લૂક17

પાપ, વિશ્વાસ, ફરજ

1ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જે બાબતો લોકોને ઠોકર ખવડાવે છે તે આવવાના, પણ જેના દ્વારા એ આવે છે તેને અફસોસ.2કોઈ આ નાનાંઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેના ગળે ફરતે ઘંટીનું મોટું પડ બાંધીને તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે એ તેને માટે સારું છે.3તેથી સાવધ રહો.
“જો તારો ભાઈ કે બહેન તારી વિરુદ્ધ પાપ કરે, તો તેમને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર.
4એ કદાચ દિવસમાં સાત વાર તારો અપરાધ કરે, અને સાતેય વાર ‘પસ્તાવો કરી તારી માફી માગે,’ તો તેને માફ કર.”
5પ્રેષિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”
6તેમણે જવાબ આપ્યો, “જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેવો નાનો હોય, તો તમે આ શેતૂરના ઝાડને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા!’ તો તે તમારું માનશે.
7“ધારોકે, તમારાંમાંનો કોઈનો એક નોકર ખેડતો અથવા ઘેંટા ચરાવતો હોય, તે નોકર જયારે ખેતરમાંથી આવે, ‘ત્યારે તે તેને કહેશે કે, હમણાં આવ અને જમવા બેસ?’8તેથી ઊલટું તે તેને કહેશે કે, ‘મારું ભોજન તૈયાર કર, હું ખાઉં કે પીવું ત્યાં સુધી તૈયાર રહી મારી રાહ જો; પછી તું ખા અને પી?’9કારણ કે તે નોકરે તેમની વાત માની માટે શું તે તેનો આભાર નહિ માને?10તેમજ તમે પણ એ જ પ્રમાણે તમને જે કહેવામાં આવેલું તે સવઁ કયાઁ પછી તમારે કહેવું જોઈએ, ‘અમે નકામાં ચાકરો છીએ, અમે કહ્યાં જેટલું જ કયુઁ છે.’ ”

ઈસુ દશ રકતપિતયાઓને સાજા કરે છે

11યરુશાલેમ તરફ જતાં તેઓ ગાલીલ અને સમરૂનની વચ્યેની સરહદ પરથી ગયા.12જયારે તે એક ગામમાંથી જતાં હતા, ત્યારે દસ માણસો જેમને રકતપિત થયો હતો, તેમને મળ્યાં, તેઓ દૂર ઊભા રહ્યા.13અને મોટે અવાજે બૂમ પાડી, “ઓ ઈસુ, માલીક, અમારા પર દયા કરો!”
14જયારે ઈસુએ તેમને જોયા, ત્યારે તેમણે કહ્યું, “જાઓ, પોતાને યાજકોને બતાવો.” અને તેઓ જતાં જતાં શુધ્ધ થયા.
15તેઓમાંનો એક, પોતે સાજો થઈ ગયો છે, એ જોઈને મોટે સાદે ઈશ્વરની સ્તુતિ કરતો ઈસુ પાસે પાછો આવ્યો.16તે ઈસુની આગળ પડી ગયો અને તેમનો આભાર માન્યો, અને તે સમરૂની હતો.
17ઈસુએ પૂછયું, “શું સવઁ દશેયને શુધ્ધ કરવામાં આવ્યા ન હતા? તો બીજા નવ કયાં છે?18ઈશ્વરને મહિમા આપવાં શું આ એક પરદેશી સિવાય કોઇ જ પાછો ન આવ્યો?”19પછી તેમણે તેને કહ્યું, “ઊઠ અને જા. તારા વિશ્વાસે તને સાજો કર્યો છે.”

ઈશ્વરના રાજ્યનું આગમન

20એક વાર, ફરોશીઓ દ્રારા પૂછવામાં આવ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યાંરે આવશે? ઈસુએ જવાબ આપ્યો, “આવનાર ઈશ્વરનું રાજ્ય એવું નથી જે જોઈ શકાય.21લોકો એમ નહિ કહે કે, ‘તે અહીં છે! અથવા તે ત્યાં છે!’ કારણ ઈશ્વરનું રાજ્ય તો તમારામાં છે.”
22પછી તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “હવે એવો સમય આવી રહ્યો છે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઝંખશો પણ તમે તે જોશો નહિ.23લોકો તમને કહેશે કે, તે ત્યાં છે અથવા અહીં તે છે, તેઓની પાછળ દોડશો નહિ.24કારણ કે જેમ વીજળી આકાશમાં ચમકે છે ને તેનો પ્રકાશ એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે તે જ રીતે માણસના દીકરાના દિવસમાં થશે.25પણ તે પહેલાં તેમણે ધણાં દુઃખો સહન કરવા પડશે ને આ પેઢીથી નકારાશે.
26“જેમ નૂહનાં દિવસોમાં હતું, તેવું માણસના દીકરાના દિવસોમાં થશે,27નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા-પીતાં, પરણતા અને પરણાવતા હતા. અને પછી જળપ્રલયે આવ્યો અને બધાનો નાશ કયોઁ.
28“લોતનાં દિવસોમાં પણ એવું જ હતું, તેઓ ખાતાં-પીતાં હતા, ખરીદતા અને વેચતા, રોપતા અને બાંધતા હતા.29પણ જે દિવસે લોતે સદોમ છોડયું તે દિવસે આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યાં અને બધાંનો વિનાશ થયો.
30“માણસનો દીકરો પ્રગટ થશે, ત્યારે પણ એમ જ બનશે.31એ દિવસે જેઓ ઘરનાં ધાબા પર હોય, તેઓએ સામાન લેવાં નીચે ઊતરવું નહિ, તેવીજ રીતે, જેઓ ખેતરમાં હોય, તેઓએ કશાં માટે પાછા જવું નહિ.32લોતની સ્ત્રીને યાદ કરો!33જે પોતાનો જીવ બચાવવાં પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે, અને જે પોતાનો જીવ ગુમાવશે તે તેને બચાવશે.34હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ હશે; એક લેવાશે ને બીજો પડતો મૂકાશે.35બે સ્ત્રીઓ સાથે દળતી હશે, એક લેવાશે, ને બીજી પડતી મૂકાશે.36એ જ પ્રમાણે ખેતરમાં બે જણ હશે એક લેવાશે, અને બીજો પડતો મૂકાશે.” 
37તેઓએ પૂછયું, “પ્રભુ, કયાં?”
તેમણે જવાબ આપ્યો, “જયાં મડદું હશે, ત્યાં ગીધો એકઠા થશે.”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d