લૂક11
ઈસુનું પ્રાર્થના વિશે શિક્ષણ
1એક દિવસે ઈસુ એક સ્થળે પ્રાર્થના કરતા હતા. જયારે તેઓ પૂરી કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તમે પણ અમને શીખવો.”2તેમણે તેઓને કહ્યું, જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે કહો:“ ‘પિતા,તમારું નામ પવિત્ર મનાઓ,તમારું રાજ્ય આવો.3દિવસની અમારી રોટલી દરરોજ અમને આપો.4અમારા પાપ અમને માફ કરો.કેમકે અમે પણ, અમારી વિરુદ્ધ પાપ કરનાર દરેકને માફ કરીએ છીએ.અને અમને પરીક્ષણમાં ન લાવો.’ ”5પછી ઈસુએ તેમને કહ્યું: “ધારોકે તમારે કોઈ મિત્ર હોય, ને મધરાતે તે તેની પાસે જઈને કહે કે, ‘મિત્ર! મને ત્રણ રોટલી ઉછીની આપ;6કારણ કે મારો એક મિત્ર મુસાફરીથી મારે ત્યાં આવ્યો છે, અને તેને પીરસવાં મારી પાસે કંઈ ખોરાક નથી.’7અને કદાચ તે અંદરથી એવો જવાબ આપે કે મને પરેશાન કરશો નહિ બારણું બંધ કરી દીધું છે, ‘અને મારા બાળકો અને હું પથારીમાં છીએ, હું ઉઠીને તને કંઇ આપી શકતો નથી.’8હું તમને કહું છું કે: ભલે તે ઉઠીને તમને મિત્રતાને કારણે રોટલી આપશે નહિ, તોપણ તમારી નિલઁજ્જ હિમંતને લીધે તે ચોકકસ ઉઠશે અને તમને જરૂર હોય તેટલું આપશે.9“માટે હું તમને કહું છું: માંગો અને તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે10જે માગે છે તે દરેકને મળે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવશે.11“તમારામાંનો કયો પિતા, જો તમારો દીકરો તમારી પાસે રોટલી માગે, તો શું તમે તેને પથ્થર આપશો? જો તમારો દીકરો માછલી માગે તો શું તેને બદલે સાપ આપશો?12અથવા જો તે ઈંડુ માગે તો શું તમે વીંછી આપશો?13જો તમે પાપી હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપવાનું જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતા, જેઓ તેમની પાસે માગે છે, તેઓને પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ છે?”ઈસુ અને બાલઝબૂલ
14ઈસુ મૂંગા અશુધ્ધ આત્માને કાઢતા હતા, જયારે અશુધ્ધ આત્મા નીકળ્યો, ત્યારે મૂંગો માણસ બોલવાં લાગ્યો, અને ટોળું અચંબો પામ્યું.15પણ કેટલાકે કહ્યું, “ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી તે અશુધ્ધ આત્માઓને કાઢે છે.”16બીજાઓએ તેમની કસોટી કરવા આકાશમાંથી નિશાની માંગી.17ઈસુએ તેઓના વિચારો જાણીને તેમણે કહ્યું, “કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે, અને દરેક રાજય અથવા ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ.18જો શેતાન પોતાની વિરુદ્ધ ફૂટ પાડે તો તેનું રાજ્ય કેવી રીતે ટકી શકે? હું આ કહું છું કેમકે તમે કહો છો કે હું બાલઝબૂલની મદદથી અશુધ્ધ આત્માઓને કાઢું છું.19જો હું બાલઝબૂલ દ્વારા અશુધ્ધ આત્માઓને કાઢું છું તો તમારાં શિષ્યો કોની મદદથી તેઓને કાઢે છે? તો પછી તેઓ તમારા ન્યાયાઘીશ થશે.20પણ જો હું ઈશ્વરની આંગળી વડે અશુધ્ધ આત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારા પર આવ્યું છે.21“જયારે એક બળવાન માણસ સંપૂણઁ શસ્ત્ર સજજ બનીને પોતાના ઘરનું રક્ષણ કરે, ત્યારે તેની મિલકત સલામત રહે છે.22પણ જયારે કોઇ વધુ બળવાન માણસ તેના પર હુમલો કરી તેને જીતે છે, ત્યારે તે માણસ જેનાં પર તે આધાર રાખતો હતો, તે શસ્ત્રો તે ઉતારી લે છે, અને તેની લૂટં વહેંચી લે છે.23“જે મારા પક્ષનો નથી, તે મારી વિરુધ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી, તે વેરી નાખે છે.24“માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળ્યાં પછી તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ભટકે છે, પણ તેને મળતો નથી. ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ.’ જયારે તે આવે છે,25ત્યારે તે ઘર ખાલી, વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે.26પછી તે જઈને પોતાના કરતાં વધારે દુષ્ટ એવા બીજા સાત આત્માઓને લાવે છે, અને તેઓ તેમાં જઈને ત્યાં રહે છે. અને તે માણસની દશા અગાઉના કરતાં વધારે કફોડી બને છે.27“જયારે ઈસુ આ કહેતાં હતા ત્યારે ટોળામાંથી એક સ્ત્રી બૂમ પાડીને બોલી, જે માતાએ તમને જન્મ આપ્યો અને સ્તનપાન કરાવ્યું તેને ધન્ય છે.”28તેમણે જવાબ આપ્યો, “તે કરતાં જેઓ ઈશ્વરનાં વચન સાંભળે છે, ને પાળે છે, તેઓને ધન્ય છે.”યોનાની નિશાની
29ટોળું મોટું થતાં ઈસુએ કહ્યું, “આ દુષ્ટ પેઢી છે. તે નિશાની માગે છે, પણ યોનાની નિશાની સિવાય બીજી કોઇ તેમને આપવામાં આવશે નહિ.30કેમકે નિનવેહના લોકો માટે જેમ યોના નિશાનીરૂપ બન્યો, તેમ માણસનો દીકરો પણ આ પેઢી માટે થશે.31દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે અને તેઓને અપરાધી ઠરાવશે; કારણ કે તે પૃથ્વીનાં છેડાથી તે સોલોમોનનાં જ્ઞાનને સાંભળવા આવી હતી, અને હવે અહીં સોલોમોન કરતાં પણ એક મોટો છે.32ન્યાયકાળે નિનવેહના માણસો આ પેઢી વિરુદ્ધ ઊભા થશે અને દોષિત ઠરાવશે; કેમકે તેઓએ યોનાનો ઉપદેશ સાંભળીને પસ્તાવો કયોઁ અને હવે યોના કરતાં કોઇક અહીં મોટો છે.શરીરનો દીવો
33“દીવો સળગાવીને, કોઈ તે સંતાય રહે એવી જગ્યાએ, કે વાસણ નીચે સંતાડી મૂકશે નહિ; પણ તેને બદલે સ્ટેન્ડ પર મૂકશે જેથી ઘરમાં પ્રવેશનાર ને તે અજવાળું આપે.34તમારી આંખ તમારાં શરીરનો દીવો છે. જયારે તમારી આંખો નિર્મળ હોય, ત્યારે તમારું આંખુ શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે, પણ જયારે ભૂંડુ હોય, ત્યારે તમારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે.35માટે સાવધ રહો કે તમારાંમાં જે પ્રકાશ છે તે અંધકાર ન હોય.36તેથી, જો તમારું આંખુ શરીર પ્રકાશથી ભરેલું હોય ને કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તમને પ્રકાશ આપે છે, તેમ પ્રકાશથી ભરેલું થશે.”ફરોશીઓ અને પંડિતોને અફસોસ
