યોહાન16
1“તમે પડી ના જાઓ એ માટે મેં આ વાતો તમને કહી છે.2તેઓ તમને સભાસ્થાનોમાંથી બહાર કાઢી મુકશે, ખરેખર એવો સમય આવે છે કે, જયારે તમને કોઇ મારી નાંખશે ત્યારે તેઓ ઈશ્વરની સેવા કરી રહ્યા છે, તેમ તેઓને લાગશે.3તેઓ પિતાને કે મને ઓળખતા નથી, માટે તેઓ આ બધું કરશે.4આ બધુ મેં તમને કહ્યું છે, જયારે તે સમય આવે, ત્યારે તમને યાદ આવે કે એ વિશે મેં તમને ચેતવ્યા હતા. આ વિશે મેં તમને અગાઉથી કહ્યું ન હતું, કેમકે હું તમારી સાથે હતો.5હવે હું મારા મોકલનારની પાસે પાછો જાઉં છું, તમારામાંનો કોઇ મને પૂછતો નથી કે તમે કયાં જાવ છો?6મે તમને કહ્યું તેને કારણે તમે શોકથી ભરપૂર છો.7પણ હું તમને સાચે જ કહું છું કે મારું જવું તે તમારાં હિતમાં છે જયાં સુધી હું નહિ જાઉં, ત્યાં સુધી સહાયક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જઉ તો તેને હું તમારી પાસે મોકલી દઈશ.8જયારે તે આવશે, ત્યારે તે જગતને તેના પાપ વિશે, ન્યાયપણા અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવશે.9પાપ વિશે, કેમકે લોકો મારાંમાં વિશ્વાસ કરતાં નથી;10ન્યાયીપણા વિશે; કેમકે હું પિતા પાસે જઈ રહ્યો છું અને હવે પછી તમે મને જોશો નહિ;11ન્યાયચુકાદા વિશે; કેમકે આ જગતના અધિકારીઓ દોષિત ઠયાઁ છે.12“મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી.13પણ જયારે તે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સવઁ સત્યમાં દોરી જશે. કેમકે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કાંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થવાનું છે તે તમને કહી દેખાડશે.14તે મને મહિમાવાન કરશે, કેમકે મારું જે છે તેમાનું લઇને તે તમને જણાવશે.15જે પિતાનાં છે તે સર્વ મારા છે; અને તેટલાં માટે મે તમને કહ્યું કે આત્મા મારી પાસેથી જે કંઇ લેશે તે તમને જણાવશે.”
શિષ્યોનો શોક આનંદમાં ફેરવાશે
16ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું “થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને થોડીવાર પછી તમે મને જોશો.”17તેમના કેટલાક શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા, “થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને થોડીવાર પછી તમે મને જોશો. કારણ કે હું પિતા પાસે જાઉં છું. તેઓ આનાથી શું કહેવા માંગે છે?”18તેઓ સતત પૂછતાં રહ્યા, “થોડીવાર પછી એટલે તેનો શું અથઁ થાય? તેઓ શું કહે છે, તે અમે સમજતા નથી.”19ઈસુએ જાણ્યું કે તેઓ તેમને એ વિશે પૂછવાં ચાહે છે, તેથી તેમણે તેમને કહ્યું, કે જયારે મે કહ્યું “થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને થોડીવાર પછી તમે મને જોશો” તમે માંહોમાંહે પૂછો છો તેનો શું અથઁ થાય?20હું તમને સાચે જ કહું છું કે તમે રડશો ને શોક કરશો અને જગત આનંદ પામશે, તમે દિલગીર થશો પરંતુ તમારી દિલગીરી આનંદમાં ફેરવાઈ જશે.21જયારે બાળકને જન્મ આપતી સ્ત્રીને પીડા થાય છે, કેમકે તેનો સમય આવ્યો છે; પણ જયારે તેનું બાળક જન્મે છે ત્યારે તેનું દુઃખ ભુલી જાય છે. કેમકે જગતમાં બાળક જન્મ્યું છે.22તમારા માટે પણ એવું જ છે, હમણાં તો તમારે દિલગીર થવાનો સમય છે, પણ હું તમને ફરીથી મળીશ ત્યારે તમે આનંદ પામશો અને તમારો એ આનંદ કોઈ છીનવી લઈ શકશે નહિ.23તે દિવસે તમે મને કાંઈ પૂછશો નહિ, હું તમને સાચે જ કહું છું કે મારા નામે તમે જે કાંઇ માંગશો, તે મારા પિતા તમને આપશે.24હજી સુધી મારે નામે તમે કાંઇ માંગ્યું નથી; માંગો અને તમને મળશે, અને તમારો આનંદ સંપૂણઁ થશે.25“જો કે હું તમારી સાથે દ્રષ્ટાંતોમાં બોલું છું. એવો સમય આવે છે કે, જયારે હું આવી ભાષાનો ઉપયોગ નહિ કરું, પણ હું તમને મારા પિતા વિશે સ્પષ્ટ કહીશ.26તે દિવસે તમે મારા નામમાં માંગશો. હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ.27ના, કારણ કે પિતા પોતે તમને પ્રેમ કરે છે કેમકે તમે મને પ્રેમ કયોઁ છે, અને હું પિતા પાસેથી આવ્યો છું તેવો તમે વિશ્વાસ કયોઁ છે.28હું, પિતા પાસેથી જગતમાં આવ્યો છું હવે હું જગત છોડી ને પિતા પાસે પાછો જાઉં છું.”29પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તમે દ્રષ્ટાંતો વિના સ્પષ્ટ રીતે બોલો છો.30હવે અમે જોઈએ છીએ કે તમે સઘળું જાણો છો અને કોઇ તમને પૂછે એવી તમને અગત્ય નથી. એ પરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.”31ઈસુએ જવાબ આપ્યો કે, “શું હવે તમે વિશ્વાસ કરો છો?”32સમય આવી રહ્યો છે, અને હકીકતમાં એ આવી ચૂકયો છે કે, જયારે તમે વિખેરાઈ જશો, દરેક પોતપોતાને ઘરે; તમે મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમકે પિતા મારી સાથે છે.33“મે તમને આ સઘળું કહ્યું છે જેથી મારાંમાં તમને શાંતિ મળે, આ જગતમાં તમને સંકટ છે. પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.”Biblica, Inc.