1 કરિંથીઓને14
આરાધનાંમાં સુગમતા
1પ્રેમને અનુસરો અને આત્મિક દાનોની ઈચ્છા રાખો, વિશેષ કરીને પ્રબોધ કરવાની.2કેમકે જે કોઇ ભાષા બોલે છે માણસો સાથે નહિ પણ ઈશ્વર સાથે વાત કરે છે, કોઇ તેને સમજતું નથી પણ તેઓ આત્મામાં મઁમો બોલે છે.3પણ જે પ્રબોધ કરે છે, તે લોકોને મજબુત કરવાને, ઉત્તેજન આપવાને, અને દિલાસો આપવાને બોલે છે;4જે કોઇ અન્યભાષા બોલે છે તે પોતાની જ ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે, તે મંડળીની ઉન્નતિ કરે છે.5મારી એવી ઇચ્છા છે બધા અન્યભાષા બોલે, પણ તમે બધા પ્રબોધ કરી શકો એ હું વધારે ઈચ્છું છું; જે પ્રબોધ કરે છે તે અન્યભાષા બોલનાર કરતાં મોટો છે, ભાષાઓ બોલનાર, જો મંડળીની ઉન્નતી કરવા માટે ભાષાંતર ન કરે, તો તેનાં કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે.6હવે ભાઈઓ અને બહેનો, જો હું તમારી પાસે આવું અને અન્યભાષા બોલું અને જયાં સુધી હું પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધકે શિખામણરૂપ વચનો તમારી આગળ ન બોલું તો તમને શું લાભ?7એમ જ અવાજ કાઢનારા નિર્જીવ સાધનો, જેવાં કે વાંસળી અથવા વાજાં જો અલગ અલગ અવાજ ન કાઢે, તો શું વાગે છે તે કેમ માલૂમ પડે?8વળી, જો રણશિંગડું યોગ્ય સૂર કાઢે નહિ તો યુધ્ધ માટે કોણ તૈયાર થાય?9તે જ પ્રમાણે જો સમજી શકાય તેવાં શબ્દો ન બોલો, તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમકે એમ કરવાથી તમે હવામાં બોલનાર જેવા થશો.10આ જગતમાં જુદી જુદી ઘણી ભાષાઓ છે. તેમાની એકે અથઁ વગરની નથી.11તેથી જો હું અમુક ભાષાનો અથઁ ન જાણું તો બોલનારની આગળ હું પરદેશી જેવો થઈશ, અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.12એ માટે તમે પણ આત્માના દાન પ્રાપ્ત કરવા માટે તમે આતુર છો, માટે મંડળીની ઉન્નતીને માટે કોશિશ કરો.13એ માટે અન્યભાષા બોલનારે પ્રાથઁના કરવી જોઈએ કે જે તે બોલે છે તેનો અથઁ સમજાવી શકે.14હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પરંતુ મારી સમજશકિત નિષ્ફળ છે.15તો હું શું કરું? હું મારા આત્માથી પ્રાથઁના કરીશ, હું મારી સમજશકિતથી પણ પ્રાર્થના કરીશ; હું મારા આત્માથી ગાઈશ અને મારી સમજશકિતથી પણ ગાઈશ.16જયારે તમે આત્માથી ઈશ્વરની સ્તુતિ કરો તો પછી ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમકે તેઓ તમારું બોલવું સમજતા નથી.17તમે સારી રીતે આભારસ્તુતિ કરો છો પણ અન્ય લોકોની ઉન્નતિ થતી નથી.18તમો સર્વનાં કરતાં હું વધારે ભાષાઓ બોલું છું માટે ઈશ્વરનો આભાર માનું છું.19પરંતુ મંડળીમાં અન્ય ભાષાઓમાં દસ હજાર શબ્દો બોલવાં કરતાં બીજાઓને શીખવવા સમજવા લાયક પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.20ભાઈઓ અને બહેનો, સમજણમાં બાળક ન થાઓ. ભૂંડાઈની બાબતોમાં બાળકો જેવા બનો, પણ સમજણમાં પ્રૉઢ બનો.21નિયમશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે:“અન્યભાષા બોલનારા વડેઅને વિદેશોનાં હોઠો વડે;હું આ લોકોની સાથે બોલીશ;એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ;એમ પ્રભુ કહે છે.”22આમ અન્ય ભાષાઓ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિન્હરૂપ છે; પણ પ્રબોધ, અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે છે.23તેથી જો આખી મંડળી ભેગી થાય અને દરેક અન્ય ભાષાઓમાં બોલે, અને અભણો અથવા અવિશ્વાસીઓ અંદર આવે, તો તમે ઘેલા છો એમ તેઓ નહિ કહે?24પણ જો અવિશ્વાસી કે અભણ અંદર આવે કે જયારે સવઁ પ્રબોધ કરતાં હોય, તેઓને પાપની ખાતરી થાય છે અને તેના વડે તેનો ન્યાય થશે.25અને તેમના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે. અને તે ઘુંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું તે જાહેર કરશે.શિસ્તબધ્ધ આરાધના
26તો પછી ભાઈઓ અને બહેનો, આપણે શું કહીએ? તમે જયારે એકઠાં થાવ છો, ત્યારે કોઈ ગીત ગાય છે, કોઈ ઉપદેશ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્યભાષા બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. પણ જે કાંઈ તમે કરો તે બધું જ મંડળીની ઉન્નતિને અર્થે થવું જોઈએ.27જો કોઇ અન્યભાષા બોલે, તો બે કે વધુમાં વધુ ત્રણ જણ બોલે, અને તે પણ વારાફરતી, અને એક તેનો અથઁ સમજાવે.28પરંતુ ભાષાંતર કરી શકે એવો કોઈ ન હોય તો મંડળીમાં બોલનારે શાંત રહીને મનોમન ઈશ્વરની સાથે બોલવું.29બે કે ત્રણ પ્રબોધ કરે અને બીજા તે શું કહે છે તેની તુલના કરે.30અને જો બેઠેલાંમાના કોઇને પ્રકટીકરણ થાય, તો પ્રથમ બોલનારે બોલવાનું બંધ કરવું,31કેમકે સવઁ શીખે અને ઉત્તેજન પામે એ હેતુથી તમારે વારાફરતી પ્રબોધ કરવો.32પ્રબોધકનાં આત્માઓ પ્રબોધકને આધીન છે.33કેમકે ઈશ્વર અવ્યવસ્થાનો નહિ પણ વ્યવસ્થાના ઈશ્વર છે, જેમ બીજે પ્રભુના લોકોમાં ચાલે છે તેમ.34મંડળીમાં સ્ત્રીઓએ છાના રહેવું. તેઓને બોલવાની પરવાનગી નથી, પણ શાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે તેઓએ આધીનતામાં રહેવું જોઈએ.35જો તેઓને કાંઈ જાણવાની ઇચ્છા હોય તો તેઓ ઘરે પોતાના પતિને પૂછે; કેમકે મંડળીમાં સ્ત્રીઓએ કાંઈ બોલવું તે શોભારૂપ નથી.36ઈશ્વરનું વચન શું તમારાથી આવ્યું? કે તે શું એકલા તમને પ્રાપ્ત થયું?37જો કોઇ પોતાને પ્રબોધક કે આત્માથી દાન પામેલો ધારે તો જે વાતો તમારા પર લખું છું. તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું.38પણ જો કોઇ અજ્ઞાન હોય તો તે ભલે પોતાની અજ્ઞાનતામાં રહે.39તેથી, મારા ભાઈઓ અને બહેનો, પ્રબોધ કરવાની અભિલાષા રાખો, અને અન્ય ભાષામાં બોલનારને અટકાવો નહિ.40પણ તમે જે કાંઈ કરો, તે બધું જ ઉચિત અને વ્યવસ્થિત રીતે કરો.Biblica, Inc.