રોમનોને10

1ભાઈઓ અને બહેનો, મારા હૃદયની ઇચ્છા તથા ઇશ્વરને પ્રાર્થના છે કે ઇઝરાયેલી ઉધ્ધાર પામે.2કેમકે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે તેઓ ઈશ્વર માટે ઉત્સાહી છે પણ તેમનો ઉત્સાહ જ્ઞાન પર આધારીત નથી.3તેઓ ઈશ્વરના ન્યાયપણાં વિષે અજ્ઞાન હતાં અને પોતાના ન્યાયીપણાને સ્થાપિત કરવા માંગતા હતાં, તેથી તેઓ ઇશ્વરના ન્યાયીપણાને આધીન થયાં નહિ.4કેમકે મસીહ તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયપણું પ્રાપ્ત કરવા અથેઁ નિયમશાસ્ત્રની સંપૂણઁતા છે.
5મોશે લખે છે, કે ન્યાયપણું નિયમથી છે: જે વ્યક્તિ આ બધું કરે છે તે તે વડે જીવશે.6પરંતુ વિશ્વાસ કરવાથી મળતું ન્યાયપણું કહે છે કે: “તું તારા હ્રદયમાં એમ ન કહે કે, ‘આકાશમાં કોણ ચઢશે? એટલે કે મસીહને નીચે લાવવાને?’ ”7અથવા ઊંડાણમા કોણ ઉતરશે? (એટલે મસીહને મૃત્યુમાંથી ઉપર લાવવાં માટે.)8પણ તે શું કહે છે? શબ્દ તમારી પાસે છે, તમારા મુખમાં તથા તમારાં હૃદયમાં છે, એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે:9જો તમે તમારાંં મોં થી કબૂલ કરો કે “ઈસુ પ્રભુ છે,” અને તમારાંં હૃદયમાં વિશ્વાસ કરો કે પ્રભુએ તેમને મરણમાંથી સજીવન કર્યા છે, તો તમે તારણ પામશો,10કારણ કે હૃદયથી વિશ્વાસ કરવાથી તમે ન્યાયી ઠરશો, અને મોં થી કબૂલ કરશો તો તમે તારણ પામશો.11શાસ્ત્ર કહે છે કે: તેના પર જે કોઇ વિશ્વાસ કરશે તે કદી શરમાશે નહિ.12યહૂદી અને વિદેશીઓમાં કંઇ ભેદ નથી—કેમકે સવઁનો પ્રભુ એક જ છે, અને જેઓ તેને વિનંતી કરે છે તે સવઁને પુષ્કળ આશીઁવાદ આપે છે.13કેમકે પ્રભુને નામે, જે કોઈ વિનંતી કરશે તે તારણ પામશે.
14તો પછી, જેમનાં પર તેઓએ વિશ્વાસ કયોઁ નથી, તેને તેઓ તેમને કેવી રીતે વિનંતી કરશે? અને જેના વિશે સાંભળ્યું નથી કેવી રીતે તેઓ તેમના પર વિશ્વાસ કરશે? અને કોઈ કહે નહિ ત્યાં સુધી તેઓ કેવી રીતે સાંભળશે?15અને જો કોઈને મોકલવામાં ન આવે તો તે કેવી રીતે ઉપદેશ કરશે? જેમ લખેલું છે તેમ: સુસમાચાર લાવનારાનાં પગલાં કેવાં સુંદર છે!
16પરંતુ બધાં ઇઝરાયેલીઓએ સુસમાચારનો સ્વીકાર કયોઁ નહિ. યશાયા કહે છે કે “પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે?”17એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે.18પણ હું પૂછું છું કે: શું તેઓએ સાંભળ્યું નથી? ચોક્કસ તેઓએ સાંભળ્યું:
આખી પૃથ્વી પર તેઓનો અવાજ ગયો છે, છેડાઓ સુધી,
અને તેમના વચન પૃથ્વીનાં છેડાઓ સુધી પહોંચ્યા છે.
19ફરીથી હું પૂછું છું: શું ઇઝરાયેલીઓ સમજતા ન હતા? પ્રથમ, મોશે કહે છે,જેઓ પ્રજા નથી તેમના પર હું ઈર્ષા ઉત્પન્ન કરીશ,જે પ્રજાને સમજ નથી તેમના દ્ઘારા હું તમને ગુસ્સે કરીશ.
20અને યશાયા હિમંતથી કહે છે:“જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો;જેઓ મને શોધતા ન હતા તેઓને હું પોતે પ્રગટ થયો.”
21પરંતુ ઇઝરાયેલ વિશે યશાયા કહે છે:“આખો દિવસ મેં મારા હાથ,અનાજ્ઞાંકિત અને હઠીલા લોકો તરફ લંબાવ્યા છે.”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d