1 યોહાન2
1મારાંં વહાલાં બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ લખું છું, પણ જો કોઈ પાપ કરે તો આપણે માટે પિતાની સમક્ષ એક મધ્યસ્થ છે, એટલે ઈસુ મસીહ જે ન્યાયી છે તે.2તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને તે કેવળ આપણા જ નહિ પરંતુ સમગ્ર જગતનાં પાપનું.3જો આપણે તેમની આજ્ઞા પાળીએ તો એથી ખાતરી થાય છે કે આપણે તેમને ઓળખીએ છીએ.4જો કોઈ કહે કે, “હું તેમને જાણું છું.” પણ તેમની આજ્ઞા પ્રમાણે ચાલતો ન હોય તો તે જૂઠો છે, અને તે વ્યકિતમાં સત્ય નથી.5પણ જેઓ તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે તો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ખરેખર સંપૂણઁ થયેલો છે, એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનામાં છીએ.6જે કોઈ કહે છે કે, હું તેમનામાં છું. તેણે જેમ ઈસુ ચાલ્યા તેમ ચાલવું જોઈએ.7વહાલાં મિત્રો, હું તમને કોઇ નવી આજ્ઞા નથી લખતો જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી, જે સંદેશ તમે સાંભળ્યો છે તે જ જૂની આજ્ઞા છે.8તોપણ હું તમને આ નવી આજ્ઞા લખું છું; જેની સત્યતા તેમનામાં અને તમારાંમાં પણ જોવા મળે છે, કેમકે અંધકાર જતો રહે છે, અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે.9જો કોઈ એમ કહેતો હોય કે તે પ્રકાશમાં ચાલે છે પણ પોતાના ભાઈ કે બહેનને ધિક્કારતો હોય તો તે હજી પણ અંધકારમાં જ છે.10પણ જે કોઈ પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં જીવે છે, તેથી તેમના માટે ઠોકર ખાવાનું કોઈ કારણ રહેતું નથી.11પણ જે કોઈ પોતાના ભાઈ અને બહેનને ધિક્કારે છે તે અંધકારમાં છે, અને તેની આસપાસ ચાલે છે. તેઓએ જાણતાં નથી કે તેઓ કયાં જાય છે, કેમકે અંધકારે તેમને અંધ કયાઁ છે.
લખવાં માટેનું કારણ
12વહાલાં બાળકો, હું તમને લખું છું,કેમકે તેમનાં નામની ખાતર તમારાંં પાપ માફ કરવામાં આવ્યા છે.13પિતાઓ હું તમને લખું છું કે,કેમકે જે આરંભથી છે તેમને તમે ઓળખો છો.જુવાનો, હું તમને લખું છું,કેમકે તમે દુષ્ટને જીત્યો છે.14વહાલાં બાળકો, હું તમને લખું છું,કેમકે તમે પિતાને ઓળખો છો.જુવાનો, હું તમને લખું છું,કેમકે તમે શકિતશાળી છો.ઈશ્વરનું વચન તમારાંમાં છે,તમે શેતાન પર જીત પામ્યા છો.જગત પર પ્રેમ ન રાખો
15તમે જગત પર તથા જગતની કોઈ બાબતો ઉપર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેમનામાં પિતા પ્રત્યેનો પ્રેમ નથી.16કેમકે જગતમાં જે બધું છે, દૈહિક ઈચ્છાઓ, આંખોની લાલસા, અને જીવવનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી આવે છે.17આ જગત અને તેની લાલસા જતાં રહેશે, પણ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે સદા રહેશે.પુત્રનો ઇનકાર કરવા વિરુધ્ધ ચેતવણી
18વહાલાં બાળકો, આ છેલ્લો સમય છે; મસીહ વિરોધી આવનાર છે તે વિશે તમે સાંભળ્યું છે, તેમ હમણાં પણ આવાં ઘણાં મસીહ વિરોધી પ્રગટ થયા છે, તેથી આપણે જાણીએ છે કે આ છેલ્લો સમય છે.19તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ ખરેખર તેઓ આપણામાંના ન હતા, જો તે આપણામાંના હોત તો તે આપણી સાથે રહેત; પણ તેમના જવાથી ખબર પડી કે તેઓ આપણામાંના ન હતા.20પણ તમે તો જે પવિત્ર છે તેનાથી અભિષિકત થયા છો, અને તમે બધાં સત્ય જાણો છો.21તમે સત્ય જાણતા નથી માટે હું લખું છું એમ નહિ, પણ તમે તેને જાણો છો કે સત્યમાં થી કંઈ જૂઠું આવતું નથી.22જૂઠો કોણ છે? જે કોઈ ઈસુ તે મસીહ હોવાનો ઈન્કાર કરે છે. એ જ માણસ મસીહ વિરોધી છે, જે પિતા અને પુત્રનો ઈન્કાર કરે છે.23જે કોઈ પુત્રનો ઈન્કાર કરે છે તેની પાસે પિતા નથી; જે કોઈ પુત્રને કબૂલ કરે છે તેની પાસે પિતા પણ છે.24તેથી શરૂઆતથી તમે જે સાંભળ્યું છે, તે તમારામાં રહે. જો તમે તે પ્રમાણે કરશો તો તમે પણ પિતા તથા પુત્રમાં રહેશો.25અને જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ છે, અનંતજીવનનું વચન.26જે લોકો તમને ભમાવીને આડે માર્ગે દોરી જાય છે તેમના વિશે મેં તમને આ લખ્યું છે.27તમારા માટે, તેણે તમને જે અભિષેક કયોઁ તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કોઈ અગત્ય નથી, પણ જેમ તેમનો અભિષેક તમને બધી બાબતો શીખવે છે તે સત્ય છે અને તે જૂઠો નથી, અને જેમ તેમણે તમને શીખવ્યું તેમ તમે તેમનામાં રહો.ઇશ્વરના બાળકો અને પાપ
28અને હવે, વહાલાં બાળકો, તેમનામાં રહો, જેથી જયારે તે પ્રગટ થાય, તો આપણામાં હિમંત આવે, ને તેમના આગમન સમયે શરમાઈએ નહિ.29જો તમે જાણો છો કે તે ન્યાયી છે, તો તમે જાણો છો કે જે કોઈ ન્યાયપણું કરે છે તે દરેક તેમનાથી જન્મેલો છે.Biblica, Inc.