લૂક20

ઈસુના અધિકાર વિશે પ્રશ્ર

1એક દિવસ ઈસુ મંદિરનાં આંગણાંમાં લોકોને શિક્ષણ આપતાં હતા અને સુસમાચાર પ્રગટ કરતાં હતા, ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને આગેવાનો સહિત તેમની પાસે આવ્યા.2તેઓએ કહ્યું, “અમને કહો તમે ક્યાં અધિકારથી આ કામો કરો છો? તેઓએ કહ્યું તમને આ અધિકાર કોણે આપ્યો?”
3તેમણે જવાબ આપ્યો, “હું પણ તમને પ્રશ્ર પૂછીશ, મને કહો:4યોહાનનું બાપ્તિસ્મા સ્વગઁથી હતું કે માણસોથી?”
5તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, “જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, ‘તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહી?’6પણ જો આપણે કહીએ કે, ‘માણસોથી,’ તો બધા લોકો આપણને પથ્થરે મારશે, કારણ કે તેઓને ખાતરી છે કે યોહાન એક પ્રબોધક હતો.”
7તેથી તેઓએ જવાબ આપ્યો, “તે કયાંથી હતું તે અમે જાણતા નથી.”
8ઈસુએ કહ્યું, “તો હું પણ તમને કહેતો નથી કે હું કયાં અધિકારથી આ કામો કરું છું.”

ઇજારે આપેલી દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત

9તેમણે લોકોને આ દ્રષ્ટાંત કહ્યું: “એક માણસે દ્રાક્ષાવાડી રોપી, કેટલાક ખેડૂતોને તે ઇજારે આપી અને લાંબા સમયને માટે બહાર ગયો.10કાપણીના સમયે તેણે પોતાના એક નોકરને ઇજારદાર પાસે મોકલ્યો કે તેઓ તેને દ્રાક્ષાવાડીનાં થોડા ફળ તેને આપે. પણ ઇજારદારોએ તેને માર માયોઁ અને ખાલી હાથે પાછો મોકલી દીધો.11પછી તેણે બીજા એક નોકરને મોકલ્યો, પણ તેને પણ તેઓએ માર્યો, અને અપમાન કરીને ખાલી હાથે મોકલી દીધો.12તેણે હજુ ત્રીજાને પણ મોકલ્યો, અને તેઓએ તેને ઘાયલ કરીને બહાર ફેંકી દીધો.
13“ત્યારે દ્રાક્ષાવાડીના માલીકે કહ્યું ‘હું શું કરું? હું મારા પ્રિય દીકરાને મોકલીશ, જેને હું પ્રેમ કરું છું; કદાચ તેઓ તેનો આદર કરશે.’
14“પણ જયારે ઇજારદારોએ તેને જોયો, ત્યારે તેઓએ વાત કરી. ‘આ વારસદાર છે, તેઓએ કહ્યું. ચાલો, તેને મારી નાખીએ, અને વારસો આપણો થશે.’15તેથી તેમણે તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકીને તેને મારી નાંખ્યો.
“હવે, દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?
16તે આવીને તે ઇજારદારોને મારી નાંખશે અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.”
જયારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તેઓએ કહ્યું, “ઈશ્વર એવું ન થાઓ!”
17ઈસુએ તેઓની તરફ સીધું જોઈને પૂછ્યું, તો પછી જે લખેલું છે તેનો શો અર્થ છે:“ ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કયોઁ હતોતે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો?’ ”
18“એ પથ્થર સાથે જે કોઈ અફળાશે, તેના ટુકડે ટુકડા થઇ જશે વળી એ જેનાં પર તે પડશે તેનો ભુકકો થઈ જશે.”
19નિયમશાસ્ત્રના પંડિતોઓ અને મુખ્ય યાજકોએ તેમને તરત જ પકડવાનો માગઁ શોધ્યો, કેમકે તેઓએ જાણતા હતા કે આ દ્રષ્ટાંત તેઓ તેમની વિરુદ્ધ બોલ્યા છે. પરંતુ તેઓ લોકોથી બીતા હતા.

