એફેસી4

મસીહના શરીરમાં એકતા અને પરીપકવતા

1હું, પ્રભુને સારું બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો;2નમ્ર અને માયાળુ બનો, સહનશીલ બનો, પ્રેમથી એકબીજાનું સહન કરો.3આત્માની દોરવણી હેઠળ શાંતિના બંધનમાં ઐક્યમાં રહેવા પ્રયત્ન કરો.4જેમ આપણને એક આશામાં તેડવામાં આવેલા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે;5એક પ્રભુ, એક વિશ્વાસ, અને એક બાપ્તિસ્મા છે;6એક ઈશ્વર, અને સૌના પિતા, તે સવઁની ઉપર, તથા સવઁ મધ્યે તથા આપણ સવઁમાં છે,
7પોતાની સમૃધ્ધિમાંથી મસીહે આપણ દરેકને કૃપાદાન આપેલાં છે.8માટે આ પ્રમાણે કહ્યું છે કે:“જયારે તેઓ ઊચાંણમા ચઢયા,તેઓ બંદીવાનોને લઇ ગયાઅને માણસોને કૃપાદાનો આપ્યા.”
9(“તે ચઢયા,” એટલે શું? પ્રથમ તે પૃથ્વીનાં સૌથી નીચેનાં ભાગોમાં ઉતયાઁ?10જે નીચે ઊતર્યા તે એ છે કે જે આખા બ્રહ્માંડને ભરપૂર કરવા બધાં આકાશો કરતાં ઊંચા ચઢયા.)11તેથી મસીહે પોતે પ્રેષિતો, પ્રબોધકો, ઉપદેશકો, પાળકો અને શિક્ષકો આપ્યા,12પોતાના લોકોની સેવાના કામને માટે પૂરાં તૈયાર થાય, જેથી મસીહના શરીરની ઉન્નતિ થાય.13જયાં સુધી કે આપણે બધાં ઈશ્વરના દીકરાના વિશ્વાસમાં અને જ્ઞાનની એકતામાં ન પહોંચીએ અને પરિપકવ ન થઈએ એટલે કે મસીહની સંપૂર્ણતા સુધી પહોંચીએ.
14પછી આપણે બાળક ન રહીએ, મોજાઓથી આમતેમ ઉછળતા ન રહીએ, અને દરેક પ્રકારના શિક્ષણના પવનથી અને માણસોની કપટી કાવતરાં અને ચાલાકીથી આમતેમ ફૂંકાતા ન રહીએ.15એના બદલે, પ્રેમથી સત્ય બોલીને, આપણે દરેક રીતે મસીહ જે શિર છે, તેનું પરિપકવ શરીર બનીને વૃધ્ધિ પામીએ.16તેમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સહાયક સાંધા દ્રારા જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાયઁ કરીને વધે છે, અને પ્રેમમાં પોતાની વૃધ્ધિ કરે છે.

મસીહી જીવન માટે સૂચનાઓ

17તેથી, હું તમને આ કહું છું, અને પ્રભુમાં આગ્રહ કરું છું કે, જેમ બીજા વિદેશીઓ પોતના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો.18તેઓની સમજણ અંધકારમય થઈ ગઈ હોવાથી, તેઓમાં જે અજ્ઞાનતા છે તેને કારણે તેઓના હૃદયો કઠણ થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના જીવનથી ઘણાં દૂર છે.19બધી સંવેદનશીલતા ગુમાવીને તેઓ દરેક પ્રકારની અશુધ્ધતામાં ડૂબી જવા માટે પોતાને વિષયવાસનાને સોંપી દીધા છે, અને તેઓ લોભથી ભરેલાં છે.
20પણ તમે એ પ્રમાણે જીવનનો માગઁ શીખ્યા નથી.21જયારે તમે મસીહ વિશે સાંભળ્યું અને મસીહમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષેનું શિક્ષણ પામ્યા,22તો તમારા પહેલાના જીવન વિશે તમને શીખવવામાં આવ્યું છે કે, તમારો જૂનો સ્વભાવ જે તેની લાલસાથી ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને દૂર કરો;23અને તમારાંં મનનાં વલણોમાં નવા બનો;24અને નવું માણસપણું જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાયેલું છે, તે પહેરી લો.
25એ માટે અરસપરસ જૂઠું બોલવાનું બંધ કરીને, દરેક પોતાના પાડોશીની સાથે સાચુ બોલો, કેમકે આપણે એકબીજાનાં અંગો છીએ.26“તમારા ગુસ્સામાં પાપ ન કરો.” તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો,27અને શેતાનને પગપેસારો કરવા ન દો.28જો કોઈ ચોરી કરતો હોય તો હવેથી તે ચોરી ન કરે, પણ તેને બદલે પોતાને હાથે કંઈક ઉપયોગી કામ કરવું, જેથી જેઓને જરૂર છે તેઓને મદદ કરવા માટે તારી પાસે કંઈક હોય.
29તમારાં મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની જરૂરિયાત પ્રમાણે તેઓની ઉન્નતિને માટે ઉપયોગી વાત જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય.30ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ન કરો, જેમનાં દ્રારા તમને ઉધ્ધારના દિવસને માટે મુદ્રાકિંત કરવામાં આવ્યા છે.31દરેક પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, કચકચ, નિંદા અને દરેક પ્રકારની દુષ્ટતા દૂર કરો.32પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d