રોમનોને11
ઇઝરાયેલનાં બચેલાઓ
1તેથી હું પૂછું: શું ઈશ્વરે પોતાના લોકોને ત્યજી દીધા છે? ના! કદાપિ નહિ! હું પોતે ઇઝરાયેલી છું, અબ્રાહમના વંશનો, અને બિન્યામીનના કુળનો છું.2ઈશ્વરે પોતાના લોકોને જેમને આરંભથી પસંદ કરેલાં હતા, તેમને ત્યજી દીધા નથી. એલિયા વિશે ધમઁશાસ્ત્ર વિશે કહે છે તે તમે જાણતા નથી, તે ઇઝરાયેલની વિરુધ્ધ ઇશ્વરને કેવી વિનંતી કરી:3“પ્રભુ, તેઓએ તમારા પ્રબોધકોને મારી નાંખ્યા છે. અને તમારી વેદીઓ તોડી પાડી છે. હું એકલો જ જીવતો રહ્યો છું, અને તેઓ મને પણ મારી નાંખવાનો પ્રયાસ કરે છે.”4અને ઈશ્વરે તેને શું જવાબ આપ્યો? “મેં મારા માટે સાત હજાર લોકોને રાખી મૂક્યાં છે જેઓ બઆલની આગળ ઘુંટણે પડયા નથી.”5એ જ રીતે હાલનાં સમયમાં કૃપાથી પસંદ કરેલાં કેટલાકને રહેવા દીધા છે.6અને જો કૃપાથી થયું, તો તે કાયોઁ પર આધારીત ન હોય શકે, જો તે હોત, તો કૃપા હવે કૃપા ન રહેત.7તો પછી શું? ઇઝરાયેલી લોકોએ જે ઉત્સુકતાથી શોધ્યું તે તેઓને પ્રાપ્ત થયું નહિ. તેમના માંથી પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું, પણ બીજાઓ કઠણ હતા.8જેમ લખેલું છે કે:“ઈશ્વરે તેઓને આજ સુધી મૂખઁતાનો આત્મા,જોઈ ન શકે તેવી આંખોઅને સાંભળી ન શકે તેવાં કાન આપ્યા છે.”9અને દાવિદ કહે છે:“તેઓની મેજ તેઓને માટે પાશ અને જાળ,ઠોકર અને પ્રતીફળરૂપ થાઓ.10તેઓની આંખો અંધકારમય થાઓ જેથી તેઓ જોઈ ના શકે.અને તેઓની પીઠ હંમેશને માટે વાંકી વળી જાય.”કલમરૂપી ડાળીઓ
11હું ફરીથી પૂછું છું: શું તેઓ પડી જાય એટલા માટે ઠોકર ખાધી? ના! કદી નહિ! તેના બદલે તેમના ઉલ્લંઘને કારણે વિદેશીઓને તારણ મળ્યું છે, જેથી ઇઝરાયેલને ઇષાઁ થાય.12પણ જો તેમના ઉલ્લંઘનનો અથઁ જગત માટે સંપતિ છે, અને તેમનું નુકશાન વિદેશીઓને માટે સંપતિરૂપ છે તો તેઓ તેમનો સંપૂણઁ સમાવેશ કેટલી બધી અધિક સંપતિ લાવશે!13હું તો તમને વિદેશીઓને કહું છું. હું વિદેશીઓનો પ્રેષિત છું, તેથી મને મારી સેવામાં ગર્વ છે.14હું આશા રાખું છું કે કોઇક રીતે મારા પોતાના લોકોમાં ઇષાઁ ઉભી કરીને તેઓમાંના કેટલાએકને બચાવું.15જો તેમનો અસ્વીકાર જગતમાં સમાધાન લાવ્યો, તો તેનો અંગીકાર મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?16જો પ્રથમફળ તરીકે અપઁણ કરાયેલું લોટનો ભાગ પવિત્ર છે, તો આખો લોટ પવિત્ર છે; જો મૂળ પવિત્ર છે તો તેની ડાળીઓ પણ પવિત્ર છે.17જો કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતૂનની ડાળી હોવા છતાં, બીજાઓમાં કલમરૂપ મેળવાયો, અને જૈતૂનના મૂળમાંથી