1 કરિંથીઓને15

મસીહનું પુનરુત્થાન

1હવે ભાઈઓ અને બહેનો, તમને અગાઉ પ્રગટ કરેલ સુસમાચાર શું છે તે હું અમને યાદ કરાવવા માંગુ છું, જે તમને મળ્યા અને તેના પર તમે ઉભાં છો.2આ સુસમાચારથી તમારો ઉધ્ધાર થયો છે, મેં તમને ઉપદેશ કયોઁ તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખ્યો હશે, અને આવઁથા વિશ્વાસ કયોઁ નહિ હોય તો.
3મને જે પ્રાપ્ત થયું તે મેં તમને પહેલેથીજ જણાવી દીધું છે કે: શાસ્ત્ર પ્રમાણે મસીહ આપણા પાપોને માટે મરણ પામ્યા;4તેમને દફનાવવામાં આવ્યા; અને શાસ્ત્ર પ્રમાણે ત્રીજે દિવસે તેઓને સજીવન કરવામાં આવ્યા.5અને તેઓ કેફાને દેખાયા, અને પછી બારને.6ત્યાર પછી એક સાથે પાંચસો કરતાં વધારે ભાઈઓ અને બહેનોને તેમણે દર્શન દીધું. તેમાંનાં કેટલાક સુઈ ગયા છે, પણ ઘણાં હજી હયાત છે.7પછી યાકોબને દેખાયા, અને ત્યાર બાદ તમામ પ્રેષિતોને.8જાણે મોડો જન્મ્યો હોઉં તેમ, સૌથી છેલ્લા મને પણ તેમણે દર્શન આપ્યું.
9બધા જ પ્રેષિતોમાં હું સૌથી નાનો છું અને ઈશ્વરની મંડળીની મેં સતાવણી કરી તેને લીધે હું પ્રેષિત કહેવડાવવાને પણ યોગ્ય નથી.10પરંતુ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું અને એ કૃપા નિરર્થક નીવડી નથી. કારણ કે મેં બીજા તમામ કરતાં વધારે શ્રમ કયોઁ છે, જો કે, મેં નહિ પણ ઈશ્વરની કૃપા જે મારી સાથે છે.11પછી, ગમે તો હું હોઉ કે તેઓ, અમે એ ઉપદેશ કરીએ છીએ, અને તમે તે વિશ્વાસ કર્યો છે.

મૂએલાંનું પુનરુત્થાન

12પણ જો હવે મસીહ મૂએલાંમાંથી સજીવન થયા છે, તેમ છતાં તમારાંંમાંના કેટલાક એવું શા માટે કહે છે કે મૂએલાંઓ નું પુનરુત્થાન નથી?13જો મૂએલાંનું પુનરુત્થાન નથી તો મસીહ પણ હજી ઉઠયા નથી;14અને જો મસીહ ઉઠયા નથી તો પછી અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે.15વળી અમે ઇશ્વરના જુઠા સાક્ષી છીએ, કેમકે અમે ઈશ્વર વિશે એવી સાક્ષી આપીએ છીએ કે તેમણે મસીહને મુએલામાંથી ઊઠાડયા, પણ જો ખરેખર મૂએલા ઊઠતા નથી તો તેમણે તેમને ઉઠાડયા નથી.16કેમકે જો મૂએલાં સજીવન થતાં નથી તો મસીહ પણ સજીવન થયા નથી;17અને જો મસીહ ઉઠયા નથી, તો તમારો વિશ્વવાસ વ્યથઁ છે; હજી સુધી તમે તમારા પાપમાં છો.18વળી મસીહમાં જેઓ ઊંઘી ગયા છે, તેઓ પણ નાશ પામ્યા છે.19જો આપણે માત્ર આ જીવનમાં મસીહ પર આશા રાખી હોય તો સવઁ લોકો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
20પણ હકીકત એ છે કે મસીહ તો મરણમાંથી સાચે જ ઊઠયાં છે, અને તેઓ ઊંધી ગયેલાઓનું પ્રથમફળ થયાં છે.21કેમકે એક માણસ દ્રારા મરણ આવ્યું, માટે માણસ દ્રારા મૂએલાંનું પુનરુત્થાન પણ આવ્યું.22કેમકે આદમ દ્રારા સવઁ મરણ પામ્યાં, તેથી મસીહ દ્રારા સવઁ સજીવન થશે.23પણ દરેક પોતપોતાના ક્રમ પ્રમાણે: મસીહ, પ્રથમફળ; જ્યારે તે આવશે, જેઓ તેમના છે.24જયારે તે ઈશ્વર પિતાને રાજ્ય હાથમાં સોંપી દેશે, પછી તે રાજય સત્તા તથા અધિકાર અને પરાક્રમનો નાશ કરશે, ત્યારે જ અંત આવશે.25કેમકે જયાં સુધી પોતાના બધા શત્રુઓને પગ નીચે નહિ દાબે ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.26છેલ્લો જે શત્રુ પરાજય પામશે તે મરણ છે.27કેમકે “તેમણે સઘળું તેમનાં પગ નીચે આધીન કયુઁ છે.” પણ જયારે તેઓ કહે છે કે “સઘળું” તેમને સોંપવામાં આવ્યું છે, તો એ સ્પષ્ટ થાય છે કે આમાં ઇશ્વરનો સમાવેશ થતો નથી, જેમણે બધું મસીહને આધીન કયુઁ.28જયારે તે આ કરશે, ત્યારે પુત્ર પોતે પણ આધીન થશે જેણે સવઁને તેમને આધીન કયાઁ છે, જેથી ઈશ્વર સર્વોપરી થાય.
29જો હવે પુનરુત્થાન ન હોય તો જેઓ મૂએલાને માટે બાપ્તિસ્મા લે છે તેનું શું? જો મૂએલાં સજીવન ન થતા હોય તો તેઓને માટે લોકો કેમ બાપ્તિસ્મા લે છ?30અને આપણે પણ શા માટે હર પળે જોખમમાં પડીએ છીએ?31હું દરરોજ મરણનો સામનો કરું છું, હા, જેમ હું આપણા પ્રભુ મસીહ ઈસુમાં તમારા વિશે ગવઁ અનુભવુ છું.32જો હું જંગલી પશુઓ જેવા એફેસસના માણસો સાથે લડયો તો મને તેનો શો લાભ? જો મૂએલાં ઊઠતા ન હોય,“તો ચાલો આપણે ખાઈએ, પીએ,કારણ કે કાલે આપણે મરવાનું છે.”
33ભરમાઈ જશો નહિ: “ખરાબ સંગત સારા ચરિત્રને બગાડે છે.”34જાગૃત થાઓ અને પાપ કરવાનું બંધ કરો, કેમકે કેટલાક જેમને ઇશ્વરનું જ્ઞાન નથી, તમને શરમાવવા માટે હું એ કહું છું.

