યાકોબ3
જીભને વશ કરવી
1મારા ભાઈઓ, તમારામાંથી ઘણાએ શિક્ષક ન બનવું જોઈએ, કારણ કે તમે જાણો છો કે આપણે જેઓ શિક્ષણ આપીએ છીએ તેમનો ન્યાય વધું કડક રીતે થશે.2આપણે બધા ઘણી રીતે ભૂલો કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂણઁ છે, અને તે પોતે પોતાના આખા શરીરને અંકુશમાં રાખવાને શકિતમાન છે.3જયારે આપણે ઘોડાઓને અંકુશમાં રાખવા માટે તેમના મોમાં લગામ ઘાલીએ છીએ, ત્યારે આપણે આખા પ્રાણીને ફેરવી શકીએ છીએ.4અને ઉદાહરણ તરીકે એક જહાંજ લો, જો કે તે મોટા હોય અને ભારે પવનથી ધકેલાય છે, તોપણ તેને એક નાનાં સુકાનથી સુકાનીની મરજી હોય તેમ ચલાવવામાં આવે છે.5એ જ પ્રમાણે જીભ પણ શરીરનો એક નાનો અવયવ છે, છતાં પણ તે મોટી બડાઈ મારે છે. અગ્નિના એક નાનું તણખલું કેવાં મોટા જંગલમાં આગ લગાડે છે તેનો વિચાર કરો.6જીભ પણ અગ્નિની છે, શરીરનાં અવયવોમાં દુષ્ટતાનું જગત છે. તે આખા શરીરને ભ્રષ્ટ કરે છે, તે આખા જીવનને આગ લગાડે છે, અને તે પોતે નરકની આગમાં ભસ્મીભૂત કરવામાં આવેલી છે.7દરેક પ્રકારનાં પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે,8પણ કોઈ માણસ જીભને વશ કરી શકતો નથી. તે એક અશાંત દુષ્ટતા છે, તે પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.9જીભથી આપણે આપણા પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને તે દ્રારા આપણે માણસોને શાપ પણ આપીએ છીએ.10સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે, મારા ભાઈઓ અને બહેનો, આવું તો ન જ થવું જોઈએ11શું ઝરણું એક જ મુખમાંથી મીઠું અને ખારું પાણી આપી શકે?12મારા ભાઈઓ અને બહેનો, શું અંજીર જૈતફળ અથવા દ્રાક્ષાવેલા પરથી અંજીર મેળવી શકાય? તેમજ ખારા પાણીનું ઝરણ મીઠું પાણી આપી શક્તું નથી.બે પ્રકારનું જ્ઞાન
13તમારામાં જ્ઞાની અને સમજુ કોણ છે? તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે.14પણ જો તમારાં હ્રદયમાં કડવાશ, ઈષાઁ અને સ્વાથીઁ મહત્વાકાંક્ષા હોય, તો તેના વિશે બડાશ મારો નહિ કે સત્યનો ઇનકાર ન કરો.15આવું “જ્ઞાન” સ્વગઁથી ઉતરેલું નથી પણ તે પૃથ્વી પરનું છે, અનાધ્યાત્મિક અને શેતાની છે.16કારણ કે જયાં અદેખાઈ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂંડાઈ છે.17પરંતુ સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ છે; અને શાંતિપ્રિય, વિચારશીલ, આધીન, નમ્ર, સારા ફળથી ભરપૂર, નિષ્પક્ષપાત અને દંભરહિત છે.18વળી સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, ને ન્યાયપણું લણે છે.Biblica, Inc.