પોષણ મેળવનાર રસનો સહભાગી થયો.18બીજી ડાળીઓ કરતા પોતાને અધિક ન ગણો, જો તમે, એમ માનતા હો: તો તમે મૂળને આધાર આપતાં નથી, પણ તમને મૂળ આધાર આપે છે.19તમે કહેશો કે: “હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાંખવામાં આવી.”20વારુ, તેમના અવિશ્વાસને લીધે તોડી નાખવામાં આવી, અને તું વિશ્વાસથી સ્થિર છે. ગવઁ ન કર, પણ ભય રાખ.21કેમકે જો ઈશ્વરે અસલ ડાળીઓને ન બચાવી તો તે તમને પણ નહિ બચાવે.22તેથી ઈશ્વરની દયા અને સખતાઈનો વિચાર કર: જેઓ પડી ગયા તેમના માટે સખતાઈ, પણ તમારા માટે દયા થઇ કે જેથી તેમની દયામાં ટકી રહો, નહિ તો તમને પણ કાપી નાંખવામાં આવશે.23અને જો તેઓ અવિશ્વાસમા ટકી રહે નહિ, તો તેઓ કલમરૂપે મેળવાશે, કેમકે ઈશ્વર તેમને ફરીથી કલમરૂપે મેળવવા શકિતમાન છે.24છેવટે, જો તમને જંગલી જૈતુનના ઝાડમાંથી કાપી નાંખવામાં આવ્યા હોય, અને કુદરતથી વિરુદ્ધ ઉગાડેલા જૈતૂનના ઝાડમા કલમરૂપે મેળવવામાં આવ્યા, તો આ કુદરતી ડાળીઓ, તેમનાં જ જૈતૂનના ઝાડમા કલમ કરવામાં આવે તે કેટલું વિશેષ છે!સઘળા ઇસ્ત્રાએલીઓનો ઉદ્ધાર થશે
25ભાઈઓ અને બહેનો, આ રહસ્યથી તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી, જેથી તમે બડાશ ન મારો. વિદેશીઓની સંપૂણઁતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયેલમાં કેટલેક ભાગે કઠીનતા થઇ છે.26અને આ રીતે તમામ ઇઝરાયેલનું તારણ થશે. જેમ લખેલું છે તેમ:મુકિતદાતા સિયોનમાંથી આવશેઅને યાકોબમાંથી અધમઁ દૂર કરશે.27તેમની સાથે મારો આ કરાર રહેશે,જયારે હું તેઓનાં પાપ દૂર કરીશ.28સુસમાચારના સંબંધમાં, તો તમારે માટે દુશ્મન છે; પણ પસંદગીના સંબંધમાં તો તેઓ પૂવઁજોને કારણે વહાલાં છે.29કેમકે ઈશ્વરનાં કૃપાદાન અને તેમનું તેડું કદી રદ જાય તેવાં નથી.30એક સમયે તમે ઈશ્વરના અનાજ્ઞાંકિત હતા, પણ હવે તેઓના અનાજ્ઞાંકિતપણાને લીધે તમને દયા મળી છે.31તેથી તેઓ પણ આજ્ઞાભંગ બન્યા છે, જેથી તમારા પર દેવની દયાને કારણે તેઓ પણ હવે દયા પામે.32કેમકે, ઈશ્વરે સર્વને અનઆજ્ઞાંકિત થવા દીધા, એ માટે કે તે સર્વ પર દયા દર્શાવે.સ્તોત્રો
33આહા! ઈશ્વરની બુધ્ધિ અને જ્ઞાન કેવાં અગાધ છે!તેમના ચુકાદાઓ કેવાં ગૂઢ છે,અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!34“કોણે પ્રભુનું મન જાણ્યું છે?તેમનો સલાહકાર કોણ રહ્યો છે?”35“કોણે કયારે ઇશ્વરને આપ્યું છે,કે ઈશ્વર તેને બદલો આપે?”36કારણ કે સર્વ તેમના માંથી, તેમના વડે અને તેમના માટે છે,તેમને સદાસર્વકાળ મહિમા હો, આમીન.Biblica, Inc.