માથ્થી27
યહુદા પોતાને ફાંસી આપે છે
1વહેલી સવારે, બધા મુખ્ય યાજકો અને લોકોના આગેવાનોએ ઈસુને કેવી રીતે મારી નાખવા યોજના કરી.2તેથી તેઓ તેમને બાંધીને રાજ્યપાલ પિલાતના હાથમાં સોંપી દીધા.3ઈસુને દગો દેનાર યહૂદાએ જયારે જોયું કે, ઈસુને ગુનેગાર ઠરાવ્યાં છે, ત્યારે તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો થયો અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યાજકો તથા આગેવાનો પાસે પાછો ગયો,4તેણે કહ્યું મે પાપ કયુઁ છે, “પરસ્વાધીન લોહી પરસ્વાઘીન કયાઁથી મેં પાપ કર્યું છે.”તેઓએ જવાબ આપ્યો, “તે તું જાણે?” એમાં અમારે શું?5તેથી યહુદાએ મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નિકળ્યો, પછી જઈને પોતે ગળે ફાંસો ખાધો.6મુખ્ય યાજકોએ તે પૈસા લીધા અને કહ્યું, “એ લોહીનાં નાણાં છે માટે ભંડારમાં નાખવા એ નિયમની વિરુદ્ધ છે.”7આથી તેઓએ નિર્ણય કયોઁ કે આ નાણાંનો ઉપયોગ પરદેશીઓ ને દાટવા માટે કુંભારનું ખેતર ખરીદવું.8તે માટે આજ દિન સુધી તેને “લોહીનું ખેતર” કહેવામાં આવે છે.9આમ યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પુરું થયું: “ઇઝરાયેલનાં લોકોએ તેની જે કિંમત આંકી હતી તેટલી કિંમત, ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા.10અને તેઓએ તેનો ઉપયોગ કુંભારના ખેતર ખરીદવા માટે કયોઁ. જેમ પ્રભુએ મને આજ્ઞા આપી હતી તેમ,”
ઈસુ પિલાતની સમક્ષ
11તે વખતે ઈસુ રાજયપાલની આગળ ઊભા રહ્યા, અને રાજયપાલે તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?”ઈસુએ જવાબ આપ્યો, “તે તમે જ કહો છો.”12જયારે મુખ્ય યાજકો અને વડીલોએ ઈસુની વિરુધ્ધ આરોપો મૂક્યાં, છતાં તેમણે કંઈ જવાબ આપ્યો નહિ.13પછી પિલાતે તેમને કહ્યું, “તેઓ તારી વિરુધ્ધ જે સાક્ષી આપે છે તે શું તમે સાંભળતા નથી?”14પણ ઈસુએ એક શબ્દનો પણ જવાબ ન આપ્યો, રાજ્યપાલને ઘણી નવાઈ લાગી.15હવે એવો રિવાજ હતો કે પર્વમાં ટોળા દ્રારા પસંદ કરાયેલા એક બંદિવાનને રાજ્યપાલ છોડી દે.16એ સમયે ઈસુ બારાબાસ નામે એક જાણીતો બંદિવાન તેઓની પાસે હતો.17તેથી જયારે ટોળું ભેગું થયું ત્યારે પિલાતે તેઓને પૂછયું, “તમે કોને છોડવા માંગો છો? હું કોને છોડી દઉં, બારાબાસને અથવા ઈસુ જે મસીહ કહેવાય છે તેને?”18તે જાણતો હતો કે અદેખાઇને લીધે તેઓએ ઈસુને તેમના હાથમાં સોંપ્યા હતા.19જયારે પિલાત ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ કહેવડાવી મોકલ્યું કે “એ ન્યાયી માણસને તમે કંઇ કરતાં ના, કારણ કે આજે મને તેના લીધે સ્વપ્નમાં ઘણું દુઃખ થયું હતું.”20પણ મુખ્ય યાજકો અને વડીલોએ ટોળાને સમજાવ્યું કે તેઓ બારાબાસને માંગે અને ઈસુને મારી નંખાવે.21રાજ્યપાલે પૂછયું, “આ બેમાંથી તમારે માટે હું કોને છોડી મૂકું?” ત્યારે લોકોએ જવાબ આપ્યો:
“બારાબાસને.”22પિલાતે પૂછયું, “તો પછી ઈસુ જે મસીહ કહેવાય છે તેને, હું શું કરું?”
