લૂક3

યોહાન બાપ્તિસ્ત માગઁ તૈયાર કરે છે

1તિબેરિયસ કૈસરનાં શાસનકાળના પંદરમે વર્ષે જયારે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, ત્યારે હેરોદ ગાલીલનો રાજા, તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો રાજા તથા ત્રાખોનીતીસ, અને લુસાનિયસ અબિલેનીનો રાજા તરીકે રાજ કરતા હતા.2અન્નાસ તથા કાયાફાસ પ્રમુખ યાજકોના સમય દરમ્યાન, ઈશ્વરનું વચન ઝખાર્યાના પુત્ર યોહાનની પાસે અરણ્યમાં આવ્યું.3તે યર્દનની આસપાસના સમગ્ર પ્રદેશોમાં પાપોની માફી માટે પસ્તાવાનું બાપ્તિસ્માનો ઉપદેશ આપતો.4જેમ યશાયા પ્રબોધકનાં પુસ્તકમાં વચનો લખેલા છે તેમ:“અરણ્યમાં પોકારનાર વાણી,‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો;તેમના માટે રસ્તા સીધા કરો.5દરેક ખીણ પુરવામાં આવશે,દરેક પર્વત અને ટેકરી નીચી કરાશે.વાંકાચુંકા રસ્તા સીધા થશે,ખરબચડા રસ્તા સપાટ થશે.6અને બધા લોકો ઈશ્વરનું તારણ જોશે.’ ”
7તેનાથી બાપ્તિસ્મા પામવાં બહાર આવતાં ટોળાંને યોહાને કહ્યું, “તમે સર્પોનાં વંશજ! આવનાર કોપથી નાશી જવા તમને કોણે ચેતવ્યા?8પસ્તાવાની સાથે રહે તેવાં ફળ ઉપજાવો: ‘અને પોતાને એમ ન કહેશો કે અબ્રાહમ અમારા પિતા અમારી પાસે છે!’ હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી પણ ઈશ્વર અબ્રાહમને માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે.9કુહાડો વૃક્ષનાં મૂળ પર મંડાય ચૂકયો છે, અને દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં નાંખવામાં આવશે.”
10ટોળાએ પૂછયું, “તો અમે શું કરીએ?”
11યોહાને જવાબ આપ્યો, “જેની પાસે બે શટઁ હોય, તો જેની પાસે નથી તેમાંનું એક આપી દો, જેની પાસે ખોરાક હોય, તો તે પણ એમ જ કરે.”
12જકાતકારો પણ બાપ્તિસ્મા પામવાં આવ્યા તેઓએ પૂછયું, “ગુરુજી! અમે શું કરીએ?”
13તેણે તેમને કહ્યું, “જરુર હોય તે કરતાં વધારે તમે ન ઉઘરાવો.”
14પછી કેટલાક સૈનિકોએ પૂછયું, “અને અમે શું કરીએ?”
તેણે જવાબ આપ્યો, “બળજબરીથી પૈસા પડાવી ન લો અને લોકો પર ખોટું તહોમત ન મૂકો, તમારાં પગારથી સંતોષી રહો.”
15લોકો આતુરતાથી રાહ જોતાં હતા અને સવઁ યોહાન સંબંઘી હૃદયમાં આશ્ચયઁ પામતા કે જો કદાચ તે મસીહ હોય.16યોહાને બધાને જવાબ આપ્યો, “હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં એક અધિક પરાક્રમી આવશે, તેના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી અને અગ્નિથી કરશે.17તેમનું સૂપડું તેમના હાથમાં છે, અને તે પોતાની ખળી સાફ કરશે. ઘંઉ તેમનાં કોઠારોમાં ભરશે, પણ તેઓ ભૂંસુ ન હોલવનાર અગ્નિમાં બાળી નાખશે.”18બીજા ઘણાં શબ્દોથી યોહાને લોકોને ઉતેજન આપ્યું અને તેમને સુસમાચાર પ્રગટ કયાઁ.
19પણ જયારે યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું તે માટે તથા તેણે કરેલાં બીજા અનેક ભૂંડાં કામોને લીધે યોહાને તેને ઠપકો આપ્યો હતો.20અને તે સવઁ ઉપરાંત હેરોદે યોહાનને જેલમાં પૂર્યો.

