લૂક22

ઈસુને પરસ્વાધીન કરવા યહૂદાની સંમતિ

1હવે બેખમીર રોટલીનું પવઁ જે, પાસ્ખાપવઁ કહેવાય છે, તે પાસે આવતું હતું.2અને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતો ઈસુથી છુટકારો મેળવવા કંઇ રસ્તો શોધી રહ્યા હતા, કારણ કે તેઓ લોકોથી ડરતા હતા.3પછી યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો જે બારમાંનો એક હતો, તેનામાં શેતાન પેઠો.4અને યહુદા મુખ્ય યાજકો તથા મંદિરનાં રક્ષકોનાં સરદારો પાસે ગયો અને ઈસુને કેવી રીતે પકડાવી દેવા મંત્રણા કરી.5તેઓ ખુશ થયા અને તેને પૈસા આપવાં સહમત થયા,6અને ટોળું હાજર ન હોય ત્યારે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ તે શોધવાં લાગ્યા.

છેલ્લું ભોજન

7હવે બેખમીર રોટલીનો દિવસ આવી પહોંચ્યો, કે જયારે પાસ્ખાપવઁના ઘેટાનું નું બલિદાન કરવાનું હતું.8ઈસુએ પિતર અને યોહાનને કહીને મોકલ્યા કે, “જઈને પાસ્ખાભોજનની તૈયારી કરે.”
9તેઓએ પૂછયું, “એ માટે, અમે ક્યાં તૈયારી કરીએ?”
10તેમણે જવાબ આપ્યો, “શહેરમાં દાખલ થતાં જ, તમને પાણીનો ઘડો લઈને જતો એક માણસ મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.11અને તે ઘરનાં માલિકને કહેજો. કે ‘ગુરુજી પૂછે છે કે, હું મારે ઊતરવાનો ઓરડો ક્યાં છે, જયાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?’12ત્યારે તે તમને ઉપલે માળે તૈયાર કરેલો એક મોટો ઓરડો બતાવશે; ત્યાં તૈયારી કરો.”
13તેઓ જઈને જે પ્રમાણે ઈસુએ તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે મળ્યું. તેથી તેઓએ પાસ્ખાપવઁની તૈયારી કરી.
14જયારે સમય આવ્યો, ત્યારે ઈસુ અને તેમના પ્રેષિતો મેજ પર બેઠાં હતા.15અને તેમણે તેઓને કહ્યું, “મારા સહન કરવા પહેલાં તમારી સાથે આ પાસ્ખાભોજન લેવાની મારી ઘણી ઈચ્છા હતી.16કેમકે હું તમને કહું છું કે ઈશ્વરના રાજ્યમાં તે પુરું નહિ થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી.”
17પ્યાલો લીધા પછી, તેમણે આભાર માનીને કહ્યું, “આ લો અને માહોમાંહે વહેંચો.18હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય ન આવે, ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષારસ પીનાર નથી.”
19અને તેમણે રોટલી લીધી, અને આભાર માનીને તે ભાંગી અને તેઓને આપીને કહ્યું, “આ મારું શરીર છે, જે તમારાં માટે આપવામાં આવેલું છે. મારી યાદગીરીમાં આ કરો.”
20તે જ રીતે જમી રહ્યા પછી તેમણે પ્યાલો લઇને કહ્યું, “આ પ્યાલો, મારા રકતમાંનો નવો કરાર છે, જે તમારે સારું વહેવડાવેલું છે.21પણ જે મને પરસ્વાધીન કરનાર છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.22માણસનો દીકરો યોજના પ્રમાણે જાય છે. પણ જે માણસ તેમને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ!”23તેઓ અંદરોઅંદર પૂછવાં લાગ્યા કે, આપણામાંનો કોણ આ કરવાનો હશે.
24પછી તેઓમાં માંહોમાંહે વિવાદ ઊભો થયો કે આપણામાં સૌથી મોટું કોણ છે.25ઈસુએ તેઓને કહ્યું, “વિદેશીઓનાં રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.26પણ તમે એવા ન થાવ, તેનાં કરતાં તમારાંમાં જે મોટો હોય, તેણે સૌથી નાનાં જેવા થવું, અને જે શાસન કરે છે, તેણે સેવા કરનારના જેવા થવું27મોટો કોણ છે, જે ટેબલ પર છે તે કે જે સેવા કરનાર છે તે? જે ટેબલ પર છે તે નહિ? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું.28મારી કસોટીનાં સમયમાં સાથે ઊભા રહેનાર તમે જ છો,29અને જેમ મારા પિતાએ મને આપ્યું છે તેમ હું પણ તમને રાજય આપું છું,30જેથી મારા રાજ્યમાં તમે મારી સાથે ખાશો ને પીશો, અને ઇઝરાયેલનાં બાર કુળોનો ન્યાય કરવા રાજ્યાસન પર બિરાજશો.
31“સિમોન, સિમોન! શેતાન તમને બધાને ઘઉંની પેઠે ચાળવા માગ્યા.32પણ મેં, તારે માટે પ્રાર્થના કરી છે કે તું તારા વિશ્વાસમાંથી ડગી ન જાય, અને જયારે તું પાછો ફરે, ત્યારે તારા ભાઈઓને તું વિશ્વાસમાં સ્થિર કરજે.”
33પણ તેણે ઉત્તર આપ્યો, “પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા અને મરવા પણ તૈયાર છું!”
34ઈસુએ જવાબ આપ્યો, “પિતર, હું તને કહું છું કે, આજે સવારે મરઘો બોલે તે પહેલાં, હું તેમને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરીશ.”
35પછી ઈસુએ તેઓને પૂછયું, “જયારે, મેં તમને થેલી, ઝોણ્ણી તથા ચંપલ વિના મોકલ્યા ત્યારે શું તમને કશાંની ખોટ પડી?”
તેઓએ જવાબ આપ્યો, “કશાંની નહિ.”
36તેમણે તેઓને કહ્યું, “પણ હાલ જો તમારી પાસે થેલી હોય, તે રાખો. અને ઝોણ્ણી પણ, અને જો તમારી પાસે તરવાર ન હોય, તો તમારાંં કપડાં વેચીને તે ખરીદી લો.37કારણ કે લખેલું છે કે, ‘અપરાધીઓની સાથે તેઓ ગણાયા,’ અને હું કહું છું કે મારામાં તે પુરું થવું જોઈએ, હા, મારા વિશે જે લખેલું છે તે પુરું થવા જઈ રહ્યું છે.”
38શિષ્યોએ કહ્યું, “જુઓ, પ્રભુ, અહીં બે તરવાર છે.”
તેમણે જવાબ આપ્યો, “તે પૂરતી છે.”

ઈસુ જૈતુન પહાડ પર પ્રાથઁના કરે છે

39ઈસુ હંમેશની જેમ જૈતુન પહાડ પર ગયા, અને તેમના શિષ્યો પણ તેમની પાછળ ગયા.40તે જગ્યાએ પહોચ્યા પછી તેમણે તેમને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવી પડો.”41પછી પથ્થર ફેંકી શકાય એટલા અંતરે તે તેઓથી દૂર ગયા અને તેમણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી:42“હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાંથી દૂર કરો; તોપણ, મારી ઇચ્છા નહિ પણ તમારી પૂર્ણ થાઓ.”43આકાશમાંથી એક દૂત તેમને દેખાયો અને તેમને બળ આપ્યું.44અતિ ભારે કષ્ટ સાથે તેમણે વધારે આગ્રહથી પ્રાર્થના કરી. અને તેમનો પસીનો રકતના ટીંપાની જેમ જમીન પર પડતો હતો.
45પ્રાથઁના કરીને તેઓ ઊઠીને શિષ્યોની પાસે પાછા ગયા, તેમણે તેઓને દુઃખને લીધે ઊંઘતા જોયા.46તેમણે તેઓને પૂછયું, “તમે કેમ ઊંઘો છો? ઊઠો! ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.”

