ફિલિપી3

દેહ પર ભરોસો ન કરો

1છેવટે, ભાઈઓ અને બહેનો, પ્રભુમાં આનંદ કરો. આ વિશે તમને વારંવાર લખતાં હું કંટાળતો નથી, અને એ તમારાં હિતને માટે છે.2કૂતરાંઓથી સાવચેત રહો, દુષ્ટ કૃત્યો કરનારાંઓથી સાવચેત રહો, વ્યથઁ સુન્નતથી સાવચેત રહો;3કેમકે આપણે ઇશ્વરના આત્માથી સેવા કરનારા તથા મસીહ ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારાં, ખરા સુન્નતી છીએ.4તોપણ ભરોસો રાખવાનું મારે પણ કારણ છે.
જો બીજો કોઇ ધારે કે તેને ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેનાં કરતાં વિશેષ છે:
5આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયેલનાં લોકનો, બિન્યામીનના કુળનો, યહૂદીઓનો યહૂદી, નિયમ સંબંધી ફરોશી;6ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર; નિયમશાસ્રના ન્યાયીપણા સંબંધી નિદોઁષ.
7પણ જે વાનાં મને લાભકારક હતાં તે મેં મસીહને લીધે હાનિકારક ગણ્યાં.8વળી મસીહ ઈસુને ઓળખવાના અતિ મૂલ્યને કારણે હું બધુ જ નુકશાન માનું છું જેમને માટે મેં બધુ જ ગુમાવ્યું છે, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું મસીહને પ્રાપ્ત કરું,9અને તેમનાંમાં એકરૂપ થાઉ, અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ મસીહ પરનાં વિશ્વાસથી ઇશ્વરથી જે ન્યાયીપણાને વિશ્વાસથી મળે છે, તે મારું થાય;10હું મસીહને ઓળખવાં માગું છું, હા, તેમનાં પુનરુત્થાનનાં સામથ્યઁને તથા તેમનાં દુઃખોના ભાગિયાપણાંને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉ;11અને તેથી, ગમે તે ભોગે, મૂએલાંઓના પુનરુત્થાનને પહોંચુ.
12એવું નથી કે આ બધું હું પહેલેથીજ સંપાદન કરી ચૂકયો છું, અથવા હું મારા ધ્યેય સુધી પહોંચી ગયો છું, પણ મસીહ ઈસુએ મને જે માટે પકડી લીધો છે તે મેળવવા માટે હું આગળ વધુ છું.13ભાઈઓ અને બહેનો મેં પકડી લીધું છે, એમ હું ગણતો નથી. પણ એક કામ હું કરું છું, જે પાછળ છે તેને ભૂલીને અને જે આગળ છે તેની તરફ ધગશ રાખું છું.14હું ધ્યેય તરફ આગળ વધું છું, જેના માટે ઈશ્વરે મને મસીહ ઈસુમાં સ્વગીઁય ઈનામને માટે બોલાવ્યો છે.

પાઉલના નમૂનાને અનુસરીને

15તેથી, આપણામાં જેઓ પરીપકવ છે તેઓએ આજ દ્ગષ્ટિ રાખવી. અને જો કોઈ બાબતમાં અલગ રીતે વિચારો છો, તો ઈશ્વર તમને તે પણ સ્પષ્ટ કરે.16ફકત આપણે જે પ્રાપ્ત કયુઁ છે તેના પર જીવીએ.
17ભાઈઓ અને બહેનો, તમે મારા નમૂના પ્રમાણે ચાલો, અને અમે જે નમૂનો તમારી આગળ મૂકીએ છીએ તે પ્રમાણે જેઓ જીવે છે તેમ, તેમના પર લક્ષ રાખો.18કેમકે આ પહેલાં મેં તમને વારંવાર કહ્યું છે અને ફરીથી આંસુ સાથે કહું છું કે એવા ચાલનારાં ઘણા છે કે જેઓ મસીહના ક્રૂસના શત્રુઓ છે.19તેઓ સાર્વકાલિક વિનાશ પામવાનાં છે, પેટ એ જ તેઓનો ઈશ્વર છે, શરમમાં તેઓનું અભિમાન છે, તેઓનું મન પૃથ્વીની બાબતોમાં રચ્યાં પચ્યાં રહે છે.20પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની રાહ જોઈ રહ્યા છીએ.21જે, જે સામથ્યઁથી સવઁને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણા વિનાશી શરીરોનું તે મહિમાવંત શરીરોમાં રૂપાંતર કરશે.જેથી તેઓ તેમના મહિમાવાન શરીર જેવા થાય.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d