પુનરુત્થાન પામેલ શરીર

35પણ કોઈ પૂછશે કે, “મૂએલાં કેવી રીતે સજીવન થાય છે? અને તેઓ કેવાં પ્રકારનાં શરીર ધારણ કરશે?”36કેવી મૂર્ખાંઈ! તું પોતે જે વાવે છે તે જો ન મરે તો તે સજીવન થશે નહિ.37જ્યારે તમે વાવો છો, તે જે શરીર થવાનું છે તે વાવતા નથી, પણ ફક્ત બી હોય છે, કદાચ ઘઉંનાં કે બીજા કશાનાં હોય.38પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તમને શરીર આપે છે, અને દરેક પ્રકારનાં બીને પોતાનું ખાસ શરીર હોય છે.39બધા શરીર એક સરખા નથી: માણસોને એક પ્રકારનું શરીર, પશુઓને બીજું, પક્ષીઓને બીજા અને માછલાંને બીજા.40સ્વગીઁય શરીરો છે અને પૃથ્વી પરનાં શરીરો છે; પણ સ્વગીઁય શરીરોનું સૌદર્ય અલગ અને પૃથ્વી પરનાં શરીરોનું સૌદર્ય અલગ હોય છે.41સૂર્યનું તેજ એક પ્રકારનું, અને ચંદ્રનું તેજ બીજું અને તારાઓનું તેજ જુદુ; કેમકે તારા તારાનાં તેજમાં પણ ફેર હોય છે.
42મૂએલાનાં પુનરુત્થાનમાં પણ એવુ જ થશે. જે શરીર વાવવામાં આવે છે તે નાશવંત છે, એ તો અવિનાશમાં ઊઠાડાય છે.43તે અપમાનમા વવાય છે, અને ગૌરવમાં ઊઠાડાય છે; નિબઁળતામાં વવાય છે, અને પરાક્રમમાં ઉઠાડાય છે;44કુદરતી શરીર વવાય છે, આત્મિક શરીર ઊઠાડાય છે.
જો કુદરતી શરીર છે તો આત્મિક શરીર પણ છે.
45એમ લખેલું છે કે: “પ્રથમ મનુષ્ય આદમ સજીવ પ્રાણી થયો, પણ છેલ્લો આદમ, જીવન આપનાર આત્મા થયો.”46આત્મિક પહેલાં આવ્યું ન હતું, પણ કુદરતી, અને પછી આત્મિક.47પહેલો માણસ પૃથ્વીની ધૂળમાંથી આવ્યો હતો; બીજો માણસ સ્વર્ગમાંથી આવ્યો.48જેઓ પૃથ્વીનાં છે, તેવાં જ જેઓ પૃથ્વીનાં છે તેઓ પણ છે; અને જેઓ સ્વગીઁય માણસ છે, તેવાં જ જેઓ સ્વગીઁય છે તેઓ પણ છે.49જેમ આપણે પૃથ્વી પરનાં માણસની પ્રતિમાં પ્રમાણે જન્મ્યાં છે, તેમ સ્વગીઁય પ્રતિમાં પણ ધારણ કરીશું.
50ભાઈઓ અને બહેનો, હું તમને જણાવું છું કે, માંસ અને લોહી ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકશે નહિ, તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શક્તા નથી.51સાંભળો, હું તમને એક રહસ્ય ક્હું છું! આપણે બધા ઊંઘીશું નહિ, પણ આપણે રૂપાંતર પામીશું,52એક ક્ષણમાં, આંખના પલકારામાં, છેલ્લું રણશિંગડું વાગતાં, કેમકે રણશિંગડું વાગશે, અને મૂએલા અવિનાશી થઈને ઊઠશે, અને આપણું રૂપાંતર થશે.53કેમકે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને મત્યઁને અમરપણું ધારણ કરવું પડશે.54જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને મત્યઁ અમરપણું ધારણ કરશે: ત્યારે “મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે”55“ઓ મરણ, તારો વિજય કયાં?ઓ મૃત્યુ, તારો ડંખ કયાં?”
56મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામથ્યઁ નિયમશાસ્ત્ર છે.57પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ.
58એ માટે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, સ્થિર અને સમર્થ બનો. પ્રભુનું કામમાં સદા લાગુ રહો, કારણ કે તમારી મહેનત પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d