ઈસુની ધરપકડ

47જયારે હજુ ઈસુ બોલતા હતા, એટલામાં ટોળું આવ્યું, એક માણસ જે યહૂદા કહેવાય છે કે જે બારમાનો એક, તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા સારું તેમની પાસે આવ્યો.48પણ ઈસુએ તેને પૂછયું, “યહૂદા! શું તું માણસના દીકરાને ચુંબન કરી પરસ્વાધીન કરાવે છે?”
49જયારે ઈસુની પાછળ ચાલનારાઓએ જે કાંઈ બનવાનું હતું તે જોઈને બોલ્યા, “પ્રભુ, શું અમે અમારી તરવાર ચલાવીએ?”50અને તેઓમાંના એકે પ્રમુખ યાજકના નોકરનો જમણો કાન કાપી નાંખ્યો.
51પણ ઈસુએ જવાબ આપ્યો, “આટલું બસ છે.” અને માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કયોઁ.
52તેમના માટે આવેલા મુખ્ય યાજકો, મંદિરનાં રક્ષક અધિકારીઓ તથા વડીલોને ઈસુએ કહ્યું, “શું હું બડવાની આગેવાની કરી રહયો છું, કે તમે તલવારો અને ભાલાઓ લઇને આવ્યા છો?53હું દરરોજ મંદિરનાં આંગણાંમાં તમારી સાથે હતો, ત્યારે તમે મારા પર હાથ ન નાખ્યો! પરંતુ હાલ આ તમારો સમય છે, જયારે અંધકાર રાજ કરે છે.”

પિતર ઈસુનો નકાર કરે છે

54પછી તેઓએ તેમને પકડી લીધા ને તેમને પ્રમુખ યાજકના નિવાસસ્થાને લઈ ગયા. પિતર થોડે દૂર રહીને પાછળ ગયો.55અને જયારે તેઓ આંગણાની વચ્યે તાપણું સળગાવીને તેઓ સાથે બેઠાં હતા, અને ત્યારે પિતર તેઓની સાથે બેઠો.56તાપણાના અજવાળામાં એક દાસીએ તેને બેઠેલો જોયો, તેની સામે નજીકથી જોઈને કહ્યું, “આ માણસ તેની સાથે હતો!”
57પણ તેણે નકાર કરીને કહ્યું, “બાઈ, હું તેમને ઓળખતો નથી!”
58થોડીવાર પછી બીજા કોઇએ તેને જોઈને કહ્યું, “તું પણ તેઓમાંનો એક છે!”
પિતરે જવાબ આપ્યો, “ના, ભાઈ! હું નથી.”
59એકાદ કલાક પછી બીજા એકે ખાતરીપૂવઁક કહ્યું, “ખરેખર આ માણસ તેની સાથે હતો, કેમકે તે ગાલીલનો છે.”
60પણ પિતરે જવાબ આપ્યો અને કહ્યું, “ભાઈ, તમે કોના વિશે વાત કરો છો તે હું જાણતો નથી!” તે બોલતો હતો એટલામાં જ મરઘો બોલ્યો.61ઈસુએ પાછળ ફરીને પિતરની સામું જોયું. ત્યારે પિતરને પ્રભુએ તેને કહેલા શબ્દો યાદ આવ્યા: “આજે મરઘો બોલે તે પહેલાં, તું ત્રણ વાર મારો નકાર કરીશ.”62અને તે બહાર જઈને ખૂબ રડયો.

સિપાઈઓ ઈસુની મશ્કરી કરે છે

63જે માણસો ઈસુની ચોકી કરતા હતા તેમણે તેમની મશ્કરી કરી અને તેમને માયાઁ.64તેમણે તેમની આંખે પાટો બાંધીને પૂછયું, “પ્રબોધ કરો, તમને કોણે માર્યુ?”65અને તેઓએ ઘણી બધી અપમાનજનક બાબતો કહી.

ઈસુ પિલાત અને હેરોદની સમક્ષ

66વહેલી પરોઢે લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો બન્નેની સાથે ભેગી થઇ, અને ઈસુને તેઓની આગળ લાવવામાં આવ્યા.67તેઓએ કહ્યું.
“જો તું મસીહ છે, તો અમને જણાવ.” ઈસુએ જવાબ આપ્યો, “જો હું તમને કહું તો તમે મારો વિશ્વાસ કરવાનાં નથી
68વળી જો હું તમને પૂછું તો તમે જવાબ આપવાના નથી;69પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરનાં પરાક્રમને જમણે હાથે બિરાજશે.”
70તેઓ બધાએ પૂછયું કે, “તો શું તું ઈશ્વરપુત્ર છે?”
તેમણે જવાબ આપ્યો, “તમે કહો છો, હું તે છું!”
71ત્યારે તેઓએ કહ્યું, “આપણે પોતે તેના મોં થી સાંભળ્યું છે, હવે આપણે બીજી કોઇ સાક્ષીની શી જરુર છે.”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d