રોમનોને16
વ્યકિતગત શુભેચ્છાઓ
1આપણી પ્રિય બહેન ફેબી કિંખ્રિયા મંડળીની તે સેવિકા છે, હું તેમને ભલામણ કરું છું.2હું તમને વિનંતી કરું છું પ્રભુના લોકોને ઘટે તેવો પ્રભુમાં તેનો સ્વીકાર કરજો અને શકય તે સર્વ મદદ કરજો કારણ કે તેણે મને તથા બીજી ઘણી વ્યકિતઓને જરૂરિયાતનાં સમયે મદદ કરી છે.3મસીહ ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કિલા અને અકુલાને મારી સલામ કહેજો.4મારે લીધે તેઓએ પોતાના જીવ જોખમમાં મૂક્યાં. એકલો હું જ નહિ પણ સઘળા વિદેશીઓની મંડળીઓ પણ તેઓના આભારી છે.5તેઓના ઘરમાં એકત્ર થતી મંડળીને મારી સલામ.આસિયા પ્રાંતમાં સૌ પ્રથમ મસીહને સારું ફળ છે મારા પ્રિય મિત્ર અપૈનિતસને પણ મારી સલામ પાઠવશો.6તમારે માટે પુષ્કળ મહેનત કરનાર મરિયમને પણ મારી સલામ કહેજો.7મારા સાથી યહુદીઓ આંદ્રોનિકસ તથા જુનિયાસને મારી સલામ કહેજો. જેઓ મારી સાથે જેલમાં હતાં. પ્રેષિતો તેઓને માન આપે છે, અને તેઓ મારી અગાઉ મસીહમાં હતા.8પ્રભુમાં મારા વહાલાં મિત્ર આંપ્લિયાતસ સલામ કહેજો.9મસીહમાં આપણા સાથી કાર્યકર ઉર્બાનસને તથા પ્રિય મિત્રને સ્તાખુસને સલામ કહેજો.10મસીહ પ્રત્યેની તેની વફાદારીની કસોટી થઇ ચૂકી છે તે અપેલ્લેસને મારી સલામ કહેજો.
અરિસ્તોબુલસના કુટુંબના સર્વને સલામ.11મારા સગા હેરોદિયોનને સલામ કહેજો.
નાર્કીસસનાં કુંટુંબ જે પ્રભુમાં છે તેમને પણ સલામ કહેજો.12પ્રભુમાં સખત મહેનત કરનારી સ્ત્રીઓ, ત્રુફેના અને ત્રુફોસાને સલામ કહેજો.
મારી પ્રિય મિત્ર જે પ્રભુમાં ઘણી મહેનત કરનાર પેર્સિસને મારી સલામ કહેજો.13પ્રભુએ પસંદ કરેલ રૂફસને મારી સલામ. અને તેની માતાને, જે મારી પણ માતા છે.14અસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રબાસ, હર્માસ અને તેમની સાથેનાં બીજા ભાઈઓ અને બહેનોને પણ મારી સલામ.15ફિલોલોગસ, જુલિયા, નેરીઅસ તથા તેની બહેનને, વળી ઓલિમ્પાસને અને તેઓની સાથેનાં બીજા સર્વ પ્રભુના લોકોને સલામ.16પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.
મસીહની બધીજ મંડળીઓ તમને સલામ કહે છે.17ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું કે જે શિક્ષણ તમને મળ્યું છે તેથી વિરુધ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે તેઓથી સાવધ રહી તેઓનાથી દૂર રહો.18કેમકે આવાં લોકો આપણા પ્રભુ ઈસુ મસીહની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા માણસોના મન ભમાવે છે.19બધા લોકોએ તમારા આજ્ઞાપાલન વિશે સાંભળ્યું છે. એને લીધે મને ઘણો આનંદ થાય છે. હું ઈચ્છું છું કે તમે સત્ય વિશે જ્ઞાની અને ભૂંડી બાબતો સંબંધી નિર્દોષ રહો.20શાંતિના ઈશ્વર જલદીથી શેતાનને તમારાં પગ તળે છૂંદી નાંખશે.
આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વ પર હો.21મારો સાથી સેવક તિમોથી તમને સલામ મોકલે છે. તથા મારા યહુદી ભાઈઓ લુકિયસ, યાસોન અને સોસીપાતર પણ તમને સલામ મોકલે છે.22પાઉલના લખાવ્યાં પ્રમાણે આ પત્ર લખનાર હું તેર્તિયુસ પ્રભુમાં તમને સલામ કહું છું.23ગાયસ, મારો તથા આખી મંડળીનો યજમાન તમને સલામ કહે છે.
શહેરનો ખજાનચી એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમને સલામ કહે છે.24હવે છેલ્લે આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વ પર હો, આમીન. 25હવે, જે સુસમાચાર, ઈસુ મસીહનો સંદેશ પ્રગટ કરવામાં આવ્યો છે, જે ઘણા યુગોથી ગુપ્ત રાખવામાં આવેલા રહસ્યના પ્રકટીકરણને અનુરૂપ છે, તે પ્રમાણે તમને સ્થિર કરવાને શક્તિમાન છે;26પણ હવે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકનાં લેખોમા તમને જણાવવામાં આવ્યો છે, જેથી બધાં વિદેશીઓ વિશ્વાસથી આવતી આજ્ઞાપાલન તરફ આવે,27ઈસુ મસીહ દ્ઘારા એકલા જ્ઞાની ઈશ્વરને સદાસર્વકાળ મહિમા હો! આમીન.
Biblica, Inc.