તેઓએ બૂમો પાડીને કહ્યું, “તેને ક્રૂસે જડાવો!”23પિલાતે પૂછયું, “શા માટે? તેણે શું ગુનો કયોઁ છે?”
પણ તેઓએ વધું જોરથી બૂમો પાડી, “તેને ક્રૂસે જડાવો!”24જયારે પિલાતે જોયું કે મારું કશું જ ચાલતું નથી પણ તેને બદલે હંગામો શરુ થયો છે, ત્યારે તેણે પાણી લીધું, અને ટોળા આગળ પોતાનાં હાથ ધોયા અને કહ્યું, “આ ન્યાયી માણસનાં લોહી સંબંધી હું નિર્દોષ છું. એ તમારી જવાબદારી છે!”25બધા લોકોએ જવાબ આપ્યો, “તેનું લોહી અમારે અને અમારા સંતાનોને માથે!”26પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી મૂકયો, પણ ઈસુને કોરડા મરાવીને ક્રૂસે જડવાં માટે તેને હાથમાં સોંપી દીધા.
સૈનિકોએ ઈસુની મશ્કરી કરી
27પછી રાજયપાલના સૈનિકો ઈસુને મહેલમાં લઈ જઈને, આખી સૈનિકોની પલટણ તેની આસપાસ એકઠી કરી.28તેઓએ તેમના કપડાં ઉતારી લઈને તેમને કિરમજી રંગનો ઝભ્ભો પહેરાવ્યો.29અને પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથે મૂકયો, તેમના જમણા હાથમાં સોટી આપી. અને તેમની આગળ ઘૂંટણે પડીને મશ્કરી કરતાં કહ્યું, “હે યહૂદીઓનાં રાજા સલામ!”30તેઓ તેમના પર થૂંક્યાં, અને સોટી લઈને તેમના માથામાં વારંવાર મારી.31તેમની મશ્કરી કરી રહયાં પછી તેઓએ ઝભ્ભો ઉતારી લઈને તેમનાં પોતાનાં કપડાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને ક્રૂસે જડવાંને માટે લઈ ગયા.ઈસુને ક્રૂસે જડયા
32જયારે તેઓ બહાર જતા હતા ત્યારે તેઓ કૂરેનીનો, સિમોન નામે એક માણસ મળ્યો અને તેઓએ તેને ક્રૂસ ઉંચકવા બળજબરી કરી.33તેઓ ગલગોથા નામની જગ્યા એટલે કે ખોપરીની જગ્યાએ આવી પહોંચ્યા.34ત્યાં સૈનિકોએ ઈસુને પિત સાથે ભેળેલો સરકો પીવાને આપ્યો પણ ચાખ્યા પછી તેમણે તે પીવાની ના પાડી.35જયારે તેઓએ તેમને ક્રૂસે જડયાંં પછી, તેઓએ ચિઠ્ઠી નાખીને તેમનાં કપડાં વહેંચી લીધા36પછી ત્યાં નિચે બેસીને તેમની ચોકી કરવા લાગ્યા.37તેઓએ તેના માંથાની ઉપર લખેલું તોહમતનામું મૂકયું:“આ ઈસુ છે યહૂદીઓનો રાજા.”38બે લૂંટારાને પણ તેમની સાથે ક્રૂસે જડવામાં આવ્યા હતા, એક તેમની જમણી અને એક તેમની ડાબી બાજુએ.39ત્યાં થઈને પસાર થતાં લોકોએ પોતાનાં માથાં હલાવીને ઈસુનું અપમાન કયુઁ,40અને કહ્યું “મંદિરને પાડી નાંખીને ત્રણ દિવસમાં ફરી બાંધનાર તું પોતાને બચાવ, અને જો તું ઈશ્વરપુત્ર હોય તો ક્રૂસ ઉપરથી નીચે ઊતરી આવ.”41તે જ પ્રમાણે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલોએ તેમની મશ્કરી કરી,42તેઓએ કહ્યું “બીજાઓને તેણે બચાવ્યાં પણ પોતાને તે બચાવી શકતો નથી. તે ઇઝરાયેલનો રાજા છે, તેને ક્રૂસ ઉપરથી હમણાં નીચે ઊતરી આવ! એટલે અમે તેનાં પર વિશ્વાસ કરીશું.43તેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો છે, જો તેઓ તેને ચાહતા હોય તો હમણાં તે તેને છોડાવશે. કેમકે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો પુત્ર છું.’ ”44તેમની સાથે ક્રૂસે જડાયેલાં બળવાખોરોએ પણ તેમનું અપમાન કયુઁ.
