1 કરિંથીઓને13

1જો કે હું માણસોની કે દૂતોની ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો હું માત્ર રણકાર કરનાર પિતળ કે ઝમકાર કરનાર ઝાંઝનાં જેવો છું.2જો મને પ્રબોધ કરવાનું દાન હોય અને ભવિષ્યમાં જે બનવાનું છે તે બધું હું જાણતો હોઉં, અને જો હું પવઁતોને પણ ખસેડી શકું એવો મને વિશ્વાસ હોય પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.3મારી પાસેની તમામ સંપતી હું ગરીબોને આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોઁપુ, પણ મારામાં પ્રેમ ન હોય તો મને કંઇ લાભ નથી.
4પ્રેમ ધીરજવાન છે, પ્રેમ કરુણાળુ છે, તે અદેખાઈ રાખતો નથી, બડાશ મારતો નથી કે અભિમાન કરતો નથી.5તે બીજાઓનું અપમાન કરતો નથી, પોતાનું જ હિત જોતો નથી, તે સહેલાયથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી, ખોટા કાયોઁનો કોઇ હિસાબ રાખતો નથી.6પ્રેમ દુષ્ટતામાં આનંદ માનતો નથી, પરંતુ સત્યમાં હર્ષ પામે છે.7તે હંમેશા સાચવે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે, હંમેશા સહન કરે છે.
8પ્રેમ કદી ખૂટતો નથી. પરંતુ પ્રબોધ કરવાનું દાન હશે તો તે લોપ થશે; જો ભાષાઓ હશે તો તેનો અંત આવશે; જો જ્ઞાન હશે તો જતું રહેશે.9પરંતુ આપણે અપૂણઁ જાણીએ છીએ, અને અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ;10પણ જયારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂણઁતા જતી રહેશે.11જયારે હું બાળક હતો, ત્યારે હું બાળકના જેવું બોલતો હતો, બાળકના જેવું વિચારતો હતો અને બાળકના જેવું સમજતો હતો. પણ હવે જયારે હું પુખ્ત વયનો થયો, ત્યારે મેં બાળકની જેમ વર્તવાનું છોડી દીધું.12કેમકે હમણાં આપણે અરીસામાં પ્રતિબિંબ જોઈએ છીએ, પણ પછી આપણે મોંઢામોઢ જોઈશું. હમણાં હું અપૂણઁ જાણું છું પછી હું સંપૂર્ણપણે જાણીશ, જેમ હું પણ સંપૂણઁપણે ઓળખાયો છું તેમ.
13હવે વિશ્વાસ, આશા અને પ્રેમ એ ત્રણે સદાકાળ ટકી રહે છે: પરંતુ એ સર્વમાં પ્રેમ શ્રેષ્ઠ છે.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d