1 યોહાન1

જીવનનાં શબ્દની પ્રસ્તાવના

1કે જે આરંભથી હતાં, જેમને અમે સાંભળ્યાં, જેમને અમારી આંખોએ નિહાળ્યાં, જેમને અમે જોયા અને પોતાને હાથે સ્પર્શ કયોઁ, એ જીવનના શબ્દ સંબંધી અમે તમને પ્રગટ કરીએ છીએ.2તે જીવન પ્રગટ થયું; અમે તે જોયું અને તેના સંબંધી સાક્ષી પુરીએ છીએ, અને અમે તે સાર્વકાલિક જીવન પ્રગટ કરીએ છીએ, કે જે પિતાની સાથે હતા અને અમારી સમક્ષ પણ પ્રગટ થયા.3અમે પોતે જે જે જોયું અને સાંભળ્યું છે તે વિશે અમે તમને કહીએ છીએ, જેથી અમને પણ અમારી સાથે સંગત હોય. અને આપણી સંગત પિતા તેમજ તેમના પુત્ર ઈસુ મસીહની સાથે થાય.4એમ અમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે અમે આ લખીએ છીએ.

પ્રકાશ અને અંધકાર, પાપ અને માફી

5જે સંદેશો અમે તેમના તરફથી સાંભળ્યો છે, તે અમે તમને જણાવીએ છીએ: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં જરા પણ અંધકાર નથી.6તેથી જો આપણે તેમની સંગતમાં છીએ એવો દાવો કરીને છતાં અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ, અને સત્યથી વતઁતા નથી;7પણ જો જેમ તેઓ પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજા સાથે સંગતનો છે, અને તેમના પુત્ર ઈસુનું લોહી આપણને બધા જ પાપોથી શુધ્ધ કરે છે.
8જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી.9પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.10જો આપણે નિષ્પાપ હોવાનો દાવો કરીએ, તો આપણે તેમને જૂઠા ઠરાવીએ છીએ, અને તેમનું વચન આપણામાં નથી.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d