ઈસુનું મરણ
45બપોરથી માંડીને ત્રણ કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો.46આશરે બપોરે ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી, “એલી, એલી, લામા શબક્થની?” એટલે કે, “મારા ઈશ્વર! મારા ઈશ્વર! તમે મને કેમ તજી દીધો છે?”47ત્યાં ઊભેલાં કેટલાકે સાંભળીને, કહ્યું કે, “તે એલિયાને બોલાવે છે.”48તરત તેઓમાંનો એક જણ દોડીને વાદળી લઈને સરકાથી તે બોળી અને તેને લાકડી પર મૂકીને ઈસુને ચૂસવા આપી.49બાકીનાઓએ કહ્યું, “હવે તેને એકલો રહેવા દો; આપણે જોઈએ કે એલિયા તેને બચાવવાં આવે છે કે નહિ.”50અને પછી ઈસુએ ફરી મોટેથી બૂમ પાડીને તેમણે પોતાનો પ્રાણ છોડયો.51એ જ ક્ષણે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ચિરાઈ ગયો. ધરતી કાંપી ને, ખડકો ફાટી ગયા52અને કબરો ઊઘડી ગઈ. મૃત્યુ પામેલાં ઘણા મૃત્યુ પામેલા પવિત્ર લોકોના શરીરો સજીવન કરવામાં આવ્યા.53ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોને દેખાયા.54જયારે સુબેદાર અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઇ બન્યું હતું તે જોયું, ત્યારે તેઓ ગભરાય ગયાં અને કહ્યું, “સાચે જ એ ઈશ્વરપુત્ર હતા!”55ઘણી સ્ત્રીઓ ત્યાં હતી, તેઓ દૂર રહીને જોઈ રહી હતી. ઈસુની સેવા કરતાં છેક ગાલીલથી તેમની પાછળ આવેલી હતી.56તેઓમાં મરિયમ માગદાલેણ, યાકોબની તથા યોસેફની મા મરિયમ અને ઝબદીના દિકરાઓની માં હતી.ઈસુનું દફન
57સાંજ પડી ત્યારે અરિમથાઈનો એક શ્રીમંત માણસ ત્યાં આવ્યો, તેનું નામ યોસેફ હતું, જે પોતે ઈસુનો શિષ્ય બન્યો હતો.58તેણે પિલાત પાસે જઈને ઈસુના શબની માંગણી કરી, તેને શબ આપવામાં આવે એવો હુકમ પિલાતે કર્યો.59યોસેફે શબ લઈને તેના પર શણનું ચોખ્ખા કપડાંમાં તે વિટાળ્યું.60અને તેણે તેને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂકયું. એક મોટો પથ્થર કબરનાં દ્રાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.61મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ, કબરની સામે બેઠેલી હતી.કબર પર ચોકીપહેરો
62તૈયારીના બીજે દિવસે, મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા.63તેઓએ કહ્યું, “સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહ્યું હતું કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો સજીવન થઈશ.’64તેથી ત્રણ દિવસ સુધી કબર પર જાપ્તો રાખવાનો હુકમ કરો, નહિતર તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી જઈને બધાને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આમ છેલ્લી ભુલ પહેલીના કરતાં વધારે મોટી થશે.”65પિલાતે તેઓને કહ્યું, “સૈનિકો લો, જાવ ને તમારાથી બને તેઓ જાપ્તો રખાવો.”66તેથી તેઓ ગયા ને પથ્થર પર મુદ્રા મારી અને ચોકીદારો ગોઠવીને કબરને સુરક્ષિત કરી.Biblica, Inc.