લૂક5

પ્રથમ શિષ્યોને ઈસુનું તેડું

1એક વખત ઈસુ ગન્નેસરેતના સરોવર કાંઠે ઊભા હતા, લોકો તેમની આજુબાજુ ટોળા વળી ઈશ્વરનાં વચનો સાંભળતા હતા.2માછીમારોએ બે હોડીઓને કિનારે લાંગરેલી તેમણે જોઈ, જેઓ પોતાની જાળો ધોતાં હતા.3તેમાંની એક હોડી સિમોનની હતી, તેઓ તેના પર ચઢયો. અને તેને હોડી થોડે દૂર હંકારવા કહ્યું અને તેમણે બેસીને લોકોને હોડીમાંથી શિક્ષણ આપ્યું.
4તેમના બોલી રહ્યા પછી, તેમણે સિમોનને કહ્યું, “હવે ઊંડા પાણીમાં લઈ જાઓ અને પકડવા માટે જાળ નાંખો.”
5સિમોને જવાબ આપ્યો, “માલીક! અમે આખી રાત ખૂબ જ મહેનત કરી અને કશું જ પકડાયું નથી, તોપણ, તમારાં કહેવાથી, હું જાળો નાંખીશ.”
6જયારે તેઓએ એમ કયું, ત્યારે તેમાં એટલી બધી માછલીઓ ભરાઈ કે તેમની જાળો તૂટવા લાગી.7તેથી તેઓના સાથીઓ બીજી હોડીમાં હતાં તેઓને મદદ માટે ઇશારો કયોઁ અને તેઓ આવ્યા અને બંને હોડીઓ એટલી બધી ભરાઈ કે તેઓ ડુબવા લાગી.
8જયારે સિમોન પિતરે આ જોયું, તે ઈસુના ઘુંટણે નમી પડયો અને બોલ્યો, “ઓ પ્રભુ, મારી પાસેથી દુર જાઓ, હું પાપી માણસ છું.”9માછલાંનો આટલો મોટો જથ્થો પકડયો તેથી પિતર અને તેના સાથીઓ અચરત થઈ ગયા.10ઝબદીના દીકરા યાકોબ અને યોહાન સિમોનના ભાગીદારો હતા.
ત્યારે ઈસુએ પિતરને કહ્યું “ગભરાઈશ નહિ! હવેથી તું લોકોને પકડનાર થશે.”
11તેથી તેઓ તેઓની હોડીને ખેચીને કાંઠા પર મુકી, બધું મૂકીને તેમની પાછળ ગયા.

ઈસુ રકતપિતયા માણસને સાજો કરે છે

12જયારે ઈસુએ એક શહેરમાં હતાં, ત્યારે રકતપિતથી ઢંકાયેલો એક માણસ આવ્યો. જયારે તેણે ઈસુને જોયા, ત્યારે તેણે જમીન પર ઊંધે મોં પડીને તેમને વિનંતી કરી, “પ્રભુ! જો તમે ચાહો તો તમે મને શુધ્ધ કરી શકો છો.”
13ઈસુએ તેમનો હાથ લાંબો કયોઁ અને માણસને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુધ્ધ થા!” અને તરત જ તેનો રકતપિત જતો રહ્યો.
14પછી ઈસુએ તેને હુકમ કયોઁ, “જો જો આ વાત કોઈને ન કહેતો, પણ જઈને, તારી જાતને યાજકને બતાવ અને તેઓને સાક્ષી તરીકે શુધ્ધિકરણ માટે મોશેએ આજ્ઞા આપી હતી તે બલિદાનો ચઢાવ.”
15છતાં પણ તેમના સંબંધીના સમાચાર વધારે ફેલાઈ ગયા, તેથી લોકોનાં ટોળેટોળાં તેમને સાંભળવા તથા રોગથી સાજા થવા આવ્યા.16પરંતુ તે એકાંત સ્થળો પર જઈને પ્રાર્થના કરતા.

