ફિલિપી1
1મસીહ ઈસુના સેવકો, પાઉલ અને તિમોથી, તરફથી ફિલિપ્પીમાં,
મસીહ ઈસુના પવિત્ર લોકો, વડીલો તથા અધ્યક્ષોને સલામ:2આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
હા, અને હું આનંદ કરતો રહીશ,19હું જાણું છું કે તમારી પ્રાર્થનાઓ તથા ઈસુ મસીહના આત્માની સહાય દ્વારા મારા પર જે વિત્યું છે તે મારા ઉધ્ધારને માટે ઉપયોગી થઈ પડશે.20કેમકે હું આતુરતાથી આશા અને ઝંખના કરું છું કે છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ, પણ પૂરી હિમતથી હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી મારા શરીર દ્રારા મસીહને મહિમા મળશે.21કારણ કે એ મારા માટે મરવું તે લાભ અને જીવવું તે મસીહ છે22પણ શરીરમાં જીવવું એનો અથઁ મારા માટે કામનું ફળ થશે. તોપણ મારે શું પસંદ કરવું? તે હું જાણતો નથી!23હું આ બે વચ્યે ફસાયેલો છું, હું શરીરમાંથી નીકળીને મસીહની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમકે તે ઘણી રીતે સારું છે;24પણ તમારે માટે શરીરમાં રહેવું તે વધું જરૂરી છે.25મને ખાતરી છે કે, કે હું રહીશ, અને તમારા વિશ્વાસની વૃધ્ધિ અને આનંદ માટે હું તમારા બધાની સાથે રહીશ,26જેથી હું ફરીથી તમારી સાથે રહું ત્યારે મસીહ ઈસુમાં તમારો ગવઁ મારે કારણ ઘણો વધે.
મસીહ ઈસુના પવિત્ર લોકો, વડીલો તથા અધ્યક્ષોને સલામ:2આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
આભારસ્તુતિ અને પ્રાર્થના
3દરેક સમયે હું તમને યાદ કરીને હું ઇશ્વરનો આભાર માનું છું.4તમારા બધા માટે મારી બધી પ્રાથઁનાઓમાં, હું હંમેશા આનંદથી પ્રાર્થના કરું છું.5કેમકે પહેલાં દિવસથી આજ સુધી સુસમાચારના તમારા સહકારને લીધે મસીહ વિશેનાં સુસમાચાર તમે સાંભળ્યાં ત્યારથી આજ સુધી તેના પ્રચારમાં તમે મને અજાયબ જેવી સહાય કરી છે,6મને ખાતરી છે કે જેણે તમારાંમાં જે શુભ કાર્યની શરૂઆત કરેલી છે તેને પ્રભુ મસીહ ઈસુના દિવસ સુધી પૂર્ણ કરતા રહેશે.7તમારાં બધાં માટે મને એ પ્રમાણે માનવું યોગ્ય લાગે છે, તેથી આવી લાગણી ધરાવું એ સ્વાભાવિક છે; કારણ કે મારા બંધનોમા અને સુસમાચારની હિમાયત કરવામાં અને સાબિત કરવામાં તમે બધાં મારી સાથે ઈશ્વરની કૃપામાં સહભાગી હતા.8કેમકે મસીહ ઈસુ જેવા પ્રેમથી હું તમારા બધાં માટે કેટલો ઝંખુ છું તે વિશે ઈશ્વર મારા સાક્ષી છે.9અને આ મારી પ્રાર્થના છે: કે તમારા જ્ઞાનમાં અને સમજણની ઉંડાઈમાં તમારો પ્રેમ ઉતરોઉતર વધતો જાય,10જેથી શું શ્રેષ્ઠ છે તે તમે પારખી શકો અને મસીહના દિવસ સુધી શુધ્ધ અને નિદોઁષ રહી શકો,11ઈસુ મસીહ દ્રારા આવતા ન્યાયપણાના ફળથી ભરપૂર થાઓ, એટલે ઈશ્વરની સ્તુતિ અને મહિમા થાય.પાઉલની સાંકળો સુસમાચારને પ્રસારે છે
