એફેસી2
મસીહમાં સજીવન કયાઁ
1માટે તમે તો અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતા,2તેમાં તમે જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દિકરાઓમાં હમણાં કામ કરી રહ્યો છે.3પણ આપણે એક સમયે તેમની સાથે રહેતા હતાં, આપણા શરીરની ઇચ્છાઓ સંતોષતા હતાં, અને તેની ઇચ્છાઓ અને વિચારોને અનુસરતા હતાં. બાકીનાં લોકોની જેમ, આપણે પણ સ્વભાવે ક્રોધને પાત્ર હતાં4પણ ઈશ્વર, જેની દયા અપાર છે, તેમણે આપણા પર પ્રેમ કર્યો,5જયારે આપણે અપરાધોમાં મૂએલા હતા ત્યારે તેણે મસીહની સાથે આપણને સજીવન કયાઁ (કૃપાથી આપણું તારણ થયું છે.)6અને ઈશ્વરે આપણને મસીહની સાથે ઉઠડ્યા અને મસીહ ઈસુમાં સ્વગીઁય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા.7જેથી આવનાર યુગમાં મસીહ ઈસુમાં આપણા પરની તેમની દયા દ્રારા તેઓ પોતાની મહાન કૃપાની સંપત દેખાડે.8કેમકે તમે તેમની કૃપાથી મસીહ પરના વિશ્વાસ દ્રારા તમે તારણ પામ્યા છો, એ તમારાંથી નથી પણ એ તો ઈશ્વર તરફથી તમને મળેલું કૃપાદાન છે,9કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે.10કેમકે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને મસીહ ઈસુમાં આપણને ઉત્પન્ન કર્યા છે, તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.યહૂદી અને વિદેશી લોકોનું મસીહ દ્રારા સમાધાન
11એ માટે, યાદ રાખો કે તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, ને દેહ સંબંધી હાથે કરેલી “સુન્નતવાળા” તમને “બેસુન્નતી” કહેતા હતાં;12યાદ રાખો કે તમે મસીહ વિનાનાં, ઇઝરાયેલના પ્રજાપણાંના હક વિનાના, તથા આપેલા વચનનાં કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઈશ્વર વગરનાં એવા હતા.13પણ હવે તમે મસીહ ઈસુમાં જેઓ દૂર હતાં, મસીહના રક્ત દ્રારા તમે નજીક આવ્યા છો.14કેમકે તેઓ પોતે આપણી શાંતિ છે, જેમણે બે જૂથોને એક કયાઁ છે, અને આપણને અલગ પાડતી વાડ તેમણે તોડી નાંખી છે,15પોતાના શરીરમાંથી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને નિયમો સહિત કાઢી નાંખીને, તેમનો હેતુ એ હતો કે તે બેમાંથી એક નવો માણસ ઉત્પન્ન કરે અને શાંતિ સ્થાપે,16અને એક શરીરમાં બંનેને ક્રોસ દ્રારા ઈશ્વર સાથે સમાધાન કરાવવા, જેના દ્રારા તેમણે વૈરને નાબૂદ કયુઁ.17તેમણે આવીને તમે જેઓ દૂર હતા અને જેઓ નજીક હતાં તેઓને શાંતિનો સંદેશ પ્રગટ કર્યા.18કારણ કે તેમના દ્રારા આપણે બન્ને એક જ આત્માની સહાયથી ઈશ્વર પિતા પાસે આવી શકીએ છીએ.19તેથી તમે હવે પરદેશી કે અજાણ્યા નથી, પણ ઈશ્વરના લોકો સાથે અને તેમના ઘરના લોકો સાથે સહનાગરીક છો.20તમે જે પાયા પર બંધાયા છો તે પ્રેષિતોએ અને પ્રબોધકોએ નાંખેલો છે અને મસીહ ઈસુ પોતે જ ખૂણાનો મુખ્ય પથ્થર છે.21અને તેમનામાં આખી ઈમારત એક સાથે જોડાયેલી છે અને પ્રભુમાં એક પવિત્ર મંદિર બનવા માટે વધી રહી છે.22અને તેમનામાં તમે પણ એક નિવાસસ્થાન બનવા માટે એક સાથે બંધાઈ રહ્યા છો જેમાં ઈશ્વર તેમના આત્મા દ્રારા રહે છે.Biblica, Inc.