2 પિતર1

1આપણા ઈશ્વર અને તારનાર ઈસુ મસીહના ન્યાયીપણાંથી અમારા જેવો જ મૂલ્યવાન વિશ્વાસ મેળવનારા:
તમો સૌને પત્ર લખનાર ઈસુ મસીહના સેવક અને પ્રેષિત સિમોન પિતરની સલામ,
2ઈશ્વર અને પ્રભુ ઈસુના જ્ઞાનથી તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.

તેડું અને પસંદગી

3જેમણે પોતાના મહિમા વડે અને ભલાઇથી આપણને બોલાવ્યા છે, તેમના જ્ઞાનથી તેમની ઇશ્વરી શક્તિએ આપણને ઈશ્વરભક્તિપૂણઁ જીવનને લગતાં તમામ વાનાં પૂરાં પાડયા છે.4તેનાંથી તેમણે આપણને મૂલ્યવાન અને મહાન વચનો આપ્યા છે, જેથી તેમના દ્રારા તમે જગતમાંની જે દુવાઁસનાને કારણે થતાં ભ્રષ્ટાચારથી છુટકારો મેળવીને ઇશ્વરી સ્વભાવના તમે ભાગીદાર થાઓ કે આપણી ચારે તરફ રહેલાં લાલસા અને દુરાચારથી છોડાવીને તેમણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનાવવાનું વચન આપેલું છે.
5એ જ કારણથી તમારાં વિશ્વાસની સાથે ભલાઈ; અને ભલાઇની સાથે જ્ઞાન; ઉમેરવાનો પ્રયત્ન કરો;6ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધિરજ; ને ધિરજની સાથે ભકિતભાવ;7અને ભકિતભાવની સાથે બંધુપ્રીતી; અને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો.8કેમકે જો આ સઘળાં તમારામાં હોય અને તેઓની વૃધ્ધિ થાય, તો તે તમને આપણા પ્રભુ ઈસુ મસીહનાં જ્ઞાનમાં તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.9પણ જેની પાસે એ નથી તે અંધ છે અથવા ટૂંકી દ્રષ્ટિવાળો છે, અને તે ભુલી જાય છે કે તે પોતાના આગલા પાપોથી શુધ્ધ થયો છે.
10તેથી મારા ભાઈઓ અને બહેનો, તમને મળેલાં તેળા તથા પસંદગી નક્કી કરવા સારું પુરો પ્રયાસ કરો. કેમકે જો તમે આ બાબતો કરશો તો તમે કયારેય ઠોકર ખાશો નહિ,11અને આપણા પ્રભુ તથા તારનાર ઈસુ મસીહના સાર્વકાલિક રાજ્યમાં તમારું ભવ્ય સ્વાગત થશે.

શાસ્ત્રની ભવિષ્યવાણી

12તેથી, હું તમને હંમેશા આ બાબતોનું સ્મરણ કરાવીશ, જો કે તમે આ જાણો છો અને જે સત્ય તમારી પાસે છે તેમાં સ્થિર છો.13જયાં સુધી હું આ શરીરરૂપી માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવવું એ મને યોગ્ય લાગે છે,14કારણ કે હું જાણું છું કે આપણા પ્રભુ ઈસુ મસીહે સ્પષ્ટ કયુઁ છે તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે.15અને મારા મરણ પછી પણ આ બાબતો તમે હંમેશાં યાદ રહે માટે હું પુરો પ્રયત્ન કરીશ.
16કેમકે જયારે અમે તમને આપણા પ્રભુ ઈસુ મસીહના સામર્થ્ય અને તેમના પુનરાગમન વિશે અમે જે કહ્યું છે, ત્યારે અમે ચતુરાયથી કોઈ કાલ્પનિક વાતાઁને અનુસયાઁ ન હતા, પણ અમે તેમનાં મહીમાને પ્રત્યક્ષ જોનારા હતા.17કેમકે જયારે મહીમાવંત મહીમામાંથી તેમને એવી વાણી સંભળાઇ “આ મારો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું.” ત્યારે તેમને ઈશ્વર પિતા તરફથી માન અને મહિમા પ્રાપ્ત થયા.18જયારે અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા, ત્યારે અમે એ વાણી સાંભળી હતી.
19વળી અમારી પાસે એથી વધારે ખાતરીપુવઁક વાત એટલે ભવિષ્યવચન છે, અંધારામાં પ્રકાશ કરનાર દીવાનાં જેવા જાણીને, જયાં સુધી દિવસ ઉગે અને સવારનો તારો તમારા હ્રદયોમાં ઉગે, ત્યાં સુધી તમે તેના પર ઘ્યાન આપો તો સારું.20આ ઉપરાંત, તમારે જાણવું કે શાસ્ત્રમાનું એકે ભવિષ્યવચન કોઈ પ્રબોધકે પોતાના અથઁઘટનથી નથી આવ્યું.21કેમકે કોઈ પણ ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે આવ્યું નથી, પરંતુ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચનો બોલ્યાં.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d