માથ્થી17
રૂપાંતર
1છ દિવસ પછી પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને પોતે લઈને ઈસુ તેઓને એક ઊંચા પર્વત પર લઇ ગયા.2ત્યાં તેઓની આગળ તેમનું રૂપાંતર થયું. તેમનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશ્યો, અને તેમનાં વસ્ત્રો પ્રકાશ જેવાં ઉજળાં થયાં.3એકાએક મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા તેઓને દેખાયા.4પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.”5જયારે હજુ તો તેઓ બોલતા હતા, એટલામાં એક ચળકતાં વાદળે તેઓના પર છાયા કરી. અને વાદળમાંથી વાણી થઇ, “આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું; તેના પર હું પ્રસન્ન છું. તેમનું સાંભળો.”6જયારે શિષ્યોએ આ સાંભળ્યું, ભયભીત થઈને ઊંધે મોઢે જમીન પર પડયાં.7પણ ઈસુએ આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠો! બીશો નહિ.”8જયારે તેઓએ ઉપર જોયું, તો કેવળ ઈસુ સિવાય કોઇને જોયા નહિ.9જયારે તેઓ પર્વત પરથી નીચે ઊતરતાં હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું, “જયાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી તમે જે જોયું તે તમે કોઇને કહેતા ના.”10શિષ્યોએ તેમને પૂછયું, “તો પછી નિયમશાસ્ત્રના પંડિતો કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ?”11ઈસુએ જવાબ આપ્યો, “એલિયા આવે છે ખરો, અને બધું વ્યવસ્થિત કરશે.12પણ હું તમને કહું છું, એલિયા તો આવી ચૂકયો છે, અને તેઓએ તેને ઓળખ્યો નહિ. પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. એ જ પ્રમાણે માણસના દીકરાએ પણ તેઓના હાથે સહન કરવું પડશે.”13ત્યારે શિષ્યો સમજ્યાં કે તેઓ યોહાન બાપ્તિસ્ત વિષે તેમને કહેતા હતા.ઈસુ અશુધ્ધ આત્મા વળગેલાં છોકરાને સાજો કરે છે
14જયારે તેઓ ટોળા પાસે આવ્યા, ત્યારે એક માણસ ઈસુની આગળ આવીને ઘુંટણે પડયો,15તેણે કહ્યું “પ્રભુ! મારા દીકરા પર દયા કરો, તેને વાઈનું દરદ છે ને તે ઘણો પીડાય છે. તે વારંવાર અગ્નિમાં, અને પાણીમાં પડે છે.16હું તેને તમારાં શિષ્યો પાસે લાવ્યો પણ તેઓ તેને સાજો કરી શક્યાં નહિ.”17ઈસુએ જવાબ આપ્યો, “ઓ અડીયલ, અને અવિશ્વાસી પેઢી!” ઈસુએ જવાબ આપ્યો, “હું કયાં સુધી તમારી સાથે રહીશ? કયાં સુધી હું તમારું સહીશ, છોકરાંને અહીં મારી પાસે લાવો.”18ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો ને તે છોકરામાંથી બહાર આવ્યો. અને તે ઘડીએ તે સાજો થયો.19પછી શિષ્યોએ ઈસુની પાસે એકાંતમાં આવીને પૂછયું, “અમે તેને કેમ કાઢી ન શક્યાં?”20તેમણે જવાબ આપ્યો, “કેમકે તમારો વિશ્વાસ થોડો છે. હું તમને સાચે જ કહું છું, જો તમારો વિશ્વાસ રાઈના બી જેટલો નાનો હોય, તો તમે આ પર્વતને કહી શકો છો કે, ‘અહીંથી ત્યાં ખસી જા!’ તો તે ખસી જશે! તમારા માટે કશું જ અશક્ય નહિ હોય.21પરંતુ પ્રાર્થના અને ઉપવાસ વિના એ જાત નીકળતી નથી.”ઈસુ પોતાના મરણની બીજી આગાહી કરે છે
22જયારે તેઓ ગાલીલમાં એકઠા થયા, ત્યારે તેમણે તેઓને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.23તેઓ તેને મારી નાંખશે અને ત્રીજા દિવસે તે સજીવન થશે.” અને શિષ્યો શોકથી ભરાય ગયા.મંદિરનો કર
24પછી ઈસુ અને તેમના શિષ્યો કપરનાહૂમ પહોંચ્યા, મંદિરનો કર વસૂલ કરનારાંઓએ પિતરની પાસે આવીને પૂછયું કે, “શું તમારાં ગુરુ મંદિરનો કર આપતાં નથી?”25પિતરે જવાબ આપ્યો, “હા, તે આપે છે.”જયારે પિતર ઘરમાં આવ્યો, ત્યારે ઈસુએ પહેલાં તેને પૂછયું, “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીનાં રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? તેમના પોતાના છોકરાઓ પાસેથી કે બીજાઓ પાસેથી?”26પિતરે ઉત્તર આપ્યો, “બીજાઓ પાસેથી.”
ઈસુએ તેને કહ્યું, “ત્યારે દીકરાઓ તો મુક્ત છે;27તોપણ, આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ, તું સરોવર કાંઠે જઈને તારો ગલ નાંખ, પહેલી માછલી પકડાય તે લે, તેનું મોં ઉઘાડ અને તેમાંથી તને એક સિક્કા મળશે. તે લઈને તું તારો અને મારો કર તેઓને ચૂકવી દે.”
Biblica, Inc.