12ભાઈઓ આને બહેનો, મારી સાથે જે બન્યું છે તે સુસમાચારને આગળ વધારવામાં મદદરૂપ થયાં છે એ હું તમને જણાવવાં માંગુ છું.13પરિણામે, આખા મહેલના ચોકીદાર અને બધાને એ સ્પષ્ટ થઈ ગયું છે કે હું મસીહને કારણે જેલમાં છું.14અને મારા બંધનોને કારણે, મોટાભાગના ભાઈઓ અને બહેનો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા થયાં છે અને નિભઁયપણે પ્રભુના સુસમાચાર પ્રગટ કરવા માટે વધુ હિંમતવાન બન્યા છે.15એ સાચું છે કે કેટલાક લોકો અદેખાઈ અને દુશ્મનાવટથી, અને કેટલાંક સદભાવથી મસીહના સુસમાચાર પ્રગટ કરે છે,16બીજાઓ પ્રેમથી આમ કરે છે, કારણ કે તેઓ જાણે છે કે મને સુસમાચારના બચાવ માટે મૂકવામાં આવ્યો.17પહેલાં તો મારા બંધનમાં મારા પર વધું મુશ્કેલી લાવવાનાં હેતુથી સ્વાથીઁ ઇચ્છાથી, શુધ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી મસીહના સુસમાચાર પ્રગટ કરે છે.18પણ એથી શું? મહત્વની વાત એ છે કે, દરેક રીતે, ભલે તે ખોટાં કે સાચા ઈરાદાથી હોય, પણ મસીહનો પ્રચાર થાય છે, અને તેથી હું આનંદ કરું છું.હા, અને હું આનંદ કરતો રહીશ,19હું જાણું છું કે તમારી પ્રાર્થનાઓ તથા ઈસુ મસીહના આત્માની સહાય દ્વારા મારા પર જે વિત્યું છે તે મારા ઉધ્ધારને માટે ઉપયોગી થઈ પડશે.20કેમકે હું આતુરતાથી આશા અને ઝંખના કરું છું કે છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ, પણ પૂરી હિમતથી હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી મારા શરીર દ્રારા મસીહને મહિમા મળશે.21કારણ કે એ મારા માટે મરવું તે લાભ અને જીવવું તે મસીહ છે22પણ શરીરમાં જીવવું એનો અથઁ મારા માટે કામનું ફળ થશે. તોપણ મારે શું પસંદ કરવું? તે હું જાણતો નથી!23હું આ બે વચ્યે ફસાયેલો છું, હું શરીરમાંથી નીકળીને મસીહની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમકે તે ઘણી રીતે સારું છે;24પણ તમારે માટે શરીરમાં રહેવું તે વધું જરૂરી છે.25મને ખાતરી છે કે, કે હું રહીશ, અને તમારા વિશ્વાસની વૃધ્ધિ અને આનંદ માટે હું તમારા બધાની સાથે રહીશ,26જેથી હું ફરીથી તમારી સાથે રહું ત્યારે મસીહ ઈસુમાં તમારો ગવઁ મારે કારણ ઘણો વધે.
સુસમાચાર માટે યોગ્ય જીવન
27ગમે તે થાય, મસીહના સુસમાચારને યોગ્ય આચરણ કરો. ભલે હું આવીને તમને જોંઊ કે મારી ગેરહાજરીમાં તમારા વિષે સાંભળું કે જાણું, કે તમે એક આત્મામાં સ્થિર રહીને સાથે મળીને સુસમાચારના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.28જે લોકો તમારો વિરોધ કરે છે તેઓથી જરા પણ બીતા નહિ, એ તેઓને માટે વિનાશની નિશાની છે તેઓ નાશ પામશે, પણ તમે બચી જશો, અને તે વળી ઇશ્વરથી.29કેમકે ઈસુ મસીહ પર વિશ્વાસ કરો એટલું જ નહિ, પણ તેમને ખાતર દુઃખ સહન કરવાનો પણ તમને અધિકાર આપવામાં આવ્યો છે,30જે સંઘષઁ તમે મારામાં જોયું છે, અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.Biblica, Inc.