ફિલિપી2

મસીહની નમ્રતાને અનુસરો

1તેથી, જો તમને મસીહમાં એક થવાથી કંઈ ઉતેજન, જો તેમના પ્રેમનો કંઈ દિલાસો, જો કંઈ આત્માની સંગત, જો કંઈ દયા અને કરુણા હોય,2તો મારો આનંદ એવી રીતે સંપૂણઁ કરો કે, તમે એક જ મનનાં બનો, એક સરખો પ્રેમ રાખો, એક જ આત્માના ને એક જ દિલના બનો.3સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં,4તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.
5એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:6જે પોતે ઈશ્વર હોવા છતાં,તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;7તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,અને તેઓ માણસની સમાનતામા આવ્યા,8અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,અને પોતાને નમ્ર કયાઁ,મરણને આધીન થયા,ક્રૂસના મરણને.
9તેથી ઈશ્વરે તેમને ઉચ્ચ સ્થાનો પર ઊંચા કર્યા,અને બીજા સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું,10કે સ્વર્ગમાં, પૃથ્વી પરના અને પૃથ્વીની નીચેનાં,સર્વ ઈસુને નામે ઘુંટણે પડે,11અને દરેક જીભ કબૂલ કરે કે, ઈસુ મસીહ પ્રભુ છે.જેથી ઈશ્વર પિતાનો મહિમા થાય.

કચકચ વિના બધું કરો

12તેથી, મારા વહાલાં મિત્રો, જેમ તમે હંમેશા આજ્ઞાનું પાલન કયુઁ છે, કેવળ મારી હાજરીમાંજ નહિ પણ મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારી સહીત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.13કેમકે ઈશ્વર પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે.
14તમે જે કાંઈ કરો તે વાદવિવાદ અને દલીલ વગર બધું કરો,15જેથી તમે નિદોઁષ અને શુધ્ધ બનો, “વિકૃત અને કુટીલ પેઢીમાં ઈશ્વરનાં નિદોઁષ બાળકો” બનો, પછી તમે આકાશના તારાઓની જેમ તેમની મધ્યે ચમકશો.16જો તમે જીવન આપનાર વચનને દ્રઢતાથી વળગી રહો, તો મસીહના દિવસે હું એવું અભિમાન કરી શકું કે હું વૃથા દોડયો નથી કે મહેનત કરી નથી.17પણ જો તમારા વિશ્વાસનાં બલિદાન અને સેવા પર મને પેયાપઁણ તરીકે રેડવામાં આવે, તોપણ હું આનંદ પામું છું અને તમ સવઁની સાથે હરખાઉં છું.18તેથી તમે પણ મારી સાથે આનંદ પામો અને હરખાઓ.

તિમોથી અને એપાફ્રાદિતસ

19પ્રભુ ઈસુની ઇચ્છા હશે તો જલ્દીથી હું તિમોથીને તમારી પાસે મોકલીશ. જેથી તમારાં વિશેનાં સમાચાર કહેશે ત્યારે મને આનંદ થશે.20કેમકે તમારી કાળજી બરાબર રાખી શકે એના જેવો બીજો કોઇ મારી પાસે નથી.21કેમકે દરેક વ્યક્તિ મસીહ ઈસુના હિત પર નહિ, પણ પોતના જ હિત પર ધ્યાન આપે છે.22પણ તમે જાણો છો કે તિમોથીએ પોતાને સાબિત કયોઁ છે, કારણ કે જેમ પુત્ર તેના પિતા સાથે સેવા કરે છે તેમ તેણે મારી સાથે સુસમાચારના કાયઁમાં સેવા કરી છે.23એ માટે હું આશા રાખું છું, કે મારી સાથે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ.24અને વળી પ્રભુમાં વિશ્વાસ રાખું છું કે હું પોતે પણ તમારી પાસે વહેલો આવીશ.
25પણ મને એમ લાગે છે કે એપાફ્રાદિતસને તમારી પાસે પાછો મોકલું. તે મારો ભાઈ સાથી કાયઁકર અને સાથી સૈનીક છે, તેમજ તમારો સંદેશવાહક, જેને તમે મારી જરૂરીયાતો પુરી કરવા માટે મોકલ્યો છે.26કારણ કે તે તમારા બધા માટે ઝંખે છે, અને તમે સાંભળ્યું છે કે તે બીમાર છે તેથી તે ઉદાસ છે.27ખરેખર તે બીમાર હતો અને મરણની અણી પર હતો. પણ ઈશ્વરે તેના પર દયા કરી, અને ફકત તેના પર જ નહિ, અને મારા પર પણ, જેથી મને શોક પર શોક ન થાય.28એથી તેને તમારી પાસે પાછો મોકલવા હું ખૂબ આતુર છું. જેથી જયારે તમે તેને ફરીથી જુઓ ત્યારે તમે ખુશ થાઓ અને મારી ચિંતા ઓછી થાય.29તો પછી ઉમળકાથી પ્રભુમાં તેનો આવકાર કરો ને તેમના જેવા લોકોને માન આપો,30કેમકે મસીહનાં કાયઁ માટે તે લગભગ મરવાનો હતો, અને તમે પોતે મને જે મદદ આપી શકયા ન હતા તેની ભરપાઈ કરવા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકયો.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d