37જયારે ઈસુએ બોલવાનું પૂરું કર્યું, ત્યારે એક ફરોશીએ તેમને પોતાની સાથે જમવા માટે આમંત્રણ આપ્યું. તેથી તેઓ અંદર જઈને ટેબલ પર જમવા બેઠાં.38જમતા પહેલાં ઈસુ નાહ્યા નહિ તે જોઇને ફરોશી અચરત થયો.39ત્યારે પ્રભુએ તેને કહ્યું, “તો હવે, તમે ફરોશીઓ થાળી વાટકો બહારથી જ સાફ રાખો છો, પણ અંદરથી તમે લાલચ અને દુષ્ટતાથી ભરેલાં છો.40તમે મૂર્ખ લોકો! જેણે બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ બનાવ્યું નથી?41પણ તમારી અંદર જે છે તે માટે ગરીબો માટે ઉદાર બનો અને તમારા માટે બધું શુધ્ધ થઇ જશે.42“તમો ફરોશીઓને અફસોસ! કેમકે તમે ફુદીનાનો, સિતાબ, અને બગીચાની સઘળી વનસ્પતિનો દશાંશ આપો છો પરંતુ તમે ન્યાય અને ઈશ્વરના પ્રેમની અવગણના કરો છો. તમારે પહેલાને રદ કયાઁ વિના પાછળનું પાલન કરવું.43“તમો ફરોશીઓને અફસોસ! કારણ કે તમને સભાસ્થાનોમાં મુખ્ય આસનો અને બજારમાં માનપૂવઁક વંદન ગમે છે.44“તમને અફસોસ કારણ કે તમે નિશાન વગરની કબરો જેવા છો, જેના પર લોકો અજાણતા ચાલે છે.”45નિયમશાસ્ત્રના એક પંડિત તેમને જવાબ આપ્યો, “ઉપદેશક! જયારે તમે આ વાતો કહો છો ત્યારે તમે અમારું પણ અપમાન કરો છો.”46ઈસુએ જવાબ આપ્યો, “ઓ પંડિતો! તમને અફસોસ કારણ કે તમે લોકો પર તેવો બોજો લાવો છો કે તેઓ ભાગ્યે જ ઉઠાવી શકે અને તમે તેઓને મદદ કરવા માટે એક આંગળી પણ લગાડતા નથી.47“તમને અફસોસ! કારણ કે તમે તમારા પ્રબોધકો માટે કબરો બાંધો છો અને એ તમારાં પૂર્વજોએ હતાં કે જેમણે તેમને મારી નાંખ્યાં.48તેથી તમે સાક્ષી આપો છો કે તમારા પૂવઁજોએ જે કયુઁ છે; તેઓએ પ્રબોધકોને મારી નાંખ્યાં અને તમે તેમની કબરો બાંધો છો.49આ માટે જ ઈશ્વરે પોતાના જ્ઞાનમાં કહ્યું: ‘હું તમારી પાસે પ્રબોધકોને તથા પ્રેષિતોને મોકલી આપીશ, અને તમે તેઓમાંથી કેટલાકને મારી નાખશો અને કેટલાકને સતાવશો.’50તેથી જગતના આરંભથી અત્યાર સુધી જે પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું છે તેના માટે પેઢી જવાબદાર ગણાશે;51હાબેલના રકતથી માંડીને, ઝખાર્યાના રકત સુધી જે વેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો હતો. હા, હું તમને કહું છું આ બધા માટે આ પેઢી જવાબદાર ગણાશે.52“ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને અફસોસ! કારણ કે તમે જ્ઞાનની ચાવી તમે લઇ લીધી છે, તમે પોતે પ્રવેશ્યા નથી, અને જેઓ પ્રવેશ્તા હતા તેઓને અટકાવ્યા છે.”53જયારે ઈસુ બહાર ગયા, ત્યારે ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોઓ તેમનો સખત વિરોધ કયોઁ, અને પ્રશ્નો પૂછીને તેમને ઘેરી લીધા.54તેઓ એવું કંઈ બોલે તેમાં તેને પકડવાની રાહ જોઈ રહ્યા.Biblica, Inc.