સંદર્શન17

બેબિલોન, પશુ પરની વેશ્યા

1જેની પાસે સાત પ્યાલા હતા તે દૂતોમાંના એકે આવીને મને કહ્યું, “આવ, અને ઘણાં પાણી પર બેસનાર મોટી વેશ્યાને શી સજા થવાની છે તે હું તને બતાવીશ.2જગતના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારનો દ્રાક્ષારસ પીને ચકચૂર થયા છે.”
3પછી દૂત આત્મામાં મને અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં કિરમજી રંગના પશુ પર એક સ્ત્રીને બેઠેલી જોઈ તે પશુ ઈશ્વરનિંદક નામોથી ભરેલું હતું અને તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં.4તે સ્ત્રીએ જાંબલી અને કિરમજી રંગનાં વસ્ત્ર પહેર્યા હતાં, અને તેણે સોનું, કિંમતી રત્નો અને મોતીથી શણગારેલી હતી, તેના હાથમાં તેના તિરસ્કારપાત્ર ભ્રષ્ટતા અને વ્યભિચારથી ભરેલો સોનાનો પ્યાલો હતો.
5તેના કપાળ પર એક રહસ્યમય નામ લખેલું હતું:
મહાન બેબિલોન,
વેશ્યાઓની તથા સમસ્ત
પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.
6મેં તે સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના શહીદોનું લોહી પીધેલી જોઈ.
જયારે મેં તેને જોઈ, ત્યારે હું આશ્ચયઁ પામ્યો.
7પછી દૂતે મને કહ્યું, “તને નવાઈ કેમ લાગે છે? તે સ્ત્રી તથા સાત માથાં અને દસ શિંગડાંવાળું પશુ જેનાં પર તે બેઠેલી છે તે કોણ છે તેનું રહસ્ય હું તને સમજાવું છું.8જે પશુ તેં જોયું તે હતું પણ હાલ નથી, અને છતાં તે અસીમ ઊંડાણમાંથી બહાર આવશે, અને તેના વિનાશમાં જશે. વળી પૃથ્વી પરના જે લોકોનાં નામ જગતના આરંભ પહેલાં જીવનનાં પુસ્તકમાં લખવામાં આવ્યા ન હતાં તેઓ તે પશુને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. કારણ કે તે એક વાર હતું, અત્યારે નથી, અને તે ફરીથી આવશે.
9“આનો ખુલાશો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત ટેકરીઓ છે જેની પર સ્ત્રી બેઠેલી છે.10વળી, તેઓ સાત રાજાઓ છે. તેમાંનાં પાંચનુ પતન થઈ ચૂકયું છે, એક છે, અને હજી એક આવ્યો નથી; પણ જયારે તે આવશે, પણ તે ટૂંક સમય જ રહેવો જોઈએ.11જે પશુ એક વાર હતું, અને હવે નથી, તે આઠમો છે, તે સાતમાંનો એક છે, અને તે તેનાં નાશમાં જશે.
12“દસ શિંગડાં તેં જોયાં તે દસ રાજાઓ છે. જેઓએ હજી સુધી રાજય મેળવ્યું નથી; પણ પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે.13તેઓ એક વિચારના છે અને તેઓ પોતાની સર્વ સત્તા અને અધિકાર પશુને સોંપી દેશે.14તેઓ હલવાનની વિરુધ્ધ લડાઈ કરશે, પરંતુ હલવાનનો તેઓ પર વિજય થશે, કારણ કે તેઓ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓનાં રાજા છે, અને તેમની સાથે તેમના તેડાયેલા અને પસંદ કરાયેલા તથા વિશ્વાસુ છે.”
15પછી દૂતે મને કહ્યું, “જે પાણી તેં જોયાં, જયાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ તે લોકો, સમૂહો, રાજયો, અને ભાષાઓ છે.16તેં પશુ અને દસ શિંગડાં જોયા તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેના પર હુમલો કરીને તેને નગ્ન કરશે; તેઓ તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી બાળી નાંખશે.17કેમકે ઈશ્વરે તેઓના હ્રદયમાં એવું મૂ્કયું છે કે તેઓ પોતાના હેતુઓ પૂર્ણ કરે અને ઇશ્વરના વચનો પૂરાં થાય, ત્યાં સુધી તેઓ પશુને પોતાનું રાજ્ય અધિકાર સોંપી દેવ સંમત થાય.18જે સ્ત્રીને તે જોઈ છે તે તો મહાન શહેર છે જે પૃથ્વીનાં રાજાઓ પર રાજ કરે છે.”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d