કૈસરને કર આપવો

20તેના પર નજર રાખીને તેઓએ જાસૂસોને મોકલ્યા, જેઓ સારા હોવાનો ઢોંગ કરતા હતા. તેઓને આશા હતી કે ઈસુએ જે કહ્યું તેમની વાતમાં સપડાવશે, તેથી તેઓ તેમને રાજયપાલની સત્તા તથા અધિકારમાં સોંપી શકે.21જાસૂસોએ તેમને પ્રશ્ન કર્યો, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે સાચું અને યોગ્ય છે તે તમે બોલો છો, અને તમે પક્ષપાત કરતા નથી, પણ તમે સત્યથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો.22તો આપણે કૈસરને કર આપવો યોગ્ય છે કે નહિ?”
23તેમણે તેઓની દ્ગિધા જોઈને તેઓને કહ્યું,24“મને એક સિક્કા બતાવો. એના પર કોની છાપ અને કોના લેખ છે?”
તેઓએ જવાબ આપ્યો, “કૈસરના.”
25તેમણે તેમને કહ્યું, “તો કૈસરનું છે તે કૈસરને, અને જે ઈશ્વરનું છે, તે ઈશ્વરને પાછું આપો.”
26તેમણે જાહેરમાં જે કહ્યું તેમાં તેઓ તેમને ફસાવી શકયા નહિ. અને તેમના જવાબથી અચરત પામીને તેઓ ચૂપ થઈ ગયા.

પુનરુત્થાન અને લગ્ન

27કેટલાક સાદૂકીઓ, જેઓ કહે છે પુનરુત્થાન નથી તેઓ પ્રશ્ન સાથે ઈસુ પાસે આવ્યા.28તેઓએ કહ્યું, “ગુરુજી, મોશેએ અમારા માટે એવુ લખ્યું છે કે જો કોઇ માણસનો ભાઈ મૃત્યું પામે ને તેની પત્નિ નિઃસંતાન હોય, તો તે માણસ તે વિધવા સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે.29હવે સાત ભાઈઓ હતાં. પહેલો સ્ત્રીને પરણ્યો અને નિઃસંતાન મરણ પામ્યો.30પછી બીજો31અને ત્રીજો પણ તેને પરણ્યો, એ પ્રમાણે સાતેય પરણ્યા અને નિઃસંતાન મરણ પામ્યા.32છેલ્લે, તે સ્ત્રી પણ મરણ પામી.33તો પછી હવે, પુનરુત્થાન વખતે તે કોની પત્ની થશે? કારણ કે તે સાતેયએ તેની સાથે લગ્ન કયુઁ હતું?”
34ઈસુએ જવાબ આપ્યો, “આ યુગના લોકો પરણે છે ને પરણાવે છે.35પણ જેઓ આવનાર યુગમાં, મરણમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી ને પરણાવતાં નથી.36તેઓ દૂતો જેવા છે અને તેઓ ફરીથી મરનાર નથી. તેઓ પુનરુત્થાનના સંતાન હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે.37મોશેનાં લખાણો પણ આ બાબતને સત્ય ઠરાવે છે, બળતાં ઝાડવાનાં પ્રકરણમા મોશેએ પણ બતાવ્યું કે મૂએલાં સજીવન થાય છે, કેમકે તે પ્રભુને, અબ્રાહમનાં ઈશ્વર, અને ઇસહાકનાં ઈશ્વર, અને યાકોબનાં ઈશ્વર, તરીકે સંબોધે છે.38તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે, કેમકે તેમનાં માટે સઘળાં જીવે છે.”
39કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ કહ્યું, “ગુરુજી, તમે ઠિક કહ્યું!”40અને કોઇએ તેમને વધારે પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહિ.

મસીહા કોના પુત્ર?

41ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “મસીહ દાવિદનો દીકરો છે એવું કેમ કહેવાય છે?42ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાવિદ પોતે જ જાહેર કરે છે:“ ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું,43“જ્યાં સુધી હું તારા શત્રુઓને તારે માટે પાયાસન ન કરુંત્યાં સુધી મારે જમણે હાથે બેસ.” ’
44દાવિદ તેમને ‘પ્રભુ’ કહે છે. તો તે તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?”

નિયમશાસ્ત્રના પંડિતો વિરુધ્ધ ચેતવણી

45જયારે બધા લોકો સાંભળતાં હતા, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું,46“નિયમશાસ્ત્રના પંડિતોથી સાવધાન રહો, તેઓને લાંબા ઝભ્ભા પહેરીને આસપાસ ફરવાનું અને બજારોમાં લોકોના વંદન ઝીલવાનું ગમે છે. અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો અને ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો પસંદ કરે છે.47તેઓ વિધવાઓના ઘર ગળી જાય છે અને દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરે છે. આ માણસોને ભારે શિક્ષા ભોગવવી પડશે!”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d