ઈસુનું બાપ્તિસ્મા અને વંશાવળી

21જયારે બધા લોકો બાપ્તિસ્મા લઇ રહયાં હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. અને તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે આકાશ ઊઘડી ગયું.22અને પવિત્ર આત્મા કબૂતરની જેમ શારીરિક રૂપમાં તેમના પર ઊતર્યો અને આકાશથી વાણી થઈ: “તું મારો પુત્ર છે. જેને હું પ્રેમ કરું છું; તારા પર હું પ્રસન્ન છું.”
23હવે ઈસુ પોતે લગભગ ત્રીસ વર્ષની ઉંમરના હતા, ત્યારે તેમણે પોતાની સેવાનો આરંભ કયોઁ. ધાયાઁ પ્રમાણે તે યોસેફના પુત્ર હતા. જે એલીનો પુત્ર,
24જે માથ્થાતનો પુત્ર, જે લેવીનો પુત્ર, જે મલ્ખીનો પુત્ર, જે યન્નાય પુત્ર, જે યોસેફનો પુત્ર,25જે મત્તાથિયાસનો પુત્ર, જે આમોસનો પુત્ર, જે નાહૂમનો પુત્ર, જે ઇસ્લીનો પુત્ર, જે નગ્ગયનો પુત્ર,26જે માહથનો પુત્ર, જે મત્તાથિયાસનો પુત્ર, જે શિમઇનો પુત્ર, જે યોસેખનો પુત્ર, જે યોદાનો પુત્ર,27જે યોહાનાનનો પુત્ર, જે રેસાનો પુત્ર, જે ઝરુબ્બાબેલનો પુત્ર, જે શાલ્તીએલનો પુત્ર જે નેરીનો પુત્ર હતો,28જે મલ્ખીનો પુત્ર, જે અદ્દીનો પુત્ર, જે કોસામનો પુત્ર, જે અલ્માદામનો પુત્ર, જે એરનો પુત્ર,29જે યહોશુઆનો પુત્ર, જે એલીએઝેરનો પુત્ર, જે યોરીમનો પુત્ર, જે માથ્થાતનો પુત્ર, જે લેવીનો પુત્ર હતો,30જે સીમેઓનનો પુત્ર, જે યહૂદાનો પુત્ર, જે યોસેફનો પુત્ર, જે યોનામનો પુત્ર, જે એલ્યાકીમનો પુત્ર,31જે મલેઆનો પુત્ર, જે મિન્નાનો પુત્ર, જે મત્તાથાનો પુત્ર, જે નાથાનનો પુત્ર, જે દાવિદનો પુત્ર,32જે યિશાઈનો પુત્ર, જે ઓબેદનો પુત્ર, જે બોઆઝનો પુત્ર, જે સલ્મોનનો પુત્ર, જે નાહશોનનો પુત્ર,33જે અમિનાદાબનો પુત્ર, જે રામનો પુત્ર, જે હેસ્રોનો પુત્ર, જે પેરેસનો પુત્ર, જે યહૂદાનો પુત્ર,34જે યાકોબનો પુત્ર, જે ઇસહાકનો પુત્ર, જે અબ્રાહમનો પુત્ર, જે તેરાહનો પુત્ર, જે નાહોરનો પુત્ર,35જે સરુગનો પુત્ર, જે રેઉનો પુત્ર, જે પેલેગનો પુત્ર, જે એબેરનો પુત્ર, જે શેલાહનો પુત્ર,36જે કેનાનનો પુત્ર, જે આર્ફાક્ષદનો પુત્ર, જે શેમનો પુત્ર, જે નૂહનો પુત્ર, જે લામેખનો પુત્ર,37જે મથૂશેલાનો પુત્ર, જે હનોખનો પુત્ર, જે યારેદનો પુત્ર, જે માહલાએલનો પુત્ર, જે કેનાનનો પુત્ર,38જે અનોશનો પુત્ર, જે શેથનો પુત્ર, જે આદમનો પુત્ર, જે ઈશ્વરનો પુત્ર.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d