રોમનોને9
ઇઝરાયેલ પ્રત્યે પાઉલની વેદના
1હું મસીહમાં સત્ય બોલું છું, હું જૂઠું બોલતો નથી, મારું અંતઃકરણ પવિત્ર આત્મા દ્ગારા તેની સાક્ષી આપે છે,2મારા હૃદયમાં ખૂબ જ દુઃખ અને સતત વેદના છે.3કેમકે હું ઇચ્છું કે મારા લોકો, એટલે કે મારા પોતાના લોકો માટે હું પોતે શાપિત થાઉં અને મસીહથી અલગ થાઉં.4ઇઝરાયેલના લોકો. દતકપુત્રપણું, દૈવિય મહિમા, કરારો, નિયમ પ્રાપ્ત કરવાનો અધિકાર, મંદિરમાં ભજનક્રિયા અને વચનો તેમના છે.5તેઓના ધમઁપિતૃ તેઓના છે, અને મસીહ દેહ પ્રમાણે તેઓમાંનો છે, તે સવઁકાળ સવોઁપરી સ્તુત્ય ઈશ્વર છે! આમીન.ઈશ્વરની સનાતન પસંદગી
6એવુ નથી કે ઇશ્વરનુ વચન નિષ્ફળ ગયું હોય કેમકે જેઓ ઇઝરાયેલનાં વંશજો બધાં ઇઝરાયેલી નથી.7અને તેઓ બધા અબ્રાહમનાં વંશજો હોવાથી તેમના સંતાનો નથી. પણ, “ઇસહાકથી તારા વંશજો ગણાશે.”8બીજા શબ્દોમાં કહીએ તો, જે બાળકો શારીરિક રીતે જન્મ્યા છે તેઓ ઇશ્વરના બાળકો નથી પણ જેઓ વચનનાં બાળકો છે તેઓ અબ્રાહમનાં વંશ ગણાય છે,9કેમકે વચન આ રીતે આપ્યું હતું કે: “યોગ્ય સમયે હું આવીશ અને સારાને પુત્ર થશે.”10એટલું જ નહિ પણ રિબકાનાં બાળકો પણ આપણા પિતા ઇસહાક દ્ઘારા એક જ સમયે ગભઁમાં હતા.11છતાં જોડીયા જન્મ્યા પહેલાં તેઓએ હજી કંઇ પણ સારું કે ખરાબ કર્યુ ન હતુ, જેમાં ઈશ્વરની પસંદગીનો હેતુ ટકી રહે.12કરણીઓથી નહિ પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે છે, તેને કહેવામાં આવ્યું કે મોટો નાનાની ચાકરી કરશે.13જેમ લખેલું છે તેમ: “મેં યાકોબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિક્કાર કર્યો.”14તો પછી આપણે શું કહીએ? શું ઈશ્વર અન્યાયી છે? ના! જરા પણ નહિ!15કેમકે તે મોશેને કહે છે કે,“હું જેના પર દયા કરવા ચાહું તેના પર દયા કરીશ,અને જેનાં પર હું કરૂણા કરવા ચાહું તેના પર કરૂણા કરીશ.”16તેથી તે મનુષ્ય ઈચ્છા કે પ્રયત્ન પર આધારીત નથી, પણ ઈશ્વરની દયા પર આધારીત છે.17કેમકે ફારુનને શાસ્ત્રવચન કહે છે કે: “મેં તને એ જ હેતુ માટે ઉભો કર્યો છે કે તારા દ્વારા હું મારું સામથ્યઁ પ્રગટ કરું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય.”18તેથી ઈશ્વર ચાહે તેના પર દયા કરે છે અને ચાહે તેને કઠણ કરે છે.19તો તમે મને કહેશો: તો પછી ઈશ્વર આપણને શા માટે દોષ આપે છે? “કેમકે તેમની ઇચ્છાને કપટ અટકાવી શકે?”20પણ માણસ તું કોણ છે કે ઇશ્વરને પ્રશ્ર પૂછે? શું જે કંઇ બનેલું છે તે તેને બનાવનારને કહેશે કે, “તેં મને આવું કેમ બનાવ્યું?”21શું કુંભારને એક જ ગારામાંથી ઉત્તમ ઉપયોગ માટે અને સામાન્ય ઉપયોગ માટે કેટલાક પાત્રો બનાવવાનો હક્ક નથી?22જો ઈશ્વર, પોતાનો કોપ બતાવવાનું તથા પોતાના સામથ્યઁને પ્રગટ કરવાનું પસંદ કર્યુ, તોપણ તેમણે નાશને માટે તૈયાર કરેલાં તેમના કોપનાં પાત્રોને ખૂબ ધીરજથી સહન કર્યા હતા, તો શું થશે?23જો તેમણે આ રીતે પોતાના મહિમાની સંપતી પોતાના દયાના પાત્રોને પ્રગટ કરવા માટે કરી હોય, જેમને તેમણે અગાઉથી મહિમાને સારું તૈયાર કર્યા હતા,24એટલે કે આપણે, જેમને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહિ પણ વિદેશીઓમાંથી પણ બોલાવ્યા હતા?25જેમ હોશિયામાં તે કહે છે કે:“જેઓ મારા લોક નથી, તેઓને હું ‘મારા લોક’ કહીશ;અને જે મારી પ્રિય ન હતી, તેને હું ‘મારી પ્રિય’ કહીશ,”26અને,“જે જગ્યાએ તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે,‘તમે મારા લોક નથી,’ત્યાં તેઓ ‘જીવંત ઈશ્વરનાં દીકરા’ કહેવાશે.”27યશાયા ઇઝરાયેલને પોકારીને કહે છે કે:“જો ઇઝરાયેલીઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી હોય,તોપણ ફકત બાકી રહેલા જ તારણ પામશે.28કેમકે પ્રભુ પૃથ્વી પર પોતાનોન્યાય ઝડપથી અંત લાવશે.”29યશાયાએ અગાઉ કહ્યું હતું તેમજ:“જો સવઁશક્તિમાન પ્રભુએઆપણા માટે સંતાનો છોડી ન દીધા હોત, સદોમ અને ગમોરાના,તો આપણે સદોમ અને ગમોરાના, જેવા થઇ ગયા હોત.”ઇઝરયેલનો અવિશ્વાસ
30તો આપણે શું કહીએ? જે વિદેશીઓ ન્યાયપણાની શોધમાં ન હતા, તેઓને વિશ્વાસ દ્ઘારા ન્યાયપણું પ્રાપ્ત થયું.31પરંતુ ઇઝરાયેલના લોકો ન્યાયપણાના માગઁ તરીકે નિયમશાસ્ત્રની પાછળ લાગુ રહ્યા, પણ તેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા નહિ.32કેમ નહિ? કારણ કે તેઓ વિશ્વાસથી નહિ, પરંતુ જાણે કાયોઁથી શોધી રહ્યા હતાં. તેઓએ ઠોકર ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.33જેમ લખેલું છે તેમ:“જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું જે લોકોને ઠોકર ખવડાવશે.અને એક ખડક જે તેમને પાડી નાંખે છે,જે કોઇ તેના પર વિશ્વાસ કરશે, તેઓ કદી શરમાશે નહિ.”Biblica, Inc.