સંદર્શન12

સ્ત્રી અને અજગર

1આકાશમાં એક મહાન ચિન્હ જોવામાં આવ્યું: સૂર્ય પહેરેલી એક સ્ત્રી મેં જોઈ. તેના પગ નીચે ચંદ્ર હતો અને તેના માથા પર બાર તારાનો મુગટ હતો.2તે ગર્ભવતી હતી તે પ્રસૂતિની વેદનાથી બૂમ પાડતી હતી અને છુટકારાની રાહ જોતી હતી.3એકાએક આકાશમાં એક બીજું પણ ચિહ્ન જોવામાં આવ્યું. એક લાલ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તેના માથા પર સાત મુગટ હતા.4પોતાની પૂંછડીથી ત્રીજા ભાગનાં તારા ઘસડી લઈને તેણે પૃથ્વી પર ફેંકી દીધા. પછી તે પેલી સ્ત્રીની સામે ઊભો રહ્યો. બાળકનો જન્મ થાય કે તરત જ તેને ભરખી જવા માટે તે તૈયાર હતો.5તેણે એક નર બાળકને જન્મ આપ્યો, જે સવઁ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે. તે બાળકને ઈશ્વર પાસે તેમના રાજ્યાસન સમક્ષ ઊંચકી લઈ જવામાં આવ્યો.6અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે એક હજાર બસો સાઠ દિવસ સુધી તેની સંભાળ લેવાય એવી એક જગ્યા તૈયાર કરી હતી.
7પછી આકાશમાં લડાઈ જાગી. મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા, અને અજગર અને તેના દૂતો પણ સામે લડયાં.8પણ તે પૂરતો બળવાન ન હતો, અને સ્વગઁમાં તેઓએ પોતાનું સ્થાન ગુમાવ્યું.9તે મોટા અજગરને બહાર ફેંકી દેવામાં આવ્યો, તે જ પુરાતન સર્પ જેને દુષ્ટ અથવા શેતાન કહેવામાં આવે છે, જે આખા જગતને ભમાવે છે, તેને તેના દૂતો સહિત પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.
10પછી મેં આકાશમાં એક મોટો અવાજ સાંભળ્યો:“હવે આપણા ઇશ્વરનું તારણ,તથા તેમનાં રાજ્યનું પરાક્રમ.અને તેમનાં મસીહનો અધિકાર આવ્યો છે,કેમકે આપણા ભાઈઓ અને બહેનો પર દોષ મૂકનાર,જે આપણા ઈશ્વરની સમક્ષ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે,તેને નીચે ફેંકવામાં આવ્યો છે.11તેઓએ હલવાનના રકતથીઅને પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છેતેઓએ પોતાના જીવને મરતાં સુધીવ્હાલો ગણ્યો નહિ.12એ માટે હે આકાશો હરખાવો,અને તેમાં રહેનારાંઓ!પરંતુ પૃથ્વી અને સમુદ્રને અફસોસ છે,કેમકે શેતાન તમારી પાસે નીચે ઉતરી આવ્યો છે,તે અતિશય ક્રોધાયમાન થયો છે,કેમકે તે જાણે છે કે તેની પાસે થોડોજ સમય છે.”
13અજગરે જયારે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે, ત્યારે તેણે જે સ્ત્રીને બાળક જન્મયો હતો તેને તેણે સતાવી.14તે સ્ત્રીને મોટાં ગરૂડની બે પાંખો આપવામાં આવી, જેથી તે ઊડીને તેને માટે અરણ્યમાં તૈયાર રાખવામાં આવેલી જગ્યાએ અરણ્યમાં જઈ શકે. જયાં સપઁની પહોંચથી દૂર, સમય, સમયો અને અડધા સમય સુધી તેની સંભાળ રાખવામાં આવે.15પછી સપેઁ તેના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ પેલી સ્ત્રીની પાછળ છોડયો, જેથી તે સ્ત્રીને પકડી શકે અને તેના વહેણમાં તણાઈ જાય.16પરંતુ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી અને પૃથ્વી પોતાનું મુખ ખોલીને અજગરે પોતાના મોંમાથી છોડી મૂકેલી નદીને પી ગઈ.17ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેનાં બાકીનાં સંતાનો, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈસુ સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે ગયો.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d