માથ્થી14

યોહાન બાપ્તિસ્તનો શિરચ્છેદ

1તે સમયે હેરોદ રાજાએ ઈસુ સંબંધી સાંભળ્યું,2અને તેણે તેના સેવકોને કહ્યું, “આ તો યોહાન બાપ્તિસ્ત છે; તે મરણમાંથી સજીવન થયો છે, તેથી તે આવાં ચમત્કારીક પરાક્રમી કામો તેનાથી થઈ રહ્યાં છે.”
3હવે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે યોહાનની ધરપકડ કરી અને તેને બાંધીને જેલમાં પૂર્યો હતો.4કેમકે યોહાન તેને કહ્યાં કરતો હતો કે, “તેને રાખવી તારા માટે યોગ્ય નથી.”5હેરોદ યોહાનને મારી નાંખવા માંગતો હતો પણ લોકોથી તે બીતો હતો, કારણ કે તેઓ યોહાનને પ્રબોધક માનતા હતા.
6હેરોદની વર્ષગાંઠે હેરોદિયાસની દીકરીએ મહેમાનોની માટે નૃત્ય કર્યું. ને હેરોદને પ્રસન્ન કયોઁ,7માટે તેણે સમ ખાઇને વચન આપ્યું કે જે કાંઇ તે માગે તે હું તેને આપીશ.8તેની માતાનાં સમજાવ્યાં પ્રમાણે તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું અહીં મને તાસકમાં આપો.”9રાજા દુઃખી થયો, પણ પોતે આપેલા વચનને લીધે તથા આમંત્રિત મહેમાનોને લીધે તેની માંગણી પ્રમાણે આપવાનો હુકમ કર્યો.10અને જેલમાં યોહાનનું માથું કાપી નાંખવામાં આવ્યું,11અને તેનું માથું તાસકમાં મૂકીને છોકરીને આપવામાં આવ્યું અને તે પોતાની માં પાસે લઇ ગઇ.12યોહાનનાં શિષ્યો આવ્યા, અને તેના મૃતદેહને લઈ જઈને દફનાવ્યો. પછી તેઓ ગયા અને ઈસુને કહ્યું.

ઈસુ પાંચ હજારને જમાડે છે

13જયારે ઈસુએ જે બન્યું હતું તે સાંભળ્યું, તેઓ હોડીમાં ઉજજડ જગ્યાએ એકાંતમાં ગયા, આ વિષે સાંભળીને ટોળું નગરમાંથી પગ રસ્તે તેમની પાછળ ગયા.14જયારે ઈસુ ઉતયાઁ અને મોટું ટોળું જોયું, ત્યારે તેમને તેઓના પ્રત્યે કરુણા ઊપજી અને તેઓમાંના રોગીઓને સાજા કર્યા.
15સાંજ પડી, ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ સ્થળ ઉજજડ છે, અને હવે ઘણું મોડું થઇ ગયું છે. ટોળાને વિદાય કરો, જેથી તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે.”
16ઈસુએ જવાબ આપ્યો, “તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો!”
17તેઓએ જવાબ આપ્યો કે, અહીં અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.
18તેમણે કહ્યું, “તે અહીં મારી પાસે લાવો.”19અને તેણે લોકોને ઘાસ પર બેસી જવા જણાવ્યું. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો, અને રોટલી ભાંગી. પછી તેમણે તે શિષ્યોને આપીને શિષ્યોએ લોકોને આપી.20તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.21સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જેઓ જમ્યાં તેઓ લગભગ પાંચ હજાર પુરુષો હતા.

ઈસુ પાણી પર ચાલે છે

22ટોળાને વિદાય કયાઁ પછી તરત જ ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડીને સામે કિનારે તેમની આગળ મોકલ્યા,23તેઓને વિદાય કયાઁ પછી, તેઓ પોતે પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયા. તે મોડી રાત્રે તેઓ ત્યાં એકલા હતા.24અને હોડી પહેલેથીજ જમીનથી ઘણી દૂર હતી, પવન સામો હોવાને કારણે તોફાની મોજાંઓમાં સપડાઈ ગઈ હતી.
25સવારના થોડા સમય પહેલાં સરોવર પર ચાલીને ઈસુ તેઓની પાસે જતા હતા.26જયારે શિષ્યોએ તેમને પાણી પર ચાલતાં જોઈને તેઓ બી ગયાં, તેઓએ કહ્યું “તે કોઈ ભૂત છે!” ને બીકથી તેઓએ બુમ પાડી.
27પણ ઈસુએ તરત તેઓને કહ્યું, “ગભરાશો નહિ, હિંમત રાખો! એ તો હું છું!”
28ત્યારે પિતરે તેમને જવાબ આપ્યો, “પ્રભુ! જો એ તમે હો, તો મને કહો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”
29તેમણે એ કહ્યું, “આવ!”
તેથી પિતર હોડીમાંથી ઊતરીને પાણી પર ચાલીને ઈસુની તરફ આવવાં લાગ્યો.
30પણ જયારે તેણે પવન જોયો, ત્યારે તે ડરી ગયો અને ડુબવા લાગ્યો. ને બૂમ પાડી ઊઠયો, “પ્રભુ, મને બચાવો!”
31તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેમણે કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી! તેં કેમ સંદેહ આણ્યો?”
32અને જયારે તેઓ હોડીમાં ચઢી ગયા, પવન શાંત થઈ ગયો.33અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમની આરાધના કરી, કહ્યું, “સાચે જ તમે ઈશ્વરપુત્ર છો.”
34અને તેઓ પાર ઉતયાઁ ને તેઓ ગન્નેસરેત આવ્યા.35અને જયારે તે જગ્યાં ના માણસોએ ઈસુને ઓળખ્યાં, ત્યારે તેઓએ આસપાસના બધા દેશોમાં સમાચાર મોકલ્યાં. લોકો તેમના બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.36અને તેમને વિનંતી કરી કે તેમના ઝભ્ભાની કીનારીને કેવળ સ્પર્શ કરવા દે. અને જેટલાંએ સ્પર્શ કયોઁ તેટલાં સાજા થયાં.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d