માથ્થી28
ઈસુ સજીવન થયા
1વિશ્રામવાર પછી અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ, કબરે જોવા આવી.2ત્યાં એક ભયંકર ધરતીકંપ થયો, પ્રભુનો એક દૂત આકાશમાંથી નીચે ઊતર્યો અને કબર પાસે જઈને પથ્થર ગબડાવીને તેના પર બેઠો.3તેનો દેખાવ વીજળીનાં જેવો હતો, અને તેમના કપડાં બરફ જેવા સફેદ હતા.4ચોકીદારો તેનાથી એટલા બી ગયાં કે તેઓ ધ્રુજી ગયા ને મરેલાં માણસ જેવાં થઇ ગયા.5દૂતે સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ! કેમકે હું જાણું છું કે ક્રૂસે જડાયેલા ઈસુને તમે શોધો છો.6તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ.7હવે ઝડપથી જઈને તેમના શિષ્યોને કહો કે તેઓ મૂએલામાંથી ઊઠયાં છે. અને તમારી આગળ ગાલીલ જાય છે ત્યાં તમે તેમને જોશો. જુઓ મે તમને કહ્યું છે.”8તેથી સ્ત્રીઓ કબરેથી ઝડપભેર નીકળી ગઇ, બીક અને આનંદ સહીત દોડીને શિષ્યોને કહેવા ગઈ.9અચાનક ઈસુ તેઓને મળ્યાં ને કહ્યું, “કુશળતા,” તેઓ તેમની પાસે આવ્યા, તેમના પગ પકડીને તેમની આરાધના કરી.10ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ! જઈને મારા ભાઈઓને કહો કે ગાલીલમાં જાય, ત્યાં તેઓ મને જોશે.”ચોકીદારોનો અહેવાલ
11જયારે સ્ત્રીઓ તેમના રસ્તામાં જતી હતી, ત્યારે ચોકીદારોમાંનાં કેટલાએકે નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી જણાવ્યું.12જયારે મુખ્ય યાજકો વડીલોને મળ્યાં અને મનસૂબો કયોઁ, તેઓએ સૈનિકોને પૈસાની મોટી રકમ આપી,13“તેઓને કહ્યું કે, તમે એવું કહેજો કે, ‘અમે રાત્રે ઊંઘતા હતા, તે દરમિયાન ઈસુનાં શિષ્યો આવીને તેમને ચોરી ગયા.’14જો રાજયપાલને આ વાતની ખબર પડશે, તો અમે તેમને સમજાવીને તમને મુશ્કેલીમાંથી બચાવી લઈશું અને તમને કશું જ થવા નહિ દઈએ.”15તેથી સૈનિકોએ પૈસા લીધા અને તેઓને સુચના આપી હતી તે પ્રમાણે કયુઁ. અને આ વાત આજ સુધી યહૂદીઓમાં વ્યાપક રીતે ફેલાયેલી છે.મહાન આદેશ
16પછી અગિયાર શિષ્યો ગાલીલમાં જયાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું તે પહાડ પર ગયાં.17જયારે તેઓએ તેમને જોયા ત્યારે તેમનું ભજન કર્યું પણ કેટલાએકને શંકા થઈ.18પછી ઈસુએ તેમની પાસે આવીને કહ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.19તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ.20અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું.”Biblica, Inc.