સંદર્શન20

એક હજાર વર્ષ

1પછી મેં સ્વર્ગમાંથી એક દૂતને નીચે ઊતરતો જોયો, તેના હાથમાં ઊંડાણની ચાવી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી.2તેણે પેલા અજગરને, એટલે ઘરડા સર્પને, જે શેતાન છે, તેને પકડ્યો અને એક હજાર વર્ષ સુધી તેને બાંધી દીધો.3અને તેણે તેને ઊંડાણમાં નાખી દીધો, પછી તેને બંધ કરીને તેના પર મુદ્રા લગાવી, જેથી એક હજાર વર્ષ પૂરાં થાય ત્યાં સુધી તે પ્રજાઓને ભમાવે નહિ, તે પછી થોડીવાર માટે તેને છોડવો પડશે.
4પછી મેં રાજ્યાસનો જોયાં અને જેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો તેઓને તે પર બેઠેલા જોયા. અને મેં ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે જેમનો શિરચ્છેદ થયો હતો તેઓના આત્માઓને જોયા. તેઓએ પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને પોતાના કપાળ પર કે હાથ પર તેની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને એક હજાર વર્ષ સુધી મસીહ સાથે રાજ કયુઁ.5આ પ્રથમ પુનરુત્થાન છે. (બાકીનાં મૂએલાઓને એક હજાર વર્ષ સુધી સજીવન કરાયાં નહિ.)6પ્રથમ પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય અને પવિત્ર છે. તેઓના પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા મસીહના યાજકો બનશે અને તેમની સાથે એક હજાર વર્ષ સુધી રાજ કરશે.

શેતાનનો ન્યાય

7જયારે હજાર વર્ષ પૂરાં થશે, ત્યારે શેતાનને તેના કેદમાંથી છોડવામાં આવશે8પછી તે પૃથ્વીનાં ચાર ખૂણામાં રહેતી પ્રજાને ગોગ તથા માગોગને ભમાવીને યુધ્ધને માટે તેઓને એકઠાં કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્ર કિનારાની રેતી જેટલી છે.9તેઓએ પૃથ્વીની આખી સપાટી પાર કરીને ઈશ્વરના લોકની છાવણીની આસપાસ, તથા પ્રિય શહેરની ચારે બાજુએ ઘેરો ઘાલ્યો, પરંતુ સ્વર્ગમાંથી અગ્નિ ઊત્યોઁ અને તેઓનો નાશ કયોઁ.10પછી તેઓને ભરમાવનાર શેતાનને, ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યો, જયાં પશુ તથા તેના જુઠા પ્રબોધકને નાંખવામાં આવ્યા છે. ત્યાં તેઓ સદાને માટે રાતદિવસ વેદનામાં સબડશે.

મૂએલાઓનો ન્યાય

11પછી મેં એક શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર એક જણને બેઠેલો જોયો. તેમની હાજરીથી પૃથ્વી તથા આકાશ નાસી ગયાં, અને તેમના માટે કોઈ સ્થાન હતું નહિ.12પછી મેં મૂએલાને, નાનાં તથા મોટાં સર્વને રાજ્યાસનની આગળ ઊભેલાં જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. બીજું પુસ્તક ઊઘાડવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક છે. તે પુસ્તકોમાં લખ્યાં પ્રમાણે મૂએલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.13સમુદ્રે પોતાનામાં જે મૂએલા હતાં તેઓને પાછા આપ્યા, અને મરણે અને હાદેસે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછા આપ્યા, અને દરેક વ્યક્તિનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.14પછી મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા. અગ્નિની ખાઈ તે જ બીજું મરણ છે.15જે કોઈનું નામ જીવનનાં પુસ્તકમાં નોંધાયેલું મળી આવ્યું નહિ તેઓને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d