1 પિતર5
વડીલોને અને ટોળાને
1તમારામાંના વડીલોને, હું સાથી વડીલ તરીકે અને મસીહના દુઃખોના સાક્ષી કે જેવો પ્રગટ થનારા મહિમાના ભાગીદાર થશે:2ઈશ્વરનું જે ટોળું તમારી પાસે છે તેનું પાલન પોષણ કરો, ફરજ પડયાંથી નહિ પણ ઈશ્વર ઇચ્છે છે તેમ સમજી ખુશીથી કરો; અપ્રમાણીત નફાને માટે નહિ, પણ સેવા કરવા માટે ઉત્સાહી બનો;3તમને સોંપેલા લોકો પર ધણીપણું ન કરો, પણ તમે ટોળાને નમૂનારૂપ થાવ.4જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે, ત્યારે મહિમાનો કદી કરમાય ન જનાર મુગટ તમને મળશે.5એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. તમે એકબીજા પ્રત્યે નમ્રતા પહેરી લો; કેમકે“ઈશ્વર ગવિઁષ્ઠોની વિરુધ્ધ છે,પણ નમ્રજનો પર કૃપા રાખે છે”6એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે પોતાને નમ્ર બનાવો, જેથી તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકશે.7તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમકે તે તમારી સંભાળ લે છે.8સાવધ રહો, અને જાગતાં રહો. તમારો શત્રુ શેતાન ગર્જના કરતા સિંહની જેમ તે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.9તમે વિશ્વાસમાં દ્રઢ રહો અને તેની સામા થાવ કેમકે તમે જાણો છો કે પૃથ્વી પર વિશ્વાસીઓના પરીવારો પણ એવાં જ દુઃખોમાંથી પસાર થઈ રહ્યાં છે.10અને સવઁ કૃપાના ઈશ્વર, જેમણે તમને મસીહમાં પોતાના સવઁકાળના મહિમામાં બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી ફરીથી તમને સ્થાપીત કરશે અને તમને બળવાન દ્રઢ અને સ્થિર બનાવશે.11તેમને સદાસર્વકાળ સુધી સત્તા હો, આમીન.અંતિમ શુભેચ્છાઓ
12સિલ્વાનુસ જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની મદદથી મેં તમને ટુંકમાં લખ્યું છે, તમને ઉત્તેજન આપી અને સાક્ષી આપી છે કે, આ તો ઈશ્વરની ખરી કૃપા છે તેમાં સ્થિર ઉભા રહો.13બેબિલોનમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરવામાં આવી છે, તે તથા મારો દીકરો માર્ક તમને શુભેચ્છા પાઠવે છે.14પ્રેમનાં ચુંબનથી એકબીજાને સલામ કરજો.તમે જેઓ મસીહમાં છો તે સર્વને શાંતિ થાઓ!
Biblica, Inc.