યોહાન17

મહિમાવાન થવા માટે ઈસુ પ્રાર્થના કરે છે

1આ કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ જોઈને પ્રાથઁના કરી;
“પિતા, સમય આવી ચૂકયો છે. તમારાં દીકરાનો મહિમા પ્રગટ કરો, કે તમારો દીકરો તમને મહિમાવાન કરે.
2પૃથ્વીનાં સર્વ લોકો પર તેને અધિકાર આપ્યો છે તમે જેઓને તેમને સોંપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે.3હવે અનંતજીવન આ છે: જેથી તેઓ તમને, તેઓ તમને એટલે એક માત્ર સત્ય ઈશ્વરને ઓળખે, અને સાથે ઈસુ મસીહને, જેને તમે મોકલ્યો છે.4તમે સોંપેલું કામ, પૂર્ણ કરીને મેં પૃથ્વી પર તમને મહિમાવાન કર્યા છે.5અને હવે હે પિતા, જગત ઉત્પન્ન થયા પહેલાં મારો જે મહિમા હું તમારી સાથે ભોગવતો હતો તે પ્રગટ કરો.

ઈસુ પોતાના શિષ્યો માટે પ્રાથઁના કરે છે

6“મે તમને પ્રગટ કયાઁ છે જગતમાંથી જેઓને તમે મને આપ્યા. તેઓ તમારા હતા; ને તમે તેઓને મને સોંપ્યા છે અને તેઓએ તમારા વચન પાળ્યા છે.7હવે તેઓ જાણે છે કે તમે મને જે કંઇ આપ્યું છે તે સવઁ તમારાં તરફથી આવ્યું છે.8કેમકે જે વચનો તમે મને આપ્યા હતાં તે મેં તેઓને આપ્યા છે અને તેઓએ તે સ્વીકાયાઁ છે. તેઓ હવે ખાતરીપૂર્વક જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું; અને તમે મને મોકલ્યો છે એવો વિશ્વાસ કરે છે.9હું તેમને માટે પ્રાથઁના કરું છું, હું જગતને માટે પ્રાથઁના કરતો નથી, પરંતુ જેઓને તમે મને આપ્યા છે, કેમકે તેઓ તમારાંં છે.10જે સર્વ મારાંં છે, તે તમારાંં છે. અને જે તમારાંં છે, તે મારાંં છે, અને તેમના દ્વારા મને મહિમા મળ્યો છે.11હવે હું જગતમાં રહેવાનો નથી, પણ તેઓ હજી જગતમાંં છે, હું તમારી પાસે આવું છું, પવિત્ર પિતા, જેઓને તમે મને સોંપ્યા છે, તેઓને તમારું નામ, જે તમે મને આપ્યું છે તે વડે બધાંને સંભાળો કે જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય.12જયારે હું તેમની સાથે હતો, ત્યારે મે તેઓનું રક્ષણ કર્યું અને જે નામ તમે મને આપ્યું તેમાં તેઓને સુરક્ષિત રાખ્યા છે. અને શાસ્ત્રવચન પૂણઁ થવા સારું જે નાશ પામવાનો નિણઁય કરવામાં આવ્યો હતો તે સિવાય કોઇનો નાશ થયો નથી.
13“હમણાં હું તમારી પાસે આવું છું, પણ હું તમને આ બધુ કહું છું જયારે હું હજી જગતમાં છું, જેથી મારો આનંદ તેઓમાં સંપૂણઁ થાય.14મેં તેઓને તમારું વચન આપ્યું છે. અને જગતે તેઓને ધિક્કાયાઁ છે, કેમકે જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.15તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું પ્રાથઁના કરતો નથી પણ તમે તેમને દુષ્ટથી બચાવે.16જેમ હું આ જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.17તમારાંં વચનો સત્ય છે. સત્યથી તેઓને પવિત્ર કરો.18જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યાં છે.19હું તેઓને માટે પોતાને પવિત્ર કરું છું, જેથી તેઓ પણ ખરેખર પવિત્ર થાય.

ઈસુ સઘળા વિશ્વાસી માટે પ્રાથઁના કરે છે

20“મારી પ્રાથઁના ફક્ત તેઓને માટે જ નથી. પણ જેઓ મારા પર તેમના વચન દ્ગારા વિશ્વાસ કરે છે તેઓને માટે પણ હું પ્રાર્થના કરું છું.21તેઓ બધા એક થાય, હે પિતા! જેમ તમે મારામા અને હું તમારામાં. તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી જગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.22જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય23હું તેઓમાં અને તમે મારાંમાં, જેથી તેઓ સંપૂર્ણ રીતે એક થાય. જેથી જગત જાણે કે તમે મને મોકલ્યો છે અને જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે તેવો જ પ્રેમ તેઓના પર પણ રાખો છો.
24“પિતા, હું ઇચ્છું છું કે જે લોકો તમે મને આપ્યા છે તેઓ જયાં હું છું ત્યાં મારી સાથે રહે, અને મારો મહિમા જે તમે મને આપ્યો છે તે જુએ. કેમકે જગતની ઉત્પતિ પહેલાં તમે મારા પર પ્રેમ કયોઁ હતો.
25“હે ન્યાયી પિતા, જગત તમને ઓળખતું નથી, પણ હું તમને ઓળખું છું અને તેઓ જાણે છે કે તમે મને મોકલ્યો છે.26મે તેઓને તમને ઓળખાવ્યાં છે, અને હું તમને ઓળખાવતો રહીશ, જેથી જે પ્રેમ તમને મારા પર છે તે તેઓમાં રહે અને હું પોતે તેઓમાં રહું.”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d