સંદર્શન5
ઓળિયું અને હલવાન
1રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું. તેની બંને બાજુએ લખેલું હતું અને સાત મુદ્રાથી તે બંધ કરેલું હતું.2અને મેં એક પરાક્રમી દૂતને જોયો, તેણે મોટે અવાજે પોકારીને કહ્યું, “આ ઓળિયું ખોલવાને તથા તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે?”3પરંતુ સ્વર્ગમાં કે પૃથ્વીમાં કે પૃથ્વીને નીચે તે ઓળિયું ખોલવાં અને તેમાં જોવાને કોઈ સમર્થ ન હતું.4હું ખૂબ રડયો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય મળ્યું નહિ.5ત્યારે વડીલોમાંથી એકે મને કહ્યું, “રડીશ નહિ! જો યહૂદાના કુળનો સિંહ, તથા દાવિદનું મૂળ, વિજય પામ્યો છે. ઓળિયું ખોલવાને તથા સાત મુદ્રા તોડવાને તે યોગ્ય છે.”6પછી મે એક મારી નંખાયેલા જેવું હલવાન જોયું, રાજ્યાસનની મધ્યમાં ઊભેલું હતું, જેની આસપાસ ચાર જીવંત પ્રાણીઓ અને વડીલો હતાં. હલવાનને સાત શિંગડાં તથા સાત આંખો હતી, તે ઈશ્વરના સાત આત્મા છે અને જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે.7તેણે જઇને રાજ્યાસન પર બેઠેલાનાં જમણા હાથમાંથી ઓળિયું લીધું.8અને જયારે તેણે તે લીધું, ત્યારે ચાર જીવંત પ્રાણીઓ તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડયાં. તે દરેકનાં હાથમાં વીણાં અને ધૂપ ભરેલાં સોનાનાં પ્યાલા હતા, તે ધૂપ ઈશ્વરના લોકોની પ્રાર્થના છે.9અને તેઓએ નવું ગીત ગાતા કહ્યું:“તમે ઓળિયું લેવાનેતથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો,કેમકે તમને મારી નાંખવામાં આવ્યા હતા,ઈશ્વરને માટે સર્વ કુળોમાંથી, પ્રજાઓમાંથી, ભાષાના તથા દેશોમાંનાલોકોને તમે તમારાં રકત વડે ખરીદ્યાં છે.10અને તમે અમારા ઈશ્વરને માટે તેમને રાજ્ય તથા યાજક બનાવ્યાં છે.અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”11પછી મેં જોયું અને ઘણાં દૂતોનો અવાજ સાંભળ્યો, તેઓની ગણતરી લાખોલાખ અને હજારો હજારો હતી, તેઓ રાજ્યાસન તથા પ્રાણીઓ તથા વડીલોની ચારેબાજુ હતાં.12તેઓ મોટે અવાજે કહેતા હતા:“જે હલવાનને મારી નાંખવામાં આવ્યું હતું,તે સર્વ પરાક્રમ, સંપતિ, જ્ઞાન, સામર્થ્ય, માન,ગૌરવ અને સ્તુતિ પામવાંને યોગ્ય છે.”13પછી મેં સ્વર્ગમાંના દરેક પ્રાણી, પૃથ્વી પર તથા, પૃથ્વી નીચે અને સમુદ્ર પર, તેઓમાંના સૌ કોઈને એમ કહેતાં સાંભળ્યા:“રાજ્યાસન પર બેઠેલા છે તેમને તથા હલવાનનેસ્તુતિ, માન, મહિમા તથા પરાક્રમ,સદા સર્વદા હો!”14ત્યારે ચારેય પ્રાણીઓએ કહ્યું, “આમીન.” અને વડીલોએ નીચે પડીને તેમની આરાધના કરી.Biblica, Inc.