એફેસી3
વિદેશીઓ માટે ઈશ્વરની અદભુત યોજના
1એ કારણથી, હું પાઉલ, તમો વિદેશીઓની ખાતર મસીહ ઈસુનો બંદીવાન.2ઈશ્વરની કૃપાના વહીવટ વિશે તમે ચોક્કસ સાંભળ્યું હશે, જે મને તમારે સારું આપવામાં આવી છે,3આ, પ્રકટીકરણથી તે વિષે તેણે મને જણાવ્યું, મેં અગાઉ ટુંકમાં લખ્યું હતું;4તે વાંચીને, પછી, તમે મસીહના મમઁ વિષેની મારી માહિતી જાણી શકશો,5પુરાતન સમયમાં ઈશ્વરે આ યોજના લોકોને પ્રગટ કરી ન હતી. પણ હાલમાં પવિત્ર આત્માની મારફતે ઈશ્વરે પ્રેષિતો અને પ્રબોધકોની સમક્ષ તેનું રહસ્ય પ્રગટ કર્યું છે.6આ રહસ્ય એ છે કે વિદેશીઓ, મસીહ ઈસુમાં સુસમાચાર દ્રારા, ઇસ્રાએલની સાથે વારસાના ભાગીદાર થયા, તેના શરીરનાં અવયવો, અને મસીહ ઈસુમાં વચનનાં ભાગીદાર છે.7ઇશ્વરનાં સામથ્યઁની કૃતીથી મને આપવામાં આવેલા ઇશ્વરનાં કૃપાદાન પ્રમાણે, હું આ સુસમાચારનો સેવક બન્યો છું.8વળી હું, સંતોમાં નાનામાં નાનો હોવા છતાં ઈશ્વરે મને આ કૃપા આપી છે: કે વિદેશીઓને મસીહની અખૂટ કૃપાની સંપતી પ્રગટ કરું.9અને સવઁના સરજનહાર ઇશ્વરમાં યુગોના યુગોથી ગૃપ્ત રહેલા મમઁનો વહીવટ શું છે તે હું સઘળાંને જણાવું,10જેથી જે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં સત્તાધીશો અને અધિકારીઓ ઈશ્વરના આ જ્ઞાન વિશે જાણે કે તેમણે તેઓને મંડળીમાં એક કરીને જોડયાં છે,11આપણા પ્રભુ મસીહ ઈસુમાં ઈશ્વરે કરેલી સનાતન યોજના પ્રમાણે આમ બન્યું.12તો મસીહ ઈસુ પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.13તેથી હું તમને કહું છું કે મારી સતાવણીને લીધે, તમે હિંમત હારશો નહિ; તે સતાવણી તો અમારો મહિમા છે.એફેસીઓ માટે પ્રાર્થના
14એ કારણથી હું પિતાની આગળ ઘૂટણે પડું છું,15જેનાથી આકાશ તથા પૃથ્વી પરના બધા કુટુંબોને નામ આપવામાં આવે છે,16હું પ્રાથઁના કરું છું કે તે પોતાના મહિમાની અખૂટ સમૃધ્ધિમાંથી તમને પોતાના પવિત્ર આત્મા વડે આંતરિક સામર્થ્ય પમાડે,17વિશ્વાસથી તમારા હ્વદયોમાં મસીહ વસે; જેથી, તમારાં મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને,18વળી ઈશ્વરના સર્વ લોકોની સાથે તમે પણ સામઁથ્ય પામો ને મસીહના પ્રેમની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ કેટલી છે તે સમજી શકો,19જો કે એ પ્રેમ એવો મહાન છે કે તમે તે સમજી શકવાનાં નથી, છતાં તમે ઈશ્વરની સવઁ સંપૂણઁતા પ્રમાણે સંપૂણઁ થાઓ.20હવે જે આપણામાં કાયઁ કરનાર સામથ્યઁ પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતાં, આપણે સારું અધિક કરી શકે છે,21તેને મસીહ ઈસુમાં તથા મંડળીમાં સવઁકાળ સુધી પેઢી દર પેઢી મહિમા હો, આમીન.Biblica, Inc.