સંદર્શન13

સમુદ્રમાંથી નીકળતું પશુ

1તે અજગર સમુદ્ર કિનારે ઊભો રહ્યો, અને મેં એક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને સાત માથાં તથા દસ શિંગડાં હતાં, તેના શિંગડાં પર દસ મુગટ હતા, અને દરેક માથા પર ઈશ્વરની નિંદક નામ હતાં.2જે પશુને મેં જોયું તે ચિત્તા જેવું હતું, પણ તેના પગ રીંછના પગ જેવા હતાં અને તેનું મોં સિંહના મોં જેવું હતું. અજગરે તેને પોતાનું પરાક્રમ, રાજ્યાસન અને સત્તા આપ્યા.3પશુનું એક માથું જીવલેણ રીતે ઘાયલ થયેલું લાગતું હતું, પણ તે જીવલેણ જખમ રુઝાઈ ગયો હતો. એ જોઈને સમસ્ત જગત આશ્ચર્યચકિત થઈ ગયું અને તે પશુની પાછળ ચાલ્યું.4લોકોએ અજગરની આરાધના કરી કારણ કે તેણે પશુને અધિકાર આપ્યો હતો, અને તેઓએ પશુની પણ આરાધના કરી અને કહ્યું, “આ પશુ જેવું કોણ છે? એની સામે કોણ લડી શકે છે?”
5પછી અજગરે તે પશુને બડાઈની વાતો તથા ઈશ્વર નિંદા કરવાની છૂટ આપી અને બેંતાળીસ મહિના સુધી એમ કરવાની સત્તા આપી.6તેણે ઈશ્વરની નિંદા કરવા પોતાનું મુખ ઉઘાડયું, અને તેમનાં નામની, તેમના નિવાસસ્થાનની અને સ્વર્ગના રહેવાસીઓની નિંદા કરે.7અને તેને એવું સામઁથ્ય આપવામાં આવ્યું કે સંતોની સામે લડે, અને તેને જીતે. વળી તેને બધી જાતિઓ, પ્રજાઓ, ભાષાઓ ને રાષ્ટ્રો પર સત્તા ચલાવવાનો અધિકાર આપ્યો.8પૃથ્વી પર વસતા સવઁએ મારી નંખાયેલ હલવાનના જીવન પુસ્તકમાં જેઓનાં નામ જગતના આરંભ અગાઉ લખવામાં આવ્યા નહોતાં તે સર્વએ એ દુષ્ટ પશુની આરાધના કરી.
9જેને સાંભળવાને કાન હોય તે સાંભળે:10“જે કોઈ બીજાને દાસત્વમાં લઈ જશેતેને પોતાને દાસત્વમાં જવું પડશે.જો કોઇ બીજાને તરવારથી મારી નાખશે, તો તે,પોતે પણ તરવારથી મારી નંખાશે.”એમાં જ સંતોની સહનશકિત અને વિશ્વાસ રહેલાં છે.

પૃથ્વીમાંથી નીકળેલું પશુ

11પછી મેં બીજું એક પશુ જોયું, તે પૃથ્વીમાંથી નીકળતું હતું. તેને હલવાનનાં જેવાં બે શિંગડાં હતાં, પણ તે અજગરની જેમ બોલતું હતું.12પહેલાં પશુનો સવઁ અધિકાર તેની સમક્ષ તે ચાલે છે, અને જે પહેલાં પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાંઓની પાસે તે કરાવે છે.13અને તેણે મોટાં ચમત્કારો કર્યા, એટલે સુધી કે બધા જુએ તેમ તેણે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવ્યો.14પહેલાં પશુ વતી તેની હાજરીમાં જે ચમત્કારો કરવાનો તેને અધિકાર મળ્યો હતો તે ચમત્કારો કરીને તે જગતના લોકોને ભમાવે છે. તેણે લોકોને પ્રાણઘાતક જખમથી ઘાયલ થવા છતાં જે પશુ જીવતું રહ્યું છે તેની પ્રતિમા તેઓ બનાવે.15બીજા પશુને પહેલાં પશુની પ્રતિમામાં જીવ મૂકવાનું સામર્થ્ય તેને આપવામાં આવ્યું, જેથી તે બોલી શકે અને જેઓ તેની આરાધના ન કરે તેઓને તે મારી નાંખે.16વળી નાનાં કે મોટાં, શ્રીમંત કે ગરીબ, ગુલામ કે મુક્ત તે દરેક પોતાના જમણા હાથ પર અથવા કપાળ પર તેની નિશાની તરીકે છાપ લેવડાવે છે.17એ નિશાની સિવાયની કોઇથી વેચાયલેવાય નહિ, તે નિશાની તે પશુનું નામ કે તેનાં નામની સંખ્યા છે.
18એ બુધ્ધિનું કામ છે. જેઓ શોધી શકે એમ હોય તેઓ તે સંજ્ઞાનું અર્થધટન કરે. કેમકે એ માણસની સંખ્યા છસો છાસઠ છે.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d