રોમનોને3
ઈશ્વરનું વિશ્વાસુપણું
1તો પછી યહૂદી હોવાનો શો લાભ? અથવા સુન્નતથી શો ફાયદો?2દરેક રીતે ઘણું બધું! સૌ પ્રથમ યહૂદીઓને એ કે ઈશ્વરનાં વચનો સોંપવામાં આવ્યા છે.3જો કેટલાક અવિશ્વાસુ હશે તો શું? શું તેમની અવિશ્વાસુતા ઈશ્વરની વિશ્વાસુતાને રદ કરશે?4ના! કદી નહીં? ઈશ્વર સાચાં રહે અને દરેક માણસ જુઠો ઠરે. જેમ લખેલું છે કે:“જયારે તમે બોલે ત્યારે તમે સત્ય ઠરે,અને ન્યાય કરવામાં આવે ત્યારે તારો વિજય થાય.”5પણ જો આપણું અન્યાયીપણું ઇશ્વરના ન્યાયીપણાને વધું સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે, તો આપણે શું કહીએ? આપણા પર ક્રોધ લાવનાર ઈશ્વર અન્યાયી છે? (હું માનવ દલિલનો ઉપયોગ કરી રહ્યો છું.)6ના! એવું નથી! જો એમ હોત, તો ઈશ્વર જગતનો ન્યાય કેવી રીતે કરી શકે?7કોઇ વ્યક્તિ દલિલ કરી શકે છે કે, જો મારા અસત્યથી જો ઈશ્વરનું સત્ય પ્રગટ થતું હોય અને તેથી તેમને મહિમા મળતો હોય તો પછી મને પાપી કેમ ગણવામાં આવે છે?8કેમ ન કહેવાય, કેટલાક નિંદા કરે છે અને તેઓનું બોલવું એવું છે કે, “ચાલો, આપણે ભૂંડુ કરીએ જેથી સારું થાય?” એવાઓને સજા થાય એ યોગ્ય છે!એક પણ ન્યાયી નથી
9તો પછી આપણે શું સારાંશ કાઢીએ? શું આપણને કોઇ ફાયદો છે? બિલકુલ નહિ! યહૂદીઓ અને વિદેશીઓ બંને પાપને આધીન છે માટે આપણે અગાઉથી દોષીત છે.10જેમ લખેલું છે:“કોઈ પણ ન્યાયી નથી, એક પણ નથી;11સમજનાર કોઈ નથી;ઈશ્વરને શોધનાર કોઇ નથી!12સઘળાં ભટકી ગયા છે,સર્વ એક સાથે નકામાં થઇ ગયા છે.સારું કરનાર કોઈ નથી,એક પણ નહિ.”13“તેઓનું ગળું ખુલ્લી કબર જેવું છેતેઓની જીભ કપટ કરે છે.”“તેઓનાં હોઠો પર સાપનુ ઝેર છે.”14“તેઓનું મુખ શાપ અને કડવાશથી ભરેલું છે.”15“તેઓના પગ લોહી વહેવડાવવામાં ઉતાવળા છે;16તેઓના માગોઁમાં વિનાશ અને વિપતિ છે.17તેઓએ શાંતિનો માગઁ જાણ્યો નથી.”18“તેઓની આંખો આગળ ઈશ્વરનો ડર છે જ નહિ.”19હવે આપણે જાણીયે છીએ કે નિયમશાસ્ત્ર જે કંઇ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઇશ્વરને જવાબદાર ઠરે.20તેથી નિયમશાસ્ત્રના કાર્યોથી કોઈ પણ વ્યકિત ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠરશે નહિ; પણ નિયમશાસ્ત્ર દ્વારા આપણને પાપ વિશે જ્ઞાન થાય છે. વિશ્વાસથી ન્યાયપણું.21પણ નિયમશાસ્ત્ર વિના ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે, જેની સાક્ષી નિયમશાસ્ત્ર અને પ્રબોધકો આપે છે.22ઈસુ મસીહ પરનાં વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને આ ન્યાયીપણું આપવામાં આવ્યું છે, એમાં યહૂદી અને વિદેશી વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ નથી.23કારણ કે સઘળાંએ પાપ કર્યું છે અને સઘળાં ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે.24અને મસીહ ઈસુથી થયેલા ઉધ્ધાર દ્રારા તેમની કૃપાથી બધા વિનામુલ્ય ન્યાયી ઠરે છે.25ઈશ્વરે મસીહને તેમના લોહી વહેવડાવીને પ્રાયશ્ચિતનાં બલિદાન તરીકે રજૂ કર્યા, વિશ્વાસ દ્ગારા સ્વીકારવા માટે તેમણે આ રીતે પોતાનું ન્યાયીપણું દશાઁવ્યુ, કારણ કે તેમની ધિરજમાં તેમણે અગાઉ થયેલા પાપોની સજા કર્યા વિના છોડી દીધા હતા.26વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયીપણું દેખાડે જેથી તે ન્યાયી રહીને ઈસુમાં વિશ્વાસ રાખનારાઓને ન્યાયી ઠરાવે.27તો પછી અભિમાન કરવાનું કારણ ખરું? તે રદબાતલ છે, કયાં નિયમને કારણે? જે નિયમ કરણી કરે છે તે? ના, વિશ્વાસનાં નિયમથી.28માટે આપણે એવું માનીએ છીએ કે માણસ નિયમની કરણીઓથી નહિ: પરંતુ વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે.29અથવા ઈશ્વર માત્ર યહૂદીઓનો જ ઈશ્વર છે? શું તે વિદેશીઓનો પણ ઈશ્વર નથી? હું, વિદેશીઓનો પણ છે.30કારણ કે ઈશ્વર એક જ છે, અને તે સુન્નતીને વિશ્વાસથી, અને બેસુન્નતિને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે.31ત્યારે, શું જો આપણે વિશ્વાસથી નિયમશાસ્ત્રને નિરથઁક ઠરાવીએ છે? બિલકુલ નહિ! તેના બદલે આપણે નિયમશાસ્ત્રને સ્થાન આપીએ છીએ.Biblica, Inc.