ઈસુ લકવાગ્રસ્તને માફ કરે છે અને સાજો કરે છે

17એક દિવસ ઈસુ શિક્ષણ આપતાં હતા, અને ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો બેઠાં હતા. તેઓ ગાલીલના દરેક ગામમાંથી અને યહૂદિયા અને યરુશાલેમથી આવ્યા હતા. અને માંદાઓને સાજા કરવા સારું પ્રભુનું પરાક્રમ ઈસુ સાથે હતું.18કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં લાવ્યાં. ઘરમાં લઇ જઈને ઈસુની આગળ તેને મૂકવાનો પ્રયત્ન કયોઁ.19જયારે ટોળાને લીધે તેઓ તેમ કરવા માટે તેઓને કોઇ રસ્તો સૂઝયો નહિ ત્યારે તેઓ છાપરા પર ગયા અને ઈસુની સામે ભીડની વચ્યે તેને પથારીથી નીચે ઉતાયોઁ.
20જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો ત્યારે તેમણે કહ્યું, “મિત્ર! તારાં પાપ તને માફ થયાં છે.”
21ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ માંહોમાંહે વિચારવા લાગ્યા, “આ માણસ કોણ છે જે ઈશ્વર નિંદા કરે છે? એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?”
22ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું, “એવા વિચારો મનમાં શા માટે કરો છો?23‘તારાં પાપ તને માફ થયાં છે’ કે ‘ઉઠ અને ચાલ’ એમ કહેવું, આ બેમાંથી શું સહેલું છે?24પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા.25તરત તે તેઓની આગળ ઊભો થયો, ને જેના પર તે સુતો હતો તે ઊંચકીને, ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘરે ગયો.26દરેક આશ્વયઁ પામ્યાં અને ઈશ્વરની સ્તુતિ કરી, તેઓ ભયભીત થઇને કહ્યું આજે આપણે અદભુત બાબતો જોઈ છે.”

ઈસુ લેવીને બોલાવે છે અને પાપીઓ સાથે જમે છે

27આ પછી, ઈસુ બહાર ગયા, અને તેમણે એક જકાતદારને જોયો, તે જકાતનાકા પર બેઠેલો હતો, તેનું નામ લેવી હતું. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ!”28અને લેવી ઉઠયો, બધું મૂકીને તેમની પાછળ ગયો.
29પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માટે ભોજન સમારંભ રાખ્યો, અને કર ઉઘરાવનારાઓનું મોટું ટોળું અને બીજા અન્ય તેઓની સાથે જમતા હતા.30પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો કે જેઓ તેમના સંપ્રદાયના હતા તેમના શિષ્યોને ફરીયાદ કરી કે, “તમે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓની સાથે ખાઓ છો અને પીઓ છો?”
31ઈસુએ તેમને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી, પણ માંદાને છે;32હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવવા માટે બોલાવવા આવ્યો છું.”

ઇસુનો ઉપવાસ વિશે પ્રશ્ન

33તેઓએ તેમને કહ્યું, “યોહાનનાં શિષ્યો વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે. ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે પણ તમારા તો ખાયા ને પીયા કરે છે.”
34ઈસુએ જવાબ આપ્યો, “શું વર મિત્રોની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે ઉપવાસ કરાવી શકો?35પણ એવો વખત આવશે કે, જયારે વરરાજાને તેઓની પાસેથી લઇ લેવામાં આવશે એ દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.”
36તેમણે તેઓને આ દ્રષ્ટાંત આપ્યું, “કોઈ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને જૂના વસ્ત્ર પર થીંગડું મારતું નથી. જો દે તો તે નવું વસ્ત્ર ફાડશે, અને વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવશે.37અને કોઈ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરતો નથી, નહિ તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાંખશે, દ્રાક્ષારસ ઢળી જશે અને મશકો નાશ પામશે;38ના, નવો દ્રાક્ષારસ નવી મશકોમાં જ ભરાય.39અને કોઇ જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ પીવાં માંગશે નહિ. ‘કેમકે તેઓ કહેશે કે જૂનો સારો છે.’ ”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d