1 કરિંથીઓને11

આરધનામાં માથું ઢાંકવા વિશે

1જેમ હું મસીહને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.
2મેં જે શિક્ષણ આપ્યું છે તે તમે યાદ રાખો છો અને તે પ્રમાણે ચાલો છો તેથી હું તમારાં વખાણ કરું છું.3પણ એક બાબત વિશે હું તમને જણાવવાં માગું છું કે દરેક માણસનું શિર મસીહ છે, અને સ્ત્રીનું શિર પુરુષ છે, અને મસીહનું શિર ઈશ્વર છે.4તેથી પ્રાર્થના કે પ્રબોધ કરતાં જો કોઈ પુરુષ પોતાનું માથું ઢાંકેલું રાખે તો તે પોતાના શિરનું અપમાન કરે છે.5અને જો કોઈ સ્ત્રી પોતાનું માથું ઢાંક્યા સિવાય પ્રાર્થના કે પ્રબોધ કરે તો તે તેના શિરનું અપમાન કરે છે, તેમ કરવું તે મૂંડેલી હોવા બરાબર છે.6જો કોઈ સ્ત્રી માથું ઢાંકવાની ના પાડતી હોય તો તેણે પોતાના માથાના વાળ કપાવી નાખવા જોઈએ; અને જો તેને વાળ કપાવી નાખવાનું કે મૂંડાવાનું શરમભરેલું લાગતું હોય, તો પછી તેણે માથું ઢાંકવું જોઈએ.
7પુરુષે માથું ઢાંકવું જોઈએ નહિ કેમકે તે ઇશ્વરનો મહિમા છે; પરંતુ સ્ત્રીએ પુરુષનો મહિમા છે.8કેમકે પુરુષ સ્ત્રીથી ઉત્પન્ન થયો નથી. પણ સ્ત્રી પુરુષમાંથી ઉત્પન્ન થઈ.9પુરુષને સ્ત્રી માટે ઉત્પન્ન કરવામાં આવ્યો ન હતો, પરંતુ સ્ત્રીને પુરુષ માટે.10તેથી દૂતોને કારણે પોતાની આધીનતા દર્શાવવા માટે સ્ત્રીઓએ પોતાનું માથું ઢાંકવું જોઈએ.11તોપણ પ્રભુમાં સ્ત્રી પુરુષ વગર નથી, તેમજ પુરુષ પણ સ્ત્રી વગર નથી.12કેમકે જેમ સ્ત્રી પુરુષમાંથી ઉત્પન્ન થઈ, તેમ પુરુષ સ્ત્રીથી જન્મેલાં છે. પણ બધા ઈશ્વરમાંથી ઉત્પન્ન થયાં છે.
13સ્ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાથઁના કરે એ શું તેને શોભે? તે વાતનો તમે પોતે નિણઁય કરો.14શું કુદરત પોતે આપણને શીખવતી નથી કે સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ? કેમકે લાંબા વાળ પુરુષોને માટે શોભારૂપ નથી.15પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે. કેમકે તેના વાળ આચ્છાદાનને સારું તેને આપેલા છે16આ વિશે કોઈને કોઇ દલીલ હોય તો, આપણામાં તથા ઈશ્વરની મંડળીમાં પણ એવો રિવાજ નથી.

પ્રભુભોજનનાં દુરુપયોગમાં સુધારો

17આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમકે તમારું એકઠાં મળવું સુધારા કરતા નુકશાનકારક છે.18પ્રથમ તો એ છે કે, જ્યારે તમે મંડળીમાં એકઠા થાઓ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારા સાંભળવામાં આવે છે; અને એ થોડે ઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું.19જેઓ ઇશ્વરનાં પસંદ કરેલાં છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.20તેથી જ્યારે તમે એકઠા થાઓ છો, ત્યારે પ્રભુનું ભોજન તમે ખાતા નથી.21પણ જ્યારે તમે ખાઓ છો ત્યારે તમારું પોતાનું ભોજન આગળથી કરો છો, પરીણામે એક ભૂખ્યો રહે છે અને બીજો પીને મસ્ત થાય છે.22શું તમારે માટે ખાવાપીવા માટે ઘર નથી? અથવા જેમની પાસે કંઈ નથી તેઓનું અપમાન કરીને તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો? હું તમને શું કહું? શું હું તમારા વખાણ કરું? ના! ખરેખર આ વાતમાં નહિ!
23કેમકે પ્રભુ તરફથી મને જે મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું: જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા તે રાત્રે તેમણે રોટલી લીધી,24અને જ્યારે તેમણે આભાર માન્યો. ત્યારે તેમણે ભાંગીને કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે છે. મારી યાદગીરીને માટે આ કરો.”25એ જ રીતે, ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું, “આ પ્યાલો મારા રક્તમાનો નવો કરાર છે. જેટલી વાર તમે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો.”26કારણ કે જયારે તમે આ રોટલી ખાઓ છો ત્યારે અને આ પ્યાલામાંથી પીઓ છો ત્યારે તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.
27તેથી જો કોઈ અયોગ્ય રીતે રોટલી ખાય અને આ પ્યાલામાંથી પીએ તો તે પ્રભુના શરીર અને લોહીની વિરુધ્ધ પાપ કરે છે.28માટે આ રોટલી ખાતાં પહેલાં અને આ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે પોતાની પરીક્ષા કરવી.29જો કોઈ મસીહના શરીરનો મર્મ સમજ્યાં વગર રોટલી ખાય છે અને પ્યાલામાંથી પીએ છે તો તે ખાઘાથી તથા પીધાથી પોતાને શિક્ષા પાત્ર ઠરાવે છે.30આને લીધે જ તમારાંમાંના ઘણાં નબળાં અને બીમાર છે અને કેટલાક તો ઊંઘી ગયા છે.31પહેલાં તમે કાળજીપૂર્વક પોતાની પરીક્ષા કરો તો આપણો ન્યાય કરવામાં નહિ આવે.32પણ જ્યારે આ રીતે પ્રભુથી આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે જગતની સાથે આપણને શિક્ષા ન થાય માટે આપણને શિખવવામાં આવ્યું છે.
33તેથી, ભાઈઓ અને બહેનો, જયારે તમે ખાવા એકઠા મળો ત્યારે બધા સાથે ખાઓ.34જો કોઈને ભૂખ લાગી હોય તો તેણે ઘરે ખાઈ લેવું, જેથી તમે એકઠા મળો ત્યારે કોઈનો ન્યાય ન થાય.
અને જ્યારે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d