માર્ક15
ઈસુ પિલાતની સામે
1વહેલી સવારે યહૂદીઓની આખી ન્યાયસભા, મુખ્ય યાજકો, વડીલો, અને નિયમશાસ્ત્રના પંડિતો તેના સભ્યોએ મળી યોજના બનાવી, તેઓ ઈસુને બાંધીને તેમને લઈ ગયા, અને તેમને પિલાતને સોંપ્યો.2પિલાતે પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?”ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો, તેમજ છે.”3મુખ્ય યાજકોએ તેમનાં પર ઘણા આરોપ મૂક્યાં.4પિલાતે ફરી તેમને પૂછયું, “તમે કાંઈ જ જવાબ આપતાં નથી? તમારી વિરુધ્ધ તેઓ કેટલાં આરોપો મુકે છે!”5પરંતુ ઈસુએ કોઈ જવાબ ન આપ્યો; આથી પિલાત આશ્ચર્ય પામ્યો.6હવે રિવાજ પ્રમાણે પર્વને સમયે લોકોની માંગણી પ્રમાણે કોઈ એક કેદીને છોડી મુકાતો.7બારાબાસ નામનો એક માણસ કે જે બંડખોરો સાથે જેલમાં હતો, જેણે હુલ્લડમાં ખૂન કર્યું હતું.8લોકોનું ટોળું ઉપર ચઢીને પિલાતને હંમેશ મુજબ તેમના માટે કરવા કહ્યું.9પિલાતે પૂછયું, “શું તમારી મરજી એવી છે કે હું તમારે માટે યહૂદીઓનાં રાજાને છોડી મૂકું?”10એ જાણીને કે મુખ્ય યાજકોએ પોતાની અદેખાઇને લીધે ઈસુને તેમના હાથમાં સોઁપ્યા હતા.11પણ મુખ્ય યાજકોએ ટોળાને ઉશ્કેયુઁ કે તેને બદલે પિલાત બારાબાસને છોડી દે.12પિલાતે પૂછયું, “જેને તમે યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું?”13તેઓ પોકારી ઊઠયાં, “તેને ક્રૂસે જડાવો!”14પિલાતે પૂછયું “પણ શા માટે? તેણે શો ગુનો કર્યા છે!”
લોકોએ વધારે ઘાંટા પાડીને કહ્યું, “તેને ક્રૂસે જડાવો!”15લોકોને ખુશ કરવાનાં ઈરાદાથી પિલાતે તેમને માટે બારાબાસને છોડી દીધો. ઈસુને કોરડાં મરાવીને ક્રૂસે જડવાં માટે તેને હાથમાં સોંપી દીધા.
સૈનિકો ઈસુની મશ્કરી કરે છે
16સૈનિકો ઈસુને મહેલમાં (એટલે પ્રેટોરિયમમા) લઈ ગયા, ને તેઓએ ચોકીદારોની આખી ટુકડી બોલાવી.17તેઓએ તેને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો, પછી ગૂંથીને કાંટાનો મુંગટ બનાવીને તેમને માથે મૂકયો.18અને પછી તેઓએ તેને પોકારીને કહ્યું, “સલામ, યહૂદીઓનાં રાજા!”19વારંવાર તેમના માથા પર તેઓએ સોટીઓ મારી, તેમના પર થૂંક્યાં અને તેમની આગળ ઘૂંટણે પડીને, તેમને શ્રઘ્ઘાંજલી આપી.20અને આમ હાંસી ઉડાવી રહ્યા, ત્યારે તેઓએ જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમને પોતાનાં કપડાં પાછાં પહેરાવ્યાં, પછી તેઓ તેમને ક્રૂસે જડવાં બહાર લઈ ગયા.ઈસુ ક્રૂસે જડાયા
21સિમોન કરીને કૂરેનીનો એક માણસ કે જે એલેક્ષઝાંડર તથા રૂફસનો પિતા હતો. દેશમાંથી આવતા ત્યાં થઈને જતો હતો, તેઓએ જબરદસ્તીથી તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો.22તેઓ ઈસુને ગલગોથા નામની જગાએ લાવ્યાં (“ગલગોથાનો અર્થ ખોપરી થાય છે”).23તેઓએ તેમને બોળ સાથે ભેળવેલો દ્રાક્ષારસ આપ્યો, પરંતુ તેમણે તે લેવાની ના પાડી.24પછી તેઓએ તેમને ક્રૂસે જડયાંં, અને તેમનાં કપડાંનો કયો ભાગ મળશે, તે જોવા માટે ચિઠ્ઠીઓ નાંખી.25સવારના નવ વાગે તેઓએ તેમને વધસ્તંભે જડયા.26તેમની સામેના આરોપની લખેલું તોહમતનામું આ પ્રમાણે હતું:યહૂદીઓનો રાજા.27તેમની સાથે બે લુંટારાઓને પણ તેમની સાથે જડવામાં આવ્યા હતા, એકને તેમની જમણી ને બીજાને તેમની ડાબી તરફ28દુષ્ટોની સાથે તે ગણાયો, એ શાસ્ત્રવચન અહીં પૂર્ણ થયું. 