1 કરિંથીઓને10
ઇઝરાયેલના ઈતિહાસમાંથી ચેતવણીઓ
1કેમકે ભાઈઓને બહેનો હું નથી ચાહતો કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો, આપણા પૂર્વજોને મેઘસ્તંભની છાયા નીચે તેઓને સમુદ્રમાં થઈને પાર ઉતાર્યા.2અને તેઓ મોશેને અનુસરતા વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા.3તેઓ સર્વએ એક જ આત્મિક ખોરાક ખાધો.4વળી તે સર્વએ આત્મિક પાણી પીધું, કેમકે તેઓએ સાથે આવનાર આત્મિક ખડકમાંથી પીધું, અને તે ખડક તો મસીહ હતા.5આમ છતાં તેઓમાંના ઘણાં પર ઈશ્વર પ્રસન્ન ન હતા, તેથી તેઓના શરીર અરણ્યમાં જ નાશ પામ્યા.6આ પરથી આપણને દાખલો મળે છે કે, તેઓની જેમ આપણે ભૂંડી બાબતોની ઇચ્છા રાખીએ નહિ.7કે મૂર્તિપૂજક ન થઈએ, જેમ તેમાનાં ઘણાં હતા તેમ, જેમ શાસ્ત્રમાં લખેલું છે: તેઓ ખાવાંપીવાં બેઠા અને ઊઠીને નાચગાન કરવા લાગ્યા.8જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક જ દિવસમાં ત્રેવીસ હજાર માણસો માર્યા ગયા. તેમ આપણે ન કરીએ.9આપણે મસીહની કસોટી ન કરીએ, જેમ તેઓમાનાં કેટલાએકે કયુઁ, અને તેઓ સર્પદંશથી માર્યા ગયા.10અને તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારક દૂત દ્રારા તેઓનો નાશ કરવામાં આવ્યો, તેમ તમે કચકચ ન કરો.11આપણે દાખલો લઈએ માટે તેઓને આ થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે તેવી ચેતવણી આપણને મળે માટે તે શાસ્ત્રમાં લખવામાં આવ્યું.12માટે જે કોઇ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.13માણસ સહન ન કરી શકે એવું કંઇ પરીક્ષણ તમાંરા પર આવવાં દેશે નહિ; અને ઈશ્વર વિશ્વાસુ છે; તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માગઁ પણ રાખશે.મૂર્તિઓનું નૈવેદ અને પ્રભુ ભોજન
14તેથી મારા વહાલાં મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો.15હું તમને ડાહ્યા સમજીને વાત કરું છું; હું શું કહું છું તેનો તમે પોતે જ ન્યાય કરો કે16જે પ્યાલા માટે આપણે આભારસ્તુતિ કરીએ છે, તે શું મસીહના રકતના સહભાગી નથી? અને આપણે જે રોટલી ભાંગીએ છીએ, તેથી શું આપણે મસીહના શરીરનાં સહભાગી થતા નથી?17કેમકે એક જ રોટલી છે, આપણે ઘણાં હોવા છતાં, એક શરીર છીએ, કેમકે આપણે સર્વ એક જ રોટલીનાં ભાગીદાર છીએ.18ઇઝરાયેલી લોકોનો વિચાર કરો: જે લોકો બલિદાન ખાય છે તેઓ શું વેદીના સહભાગી નથી.19તો હું શું કહું છું? મૂર્તિનું નૈવેદ કંઈ છે, અથવા મૂર્તિ કંઇ છે?20ના, પણ મૂતિઁપૂજકના બલિદાન ઇશ્વરને નહિ, પણ ભૂતપિશાચોને આપે છે, અને હું નથી ઇચ્છતો કે તમે ભૂતપિશાચોના ભાગીદાર બનો.21તમે પ્રભુનો પ્યાલો અને ભૂતપિશાચોનો પ્યાલો પી શક્તા નથી; તેમજ તમે પ્રભુની મેજની સાથે અને ભૂતપિશાચોની મેજનાં ભાગીદાર થઇ શક્તા નથી.22શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં બળવાન છીએ?વિશ્વાસીઓની સ્વતંત્રતા
23તમે કહો છો કે, “મને કંઈ પણ કરવાનો અધિકાર છે,” પણ બધું ફાયદાકારક નથી. “મને કંઈ પણ કરવાનો અધિકાર છે,” પણ બધું રચનાત્મક નથી.24કોઈએ માત્ર પોતાનું જ હિત નહિ, પણ બીજાઓનું હિત જોવું જોઈએ.25બજારમાં જે માંસ વેચાય છે, તે પ્રેરકબુધ્ધિની ખાતર કાંઈ પણ પ્રશ્ન પૂંછયા વિના ખાઓ.26કારણ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.27જો કોઈ અવિશ્વાસી વ્યકિત તમને ભોજન માટે નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છા હોય તો, જાઓ અને તમારી આગળ જે કાંઈ પીરસવાંમાં આવે તે પ્રેરકબુધ્ધિને ખાતર કંઇ પણ પ્રશ્ર પૂંછયા વગર ખાઓ28પણ જો કોઈ તમને કહે કે, “એ તો મૂર્તિઓનું નૈવેદ છે.” તો તમને જણાવનાર વ્યકિતની ખાતર તથા પ્રેરકબુધ્ધિની ખાતર તે ન ખાઓ.29હું જે પ્રેરકબુધ્ધિ કહું છું, તે તમારી નહિ, પણ બીજાની. કેમકે બીજાની પ્રેરકબુધ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?30જો હું કોઈ ખોરાક માટે ઈશ્વરનો આભાર માનીને તે ખાઉં તો જે ખોરાક માટે મેં આભાર માન્યો તે અંગે મારી ટીકા શા માટે કરવામાં આવે?31તેથી, તમે ખાઓ કે પીઓ કે, જે કાંઈ કરો, તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો.32તમે યહૂદીઓને ગ્રીકોને, કે ઈશ્વરની મંડળીને ઠોકર ખાવાનાં કારણરૂપ બનશો નહિ.33જેમ હું દરેક રીતે બધાને ખુશ રાખવા પ્રયત્ન કરું છું, કારણ કે હું મારું પોતાનું હિત નહિ, પણ ઘણાં લોકોનું હિત જોઉં છું જેથી તેઓ તારણ પામે.Biblica, Inc.