સંદર્શન15
સાત આપતિ સાથે સાત દૂતો
1મેં સ્વગઁમાં બીજું એક મહાન અને અદભુત ચિહ્ન જોયું. સાત દૂતો અને સાત છેલ્લી આપતિઓ તેઓની પાસે હતી—કેમકે તેમનાંથી ઈશ્વરના કોપ પૂણઁ થયો છે.2અને મેં કાચના સમુદ્ર જેવું કંઈક જોયું જે અગ્નિથી ચળકતો હતો અને, જેઓએ પશુ પર, તેની મૂર્તિ પર, અને તેના નામની સંખ્યા પર વિજય પામ્યા હતા તેઓ તે સમુદ્ર પાસે ઊભા હતા. અને તેઓએ ઈશ્વરે આપેલી વીણાઓ પકડી હતી.3અને ઈશ્વરના સેવક મોશેનું તથા હલવાનનું ગીત ગાયું:“હે સર્વશકિતમાન પ્રભુ ઈશ્વર,તમારાંં કામ અદભુત અને મહાન છે.યુગોના રાજા,તમારાં માર્ગો ન્યાયી અને સત્ય છે.4હે પ્રભુ, કોણ તમારાથી ડરશે નહિ,અને તમારાં નામનો મહિમા નહિ કરે?કેમકે માત્ર તમે જ પવિત્ર છો.સર્વ પ્રજાઓ તમારી સમક્ષ આવશેઅને તમારી આરાધના કરશે.કેમકે તમારાંં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.”5ત્યાર પછી મેં જોયું, અને મેં સ્વર્ગમાં મંદિરમાં જોયું—સાક્ષ્યમંડપ જોયો અને તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.6અને સાત દૂતની પાસે સાત આપતિ હતી, તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ શણના સ્વચ્છ, ચળકતાં વસ્ત્ર પહેર્યા હતાં અને છાતી પર સોનાનાં પટ્ટા બાંધેલા હતા.7પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે તે દરેક દૂતને સદા જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સોનાનાં સાત પ્યાલા આપ્યા.8અને ઈશ્વરના મહિમા તથા પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને સાત દૂતોની સાત આપતિ પૂણઁ ન થાય ત્યાં સુધી મંદિરમાં કોઈ પણ પ્રવેશ કરી શકયું નહિ.Biblica, Inc.