29પાસે થઈને જતા લોકોએ તેમની હાંસી ઉડાવી, અને તેમના માથા હલાવતાં કહ્યું, “વાહ રે! મંદિરને તોડી પાડીને ત્રણ દિવસમાં ફરી ઊભુ કરનાર!30ક્રૂસ પરથી નીચે ઊતરી આવ ને પોતાને જ બચાવ!”31એ જ પ્રમાણે મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોએ તેમની સાથે મશ્કરી કરી. તેમણે કહ્યું કે “તેણે બીજાઓને બચાવ્યાં, પણ તે પોતાને બચાવી શકતો નથી!32આ મસીહ, ઇઝરાયેલના રાજાને ક્રૂસ પરથી નીચે ઊતરી આવવાં દો કે અમે જોઈને વિશ્વાસ કરીએ!” જેઓ તેમની સાથે ક્રૂસે જડાયેલાં હતા તેમણે પણ તેમની મશ્કરી કરી.
ઈસુનું મૃત્યુ
33બપોરે, ત્રણ વાગ્યા સુધી સમગ્ર ભૂમિ પર અંધકાર છવાઈ રહ્યો.34અને બપોરે ત્રણ વાગ્યે ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, “એલોઈ, એલોઈ, લામા શબક્થની, એટલે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?”35ત્યાં નજીક ઊભેલા તેઓમાંથી કેટલાકે એ સાંભળીને કહ્યું કે, સાંભળો, “તે એલિયાને બોલાવે છે!”36એક જણે દોડીને સરકામાં બોળેલી વાદળી, લાકડીને છેડે બાંધીને લઈ આવ્યો અને ઈસુને પીવા આપી, તેણે કહ્યું, “તેમને એકલા રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને નીચે ઉતારવા આવે છે કે કેમ!”37મોટે અવાજે બૂમ પાડી, ઈસુએ છેલ્લો શ્વાસ લીધો.38મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈ ગયો.39અને જયારે ઈસુની સામે ઊભેલા સુબેદારે જોયું કે તેમણે કેવી રીતે પ્રાણત્યાગ કર્યો, ત્યારે તે પોકારી ઊઠયો, “સાચે જ આ માણસ ઈશ્વરપુત્ર હતો.”40કેટલીક સ્ત્રીઓ થોડે દૂર ઊભા રહીને જોતી હતી. મરિયમ માગદાલેણ, નાનાં યાકોબની મા મરિયમ તથા યોસેફની, અને શલોમી હતી.41ગાલીલમાં આ સ્ત્રીઓ ઈસુની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી, તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.ઈસુનું દફન
42સાંજ પડી ત્યારે તે તૈયારીનો દિવસ હતો (એટલે કે સાબ્બાથના આગલા દિવસે.)43ન્યાયસભાનો એક માનવંતો સભ્ય અરિમથાઈનો યોસેફ પોતે ઈશ્વરના રાજ્યનાં આગમનની વાટ જોતો હતો, હિંમત રાખીને પિલાત પાસે ગયો અને ઈસુના શબની માગણી કરી.44આ પિલાત સાંભળીને અચરત પામ્યો કે તેઓ પહેલેથીજ મરી ગયા હતા; તેથી તેણે સૂબેદારને કહ્યું કે, જો ઈસુ પહેલેથી મરી ગયા છે.45જયારે તેને સૂબેદાર પાસેથી ખબર પડી કે આવું છે, ત્યારે તેણે તેમનું શબ યોસેફને આપ્યું.46યોસેફે શણના કપડાં વેચાતા લીધા, શબને નીચે ઉતાયુઁ, શણમાં લપેટીને, તેણે તેને ખડકમાંથી ખોદી કાઢેલી કબરમાં મૂકયું, પછી તેના દ્રાર આગળ પથ્થર ગબડાવીને મૂકયો.47તેમને કયાં મૂક્યાં હતાં તે મરિયમ માગદાલેણની અને યોસેફની મા મરિયમે જોયું.Biblica, Inc.