1 કરિંથીઓને16
ઇશ્વરનાં લોકો માટે ઉઘરાણું
1હવે પ્રભુના લોકો માટે ઉઘરાણાં વિશેઃ જે મેં ગલાતિયાંની મંડળીઓને કહ્યું છે તે કરો.2હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા ન પડે, માટે અઠવાડિયાને પહેલે દિવસે, તમારાંમાંના દરેકે પોતાની કમાણીમાંથી અમુક હિસ્સો રાખી મૂકવો.3જયારે હું ત્યાં આવીશ ત્યારે તમે નક્કી કરેલાં ભાઈઓને પત્ર આપીને એ દાન તેઓની સાથે યરુશાલેમ મોકલી આપીશું.4અને મારે પણ જવું યોગ્ય લાગશે તો હું તેઓની સાથે જઈશ.અંગત વિનંતિઓ
5મકદોનિયાથી ગયા પછી હું તમારી પાસે આવીશ, કેમકે હું મકદોનિયાથી જવાનો છું.6શકય હશે તો હું તમારી સાથે રહીશ, અથવા કદાચ શિયાળો વિતાવિશ, જેથી હું જયાં કંઇ જાઉં ત્યાં મારી મુસાફરીમાં તમે મને મદદ કરો.7કેમકે હમણાં જતા તમારી ઊડતી મુલાકાત કરીને આગળ જવાની મારી ઇચ્છા નથી, પરંતુ પ્રભુની ઇચ્છા હોય તો હું તમારી સાથે વધુ સમય રહેવા માગું છું.8પચાસમાના પર્વ સુધી હું અહીં એફેસસમાં રહેવાનો છું.9કારણ કે એક મહાન અને કાયઁ સફળ થાય એવું દ્રાર મારે સારું ઉઘાડવામાં આવ્યું છે, અને વિરોધીઓ પણ એટલા જ છે.10જયારે તિમોથી આવે, ત્યારે જો જો કે તે તમારી સાથે નિભઁય રહે, એ વિશે સંભાળ રાખજો; કેમકે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.11એ માટે, કોઈ તેનો તુચ્છકાર કરે નહિ. પણ ક્ષેમકુશળ સાથે મારી પાસે પાછો મોકલજો, કારણ કે હું ભાઈઓની સાથે તેની પણ રાહ જોઈ રહ્યો છું.12હવે આપણા ભાઈ અપોલસ વિશે: ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહું વિનંતી કરી; અને હમણાં આવવાની તેની બિલકુલ ઈચ્છા ન હતી; પણ જયારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.13સાવધ રહો; વિશ્વાસમાં દ્રઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.14સઘળું પ્રેમપૂર્વક કરો.15સ્તેફનાસ અને તેના કુટુંબને તમે જાણો છો કે તે અખાયાનું સૌ પ્રથમફળ છે, અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યાં, માટે ભાઈઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું કે,16આવા લોકોને આધીન થાઓ, અને જેઓ કાયઁમાં સહભાગી છે અને તેને માટે મહેનત કરે છે.17સ્તેફનાસ, ફોર્તુનાતુસ અને અખૈકસના આવવાથી હું આનંદ પામું છું, કેમકે તમારાથી ખૂટતી મદદ તેઓએ પૂરી પાડી છે.18કેમકે તેઓએ મારા તથા તમારા આત્માને ઉત્તેજન પૂરું પાડયું છે. તેથી આવાં માણસોની કદર કરો.આખરી શુભેચ્છાઓ
19આસિયાની મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે.અકુલા અને પ્રિસિલા પ્રભુમાં, તથા તેઓના ઘરમાં મળતી મંડળી તમને પ્રેમપૂર્વક કુશળતા પાઠવે છે.20સવઁ ભાઈઓ અને બહેનો તમને સલામ મોકલે છે,
પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો.21હું પાઉલ મારા પોતાના હાથે જ સલામ લખું છું.22જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ રાખતો નથી તો તે માણસ શાપિત છે, હે પ્રભુ આવો!23પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારી સાથે હો.24મસીહ ઈસુમાં મારો પ્રેમ તમ સર્વની સાથે હો. આમીન.
Biblica, Inc.