સંદર્શન6

મુદ્રાઓ

1હું જોતો હતો તેવામાં જ હલવાને સાત મુદ્રામાંની એકને ખોલી. તો ચાર જીવતાં પ્રાણીઓમાંના એકને બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવાં અવાજે કહ્યું, “આવ!”2મેં જોયું, તો એક શ્વેત ઘોડો મારી સામે હતો! તેના પર સવાર થયેલાનાં હાથમાં ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો હતો.
3જયારે હલવાનને બીજી મુદ્રા ખોલી, ત્યારે બીજા જીવંત પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, “આવ!”4ત્યારે એક લાલ ઘોડો બહાર આવ્યો. તેના પર જે સવાર થયો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપી, જેથી લોકો એકબીજાને મારી નાંખે. તેને એક મોટી તરવાર આપવામાં આવી.
5જયારે હલવાને ત્રીજી મુદ્રા ખોલી, ત્યારે ત્રીજા જીવંત પ્રાણીને એમ કહેતાં સાંભળ્યો, “આવ!” અને મેં જોયું, અને ત્યાં મારી આગળ એક કાળો ઘોડો હતો! અને તેના પર સવાર થયેલાનાં હાથમાં ત્રાજવાં હતાં.6પછી મેં ચાર જીવંત પ્રાણીઓની વચમાંથી એક અવાજ એમ કહેતાં સાંભળ્યો, “એક દિવસની રોજી માટે અડધો કિલો ઘઉં કે એક દિવસની રોજી માટે દોઢ કિલો જવ, અને તેલ કે દ્રાક્ષારસનો બગાડ ન કરીશ.”
7જયારે હલવાને ચોથી મુદ્રા ખોલી, ત્યારે મેં ચોથા જીવંત પ્રાણીએ એમ કહેતાં સાંભળ્યું કે, “આવ!”8મેં જોયું, તો એક ફિક્કા રંગનો ઘોડો મારી સામે હતો! તેના સવારનું નામ મરણ હતું, હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું. અને તરવારથી, દુકાળથી અને રોગચાળાથી પૃથ્વી પરના જંગલી શ્વાપદોથી પૃથ્વીનાં ચોથા ભાગને મારી નાંખવાની સત્તા તેમને આપવામાં આવી.
9જયારે તેણે પાંચમી મુદ્રા ખોલી, ત્યારે મેં વેદીની નીચે ઇશ્વરના વચનને લીધે અને પોતે જે સાક્ષીને વળગી રહ્યાં હતાં તેને લીધે તેઓને મારી નાખવામાં આવ્યા હતાં તે આત્માઓને મેં જોયા.10તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું, “ઓ સર્વોપરી પ્રભુ, પવિત્ર અને સત્ય, પૃથ્વીનાં લોકનો તમે ન્યાય કરો અને તેઓની પાસેથી અમારા રકતનો બદલો લેવાને હજી કેટલીવાર છે?”11પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો, અને તેઓને કહેવામાં આવ્યું કે, પૃથ્વી પરના તમારાં સાથી સેવકો અને તમારા ભાઈઓ અને બહેનો, જેઓ તમારી માફક માયાઁ જવાનાં છે, તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી તમે રાહ જુઓ.
12હું જોતો હતો તેવામાં તેણે છઠ્ઠી મુદ્રા ખોલી. ત્યાં એક મોટો ધરતીકંપ થયો, અને સૂર્ય નિમાળાના કામળાં જેવો કાળો થઈ ગયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો,13જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને અંજીર ખરી પડે તેમ આકાશના તારા પૃથ્વી પર પડયા.14પછી ઓળિયું વાળી લીધું હોય તેમ આકાશ સંકેલાઈ ગયું, અને દરેક પર્વતો અને ટાપુઓને તેમને સ્થાનેથી ખસેડી નાંખવામાં આવ્યા.
15પૃથ્વીનાં રાજાઓ, રાજકુમાર, અને શ્રીમંતો, અને સેનાપતિઓ, પરાક્રમીઓ, તથા દરેક જણ, ગુલામ કે સ્વતંત્ર, ગુફાઓમાં, પવઁતોના કોતરોમાં સંતાઈ ગયા.16તેઓએ પહાડોને અને પવઁતોને કહ્યું, “અમારા પર પડો અને રાજ્યાસન પર જે બિરાજેલાં છે તેમની દ્રષ્ટિથી અને હલવાનના કોપથી અમને સંતાડી દો!17કેમકે તેઓના મહા કોપનો દિવસ આવી પહોંચ્યો છે, અને કોનાથી ઊભું રહેવાય?”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d