1 કરિંથીઓને12
આત્મિક કૃપાદાનો વિશે
1હવે ભાઈઓ અને બહેનો, પવિત્ર આત્માના કૃપાદાનો વિશે, તે વિશે તમે અજાણ રહો એવી મારી ઇચ્છા નથી.2તમે જાણો છો કે જયારે તમે મૂર્તિપૂજક હતા, ત્યારે કોઇક પ્રકારે તેમનાંથી પ્રભાવિત થઇને મૂંગી મૂતિઁઓની પાછળ ફર્યા કરતા હતા.3તેથી હું તમને જણાવું છું કે ઈશ્વરના આત્માથી બોલનાર “ઈસુને શાપ પાત્ર કહેતો નથી” અને પવિત્ર આત્માની પ્રેરણા વિના, “ઈસુ પ્રભુ છે” એમ કોઈ માણસ કહી શક્તું નથી.4ઘણાં પ્રકારનાં કૃપાદાનો છે, પણ સર્વને વહેચી આપનાર તે પવિત્ર આત્મા છે.5વિવિધ પ્રકારની સેવા છે પણ પ્રભુ તો એક જ છે.6કાર્ય અનેક પ્રકારનાં છે, પણ એ સવઁમાં કાયઁ કરવાનાર તો એક જ ઈશ્વર છે.7પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિત માટે આપવામાં આવ્યું છે.8આત્માથી એક જણને ડહાપણની વાતો આપેલી છે, એ જ આત્માથી બીજાને જ્ઞાનની વાતો,9બિજાને એ જ આત્માથી વિશ્વાસનું દાન, કોઈને એ જ આત્માથી માંદાઓને સાજાં કરવાનું દાન;10કેટલાકને ચમત્કારો કરવાનું પરાક્રમ, કેટલાકને પ્રબોધનું, અને કેટલાકને આત્માઓની પારખ કરવાનું દાન, વળી તે કેટલાકને વિવિધ ભાષાઓ બોલવાનું, અને કેટલાકને ભાષાંતર કરવાનું દાન બક્ષે છે.11આ બધું એક જ અને તે જ આત્માનું કાયઁ છે, અને તે પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેચી આપે છે.એક શરીરમાં એકતા અને વિવિધતા
12જેમ શરીર એક છે, અને તેનાં ઘણાં બધાં અવયવો છે, પણ બધા ભાગો મળીને એક શરીર બને છે, તે જ પ્રમાણે મસીહ વિશે છે.13કેમકે યહૂદી, કે વિદેશી, ગુલામ કે સ્વતંત્ર, આપણ સવઁ એક આત્માનું બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા, અને આપણ સવઁને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.14શરીરને એક નહિ પણ અનેક અવયવોથી બનાવવામાં આવ્યું છે.15હવે જો પગ કહે કે, “કેમકે હું હાથ નથી એટલે હું શરીરનો નથી.” તો તેથી તે શરીરથી મટી જતો નથી?16વળી કાન કહે કે, “કેમકે હું આંખ નથી એટલે હું શરીરનો નથી.” તો તેથી શું તે શરીરનો ભાગ નથી?17જો આખું શરીર આંખ હોય તો સંભળાય કેવી રીતે? અથવા જો આખું શરીર કાન હોય તો ગંધ પરખાય કેવી રીતે?18પરંતુ ખરેખર ઈશ્વરે આપણા શરીરનાં ભાગોને ગોઠવ્યાં છે કે તેમની ઇચ્છા પ્રમાણે બધા અવયવોને ગોઠવેલાં છે.19જો બધા એક જ અવયવ હોત તો શરીર કયાં હોત?20આમ ધણાં અવયવો હોવા છતાં શરીર એક જ છે.21આંખ હાથને કહી શકે નહિ કે, “મારે તારી જરૂર નથી,” વળી માથું પગને કહી શકે નહિ, “કે મારે તારી જરૂર નથી.”22એનાંથી ઉલટું, જે અવયવો નબળાં દેખાય છે, તેઓ શરીર માટે અતિ આવશ્યક છે.23જે અવયવોને આપણે ઓછાં મહત્વનાં માનીએ છીએ તેઓને આપણે વધુ માન આપીએ છીએ, જે અવયવોને ગુપ્ત રાખવાનાં હોય છે તેઓની આપણે વિશેષ કાળજી રાખીએ છીએ,24તેથી દેખીતા અવયવોને ખાસ કાળજીની જરૂર નથી, પણ ઈશ્વરે શરીરને એવી રીતે ગોઠવ્યું છે કે, જે ભાગોને ઓછા મહત્વનાં છે તેમને વધારે માન આપ્યું છે.25જેથી શરીરમાં ફાટફૂટ ન પડે, પણ આને લીધે બધા અવયવો હળીમળીને રહે.26જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે તમામ અવયવને દુઃખ થાય છે. અને એક અવયવને માન મળે તો તમામને માન મળે છે.27હવે તમે મસીહનું શરીર છો અને તમે બધાં તેનાં અવયવ છો.28અને ઈશ્વરે મંડળીમાં સૌથી પહેલાં પ્રેષિતો, બિજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી ચમત્કાર કરનારાઓ, અને પછી સાજાપણું આપનારાઓ, મદદગારો, અધિકારીઓ અને અન્યભાષા બોલનારાઓ.29શું બધા પ્રેષિત છે? શું બધા પ્રબોધક છે? શું બધા ઉપદેશકો છે? શું બધા ચમત્કાર કરનાર છે?30શું બધાને સાજા કરવાનું દાન છે? શું બધા અન્યભાષા બોલે છે? શું બધા ભાષાંતર કરનાર છે?31હવે ઉત્તમ દાનો માટે ઝંખના રાખો. પ્રેમ જરૂરી છેઅને હવે હું તમને શ્રેષ્ઠ માર્ગ જણાવું છું.
Biblica, Inc.