સંદર્શન3
સાર્દિસમાંની મંડળીને
1“સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:જેને ઈશ્વરના સાત આત્માઓ અને સાત તારાઓ છે, તે આ વાતો કહે છે.
તારા કામ હું જાણું છું; તું જીવંત તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે, પણ તું મૂએલો છે.2હવે જાગૃત થા! જેઓ બાકી છે અને મરણ પામવાની અણી પર છે તેઓને દ્રઢ કર, કેમકે મેં તારા કામ મારા ઈશ્વરની નજરમાં અધૂરા જોયા છે.3તેથી, તને જે મળ્યું અને જે સાંભળ્યું છે; દ્રઢતાથી તેને વળગી રહે, અને પસ્તાવો કર, પણ જો તું જાગૃત નહિ થાય, તો હું ચોરની માફક આવીશ, અને ક્યા સમયે હું તારી પાસે આવીશ તેની તને ખબર પડશે નહિ.4આમ છતાં સાર્દિસમાં તમારી પાસે થોડા લોકો હજી છે જેઓએ પોતાના વસ્ત્રો મલિન કયાઁ નથી. તેઓ મારી સાથે શ્વેત વસ્ત્રો પહેરીને ફરશે. કેમકે તેઓ લાયક છે.5જે વિજય પામે છે, તેઓને એ જ રીતે, શ્વેત વસ્ત્રો પહેરાવવામાં આવશે અને હું તેઓનાં નામ જીવનનાં પુસ્તકમાંથી ભૂંસી નાંખીશ નહિ, પરંતુ મારા પિતાની તથા તેમના દૂતોની સમક્ષ હું તેઓનાં નામ કબૂલ કરીશ.6આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
ફિલાદેલ્ફિયામાંની મંડળીને
7“ફિલોદેલ્ફિયાની મંડળીના દૂતને લખ:જે પવિત્ર તથા સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે. જે ખોલે છે એને કોઈ બંધ કરી શક્તું નથી, અને જે બંધ કરે છે તેને કોઈ ખોલી શક્તું નથી, તે આ વાતો કહે છે.8હું તારા કામ જાણું છું. જો તારી આગળ મેં દ્રાર ઉઘાડું મૂક્યું છે તેને કોઈ બંધ કરી શકતું નથી. હું જાણું છું કે તારામાં થોડી શકિત છે, છતાં તું મારાંં વચનને આધીન રહ્યો છે અને તેં મારા નામનો ઈન્કાર કર્યો નથી.9જેઓ શેતાનનાં સભાસ્થાનનાં છે, અને જેઓ એમ કહે છે કે અમે યહૂદી છીએ પણ એવા નથી તેઓ જૂઠું બોલે છે, તેઓને હું તારા પગ આગળ નમાવીશ ત્યારે તેઓ જાણશે કે મેં તારા પર પ્રેમ રાખ્યો છે.10તેં ધીરજથી મારી આજ્ઞાનું પાલન કયુઁ છે, મને આધીન રહ્યો છે, તેથી પૃથ્વીનાં સર્વ લોકોની કસોટી માટે સમગ્ર જગત પર આવનાર મહાવિપતિમાંથી હું તને બચાવી લઈશ.11હું વહેલો આવું છું. તારી પાસે જે છે તેને તું વળગી રહે, જેથી કોઈ તારો મુગટ લઈ ન લે.12જે વિજય પામે છે તેને હું મારા ઇશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ. તે ફરી ત્યાંથી બહાર જશે નહિ. મારા ઇશ્વરનું નામ સ્વર્ગમાંથી મારા ઈશ્વર પાસેથી ઊતરી આવતાં નવા નગર યરુશાલેમનું નામ હું તેના પર લખીશ; અને હું તેના પર મારું નવું નામ લખીશ.13આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
લાઓદિકિયાની મંડળીને
14“લાઓદિકિયાની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે, જે ઈશ્વરના સર્વ સર્જનનું આદિકરણ છે તે આ વાતો કહે છે:15હું તારાં કાર્ય જાણું છું. તું ઠંડો કે ગરમ નથી. તું ઠંડો કે ગરમ થા એવું હું ઇચ્છું છું!16પણ તું હૂંફાળો છે. તું નથી ઠંડો કે નથી ગરમ. એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાંખીશ.17તું કહે છે, ‘હું શ્રીમંત છું, મેં સંપતી મેળવી છે, અને મારે કશાંની ખોટ નથી,’ પણ તું જાણતો નથી કે તું કંગાલ, બેહાલ, દરિદ્રી, અંધ તથા નગ્ન છે;18માટે મારી સલાહ છે કે, તું મારી પાસેથી અગ્નિમાં શુધ્ધ થયેલું સોનું વેચાતું લે, જેથી તું શ્રીમંત થાય; અને શ્વેત વસ્ત્રો વેચાતા લઈને પહેર, જેથી તું તારી શરમજનક નગ્નતા ઢાંકી શકે; વળી, તું તારી દ્રષ્ટિ પાછી મેળવે એ માટે મારી પાસેથી અંજન વેચાતું લઇને આંખોમાં આજ.19જેનાં પર હું પ્રેમ કરું છું તેને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.20જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવ્યા કરું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ખોલશે તો હું અંદર આવીશ અને હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.21જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઇશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજયાસન પર બેઠેલો છું તેમ.22આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.”
Biblica, Inc.