માર્ક11

યરુશાલેમમાં ઈસુનો રાજા તરીકે પ્રવેશ

1જયારે તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ આગળ બેથફગે તથા બેથાનિયા પાસે આવ્યા, ઈસુએ તેમનાં બે શિષ્યોને મોકલ્યા,2ઈસુએ તેઓને કહ્યું, “તમારી આગળનાં ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ત્યાં તમને એક વછેરો બાંધેલો જોવા મળશે, તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી, તેને છોડી ને અહીં લાવો.3જો કોઈ તમને પૂછે કે, ‘આમ શા માટે કરો છો?’ તો કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે, અને થોડા સમય પછી તેને અહીં પાછું મોકલી આપશે.’ ”
4તેઓ ગયાં અને બહાર રસ્તા પર બહાર એક વછેરો બાંધેલો મળ્યો. જયારે તેઓ તેને છોડતાં હતાં,5ત્યારે ત્યાં પાસે ઊભેલાઓમાંથી કેટલાકે પૂછયું, “તમે શું કરો છો? વછેરાને છોડો છો?”6ઈસુના કહ્યાં પ્રમાણે તેઓએ જવાબ આપ્યો, અને લોકોએ તેઓને જવા દીધા.7જયારે તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યાં, અને પોતાનાં ઝભ્ભા તેના ઉપર પાથર્યાં પછી તેઓ તેના પર બેઠા.8ઘણા લોકોએ રસ્તા ઉપર પોતાનાં ઝભ્ભા પાથયાઁ, જયારે બીજાઓએ ખેતરોમાંથી ડાળીઓ કાપી લાવીને પાથરી.9જેઓ તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા,“હોસાન્ના!”“પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય હો.”
10“આપણા પિતા દાવિદનું આવનાર રાજ્ય ધન્ય છે.”“ઉચ્ચ સ્વગઁમાં!” હોસાન્ના!
11ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો અને મંદિરનાં આંગણામાં ગયા, તેમણે ચારેબાજુ નજર નાંખી બધું જોયું, પરંતુ મોડું થયું હોવાથી બાર શિષ્યો સાથે તે બેથાનિયા ચાલ્યા ગયા.

ઈસુ મંદિરનાં આંગણાને શુદ્ઘ કરે છે

12બીજે દિવસે જયારે તેઓ બેથાનિયાથી નીકળ્યાં પછી, ઈસુ ભૂખ્યાં થયા.13થોડે દૂર તેમણે પુષ્કળ પાંદડાંથી છવાયેલી એક અંજીર જોઈ, કદાચ તેના પરથી ફળ મળે માટે જયારે તેઓ ત્યાં ગયા. ત્યારે પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ, કારણ અંજીરની મોસમને હજી વાર હતી.14પછી તેમણે ઝાડને કહ્યું, “હવે પછી તારા પરથી કદી કોઈ ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.
15યરુશાલેમ પહોંચીને, ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા, તેમણે વેચનારાઓને અને ખરીદનારાઓને ત્યાંથી હાંકી કાઢયાં, નાણાંવટીઓના ટેબલ અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી કરી નાંખી.16અને કોઈને પણ મંદિરમાં માલસામાન લઈ જવા દીધો નહિ.17તેમણે બોધ કરતા લોકોને કહ્યું, “શું એવુ લખેલું નથી: ‘મારું મંદિર બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.’ પણ તમે તો એને લુંટારાઓનું કોતર બનાવી દીધું છે.”
18આ સાંભળીને મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતોએ ઈસુને ખતમ કરવાનું કાવતરું ઘડવા લાગ્યા, કેમકે તેઓને તેમનો ડર હતો, કારણ સમગ્ર ટોળું તેમનાં શિક્ષણથી અચરત થઈ ગયું હતું.
19સાંજ પડતાં ઈસુ અને તેમનાં શિષ્યો શહેર બહાર ગયા.
20સવારમાં શિષ્યોએ રસ્તે જતાં, પેલી અંજીર જોઈ તે મૂળમાંથી સુકાઈ ગઈ હતી.21તે પિતરે યાદ કરીને, ઈસુને કહ્યું, “ગુરુજી જુઓ! તમે જે અંજીરને શાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ.”
22ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર પર વિશ્વાસ રાખો,23હું સાચે જ કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે તે ‘ખસી જઈને સમુદ્રમાં નંખાય,’ અને મનમાં સંદેહ રાખ્યાં વગર એ વિશ્વાસ રાખશો તો જે તેમણે કહ્યું છે તે પ્રમાણે થશે જ, એ એમનાં માટે થશે.24એ માટે હું તમને કહું છું તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગો છો, તે તમને મળી ચૂકયું છે એવો વિશ્વાસ રાખો, અને તે તમારું થશે.25અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે.26જો તમે માફ નહિ કરો તો આકાશમાંના પિતા પણ તમારાં અપરાધ તમને માફ નહિ કરે.” 

ઈસુના અધિકાર વિશે પ્રશ્ર

27તેઓ ફરી યરુશાલેમમાં આવ્યા; ઈસુ મંદિરનાં આંગણાંમાં ફરતાં હતા, ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલો તેમની પાસે આવ્યા.28તેઓએ પૂછયું, “કયાં અધિકારથી તમે આ કામો કરો છો? અને આ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?”
29ઈસુએ જવાબ આપ્યો, “હું તમને એક પ્રશ્ર પૂછીશ, મને જવાબ આપો, અને હું તમને કહીશ કે કયાં અધિકારથી હું આ કામો કરું છું.30યોહાનનું બાપ્તિસ્મા શું તે સ્વગઁથી હતું કે માણસોથી? મને કહો!”
31તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, “જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહી?32પણ જો આપણે કહીએ કે, ‘માણસોથી’…” (તેઓ લોકોથી ડરતા હતા, કારણ કે બધા માનતા હતા કે યોહાન ખરેખર પ્રબોધક હતો.)
33તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, “અમે જાણતા નથી.”
ઈસુએ કહ્યું, “તો હું પણ તમને કહેતો નથી, કે કયાં અધિકારથી હું આ કામો કરું છું.”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d