેમકે પ્રભુ તેમને ઉભા રાખવાને સમથઁ છે.5કોઈ એક તો અમુક દિવસને બીજા દિવસ કરતા વધુ પવિત્ર માને છે; અને બીજા દરેક દિવસને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂણઁ ખાતરી કરવી.6જે કોઇ એક દિવસને ખાસ માને છે, તે પ્રભુને માટે કરે છે. જે કોઇ માંસ ખાય છે તે પ્રભુને માટે કરે છે, કેમકે તેઓ પ્રભુનો આભાર માને છે. અને જે કોઇ નથી ખાતું તે પણ પ્રભુને માટે કરે છે અને પ્રભુનો આભાર માને છે.7કેમકે આપણામાનો કોઇ પણ પોતાને માટે જીવતો નથી. અને કોઇ પોતાને માટે મરતો નથી.8જો આપણે જીવી, તો પ્રભુને માટે જીવીએ છીએ; અને જો આપણે મરીએ છીએ, તો પ્રભુને માટે મરીએ છીએ. માટે, આપણે મરીએ કે જીવીએ, તોપણ આપણે પ્રભુના છીએ.9કેમકે આ જ હેતુસર મસીહ મરણ પામ્યા અને સજીવન થયા, જેથી તે મૂએલાં કે જીવતાં બન્નેના પ્રભુ થાય.10તો પછી, તું તારા ભાઈ અને બહેનનો કેમ ન્યાય કરે છે? અથવા શા માટે તેમને તુચ્છ ગણે છે? કેમકે આપણે સવઁને ઇશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે.11કેમકે લખેલું છે કે:“પ્રભુ કહે છે, ‘મારા જીવના સમ,દરેક ઘૂંટણ મારી સમક્ષ નમશે,પ્રત્યેક જીભ, ઈશ્વરને કબૂલ કરશે.’ ”12હા, આપણ પ્રત્યેકે ઈશ્વર સમક્ષ પોતાનો હિસાબ આપવો પડશે.13તેથી હવે પછી આપણે એકબીજાનો ન્યાય ન કરીએ. પણ તેના કરતાં કોઇએ પોતાના ભાઈ કે બહેનના માગઁમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ એવું નક્કિ કરીએ.14હું જાણું છું, પ્રભુ ઈસુમાં ખાતરીપૂર્વક માનું છું કે કોઈ વસ્તુ પોતે અશુધ્ધ નથી. પરંતુ જો કોઈ વ્યકિત તેને અશુધ્ધ માને છે તો તે તેને માટે અશુધ્ધ છે.15જો તમારા ભાઈ કે બહેનને તમારા ખાવાથી દુઃખી થાય છે, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે મસીહ મરણ પામ્યા તેનો નાશ તમારા ખાવાથી ન કરો.16તેથી તમારું જે સારું છે તે વિશે ભૂંડુ બોલાય તેવું ન થવા દો.17કેમકે ઇશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માના આનંદમાં છે.18કારણ કે જો કોઇ આ રીતે મસીહની સેવા કરે છે, તે ઇશ્વરને પસંદ પડે છે અને માણસોને માન્ય થાય છે.19તેથી આપણે શાંતિ પરસ્પર એકબીજાની ઉન્નતિ થાય એવી બાબતો કરવા માટે બનતું બધું કરીએ20માત્ર ખોરાકને માટે ઈશ્વરનું કાર્ય તોડી પાડો નહિ. દરેક ખોરાક શુધ્ધ છે, પણ કોઇ પણ વસ્તુ જે બીજાને ઠોકર ખવડાવે છે તે ખાવું ખોટું છે.21માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારા ભાઈ કે બહેન ઠોકર ખાય તે ન કરવું એ તને ઘટારત છે.22તેથી આ બાબતો વિશે જે કંઇ તુ વિશ્વાસ કરે છે તે તારી અને ઈશ્વરની વચ્યે રાખ. જે પોતાને યોગ્ય લાગે છે, તે બાબતમાં પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે.23પણ જે કોઇ શંકા રાખે છે તે જો ખાય તો તે અપરાધી ઠરે છે, કારણ કે તેમનું ખાવું વિશ્વાસથી નથી; અને જે કાંઈ વિશ્વાસથી નથી તે પાપ છે.Biblica, Inc.