યોહાન8
1પણ ઈસુ જૈતુન પર્વત પર ગયા.2વહેલી સવારે તે ફરીથી મંદિરનાં આંગણાંમાં દેખાયા, જયાં લોકોનું ટોળું તેમની આસપાસ ભેગું થઈ ગયું, અને તેમણે બેસીને તેમને શિક્ષણ આપ્યું.3નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવ્યા. તેઓએ તેને લોકો આગળ ઊભી રાખી.4અને ઈસુને કહ્યું, “ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે.5મોશેએ નિયમશાસ્ત્રમાં અમને આજ્ઞા આપી છે કે આવી સ્ત્રીને પથ્થરે મારવી; હવે તમે શું કહો છો?”6તેઓ તેમને સપડાવવા આ પ્રશ્નનો ઉપયોગ કરતા હતાં, જેથી તેમના પર આરોપ મૂકવાનું કારણ મળી આવે.
પણ ઈસુએ નીચા નમીને જમીન પર તેમની આંગળીથી લખવાં લાગ્યા.7તેઓએ તેમને પ્રશ્ન પૂછયા કયાઁ, તેમણે ઊભા થઈને તેમને કહ્યું, “સારું, જેણે કદી પાપ ન કર્યું હોય તે પ્રથમ તેના પર પથ્થર નાખે.”8ફરીથી નીચાં વળીને તેમણે જમીન પર લખ્યું.9એ સમયે જેઓએ એ સાંભળ્યું તેઓ એક પછી એક દૂર જવા લાગ્યા, મોટાથી લઈને, જયાં સુધી એકલા ઈસુ સિવાય તે સ્ત્રી સાથે કોઈ ઊભુ ન હતું.10ઈસુ ઊભા થયા અને તેને પૂછયું, “સ્ત્રી, તેઓ કયાં છે? શું તને કોઈએ દોષિત ઠરાવી?”11“તેણે કહ્યું!” કોઇએ નહિ, ગુરુજી,
ઈસુએ જાહેર કયુઁ, “હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા, હવે જા અને પાપનું જીવન છોડી દે.”
ઈસુએ જવાબ આપ્યો, “તમે મને અથવા મારા પિતાને ઓળખતાં નથી; જો તમે મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખી શક્યાં હોત.”20તેઓ મંદિરનાં આંગણાંમાં ઉપદેશ આપતાં હતા ત્યાં દાન નાખવામાં આવતું હતું જયાં આ વચનો કહ્યાં, પરંતુ કોઈએ તેમને પકડયો નહિ, કેમકે તેમનો સમય હજી આવ્યો ન હતો.
ઈસુએ જવાબ આપ્યો, “હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું.26મારે તમારાં વિશે કહેવાનું તથા ન્યાય ઠરાવવાનું ઘણું છે. પણ જેણે મને મોકલ્યો છે તે વિશ્વાસપાત્ર છે અને મેં તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે હું જગતને કહું છું.”27તે તેઓ સમજ્યાં નહિ કે તેઓ તેમના પિતા વિશે તેઓને કહી રહ્યા છે.28માટે ઈસુએ કહ્યું, “જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો, ત્યારે તમે જાણશો કે તે હું છું અને હું મારી મેળે કંઇ કરતો નથી, પણ પિતાએ જે શીખવ્યું તે જ હું બોલું છું.29જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, તેમણે મને એકલો મૂકયો નથી, કારણ કે તેમને જે ગમે છે તે હું નિત્ય કરું છું.”30પણ જેમ તે બોલતા, તેમ ઘણાંએ તેમના પર વિશ્વાસ કયોઁ.
ઈસુએ કહ્યું, “જો અબ્રાહમ તમારો પિતા હોત, તો તમે અબ્રાહમે જે કયુઁ તે તમે કરત.40પણ મને એટલે ઈશ્વર પાસેથી સાંભળેલ સત્ય તમને કહેનાર માણસને, જેમ તમે મને મારી નાંખવા ચાહો છો, તેમ અબ્રાહમે એવું કર્યું ન હતું.41તમે તમારા પિતાનાં કામ કરો છો.”
તેઓએ વિરોધ કયોઁ, “અમે વ્યભિચારથી થયેલા સંતાન નથી. અમારા એક માત્ર પિતા ઈશ્વર જ છે.”42ઈસુએ તેઓને કહ્યું, “જો ઈશ્વર તમારાં પિતા હોત તો, તમે મને પ્રેમ કરત, કારણ કે હું ઈશ્વર પાસેથી અહીંયા આવ્યો છું. હું મારી મેળે આવ્યો નથી; પણ ઈશ્વરે મને મોકલ્યો છે.43મારું બોલવું તમે કેમ સમજી શકતા નથી, કારણ કે હું જે કહું છું તે તમે સાંભળી શકતા નથી.44તમે તમારાં પિતા શેતાનનાં છો, અને તમે તમારા પિતાની ઇચ્છા પુરી કરવા ચાહો છો. આરંભથી જ તે મનુષ્યઘાતક હતો, સત્યને પકડી રાખતો નથી, કેમકે તેનામાં સત્ય નથી. જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાની જ ભાષા બોલે છે, કેમકે તે જુઠો અને જૂઠાનો પિતા છે.45કેમકે હું તમને સત્ય કહું છું, પણ તમે વિશ્વાસ કરતા નથી.46તમારાંમાંનો કોણ મારામાં પાપ સાબીત કરી શકે? જો હું સત્ય કહું છું તો તમે મારા પર કેમ વિશ્વાસ કરતા નથી?47જે ઈશ્વરનો છે, તે ઈશ્વર કહે છે તે સાંભળે છે, પણ તમે સાંભળતા નથી એનું કારણ એ છે કે તમે ઈશ્વરનાં નથી.”
પણ ઈસુએ નીચા નમીને જમીન પર તેમની આંગળીથી લખવાં લાગ્યા.7તેઓએ તેમને પ્રશ્ન પૂછયા કયાઁ, તેમણે ઊભા થઈને તેમને કહ્યું, “સારું, જેણે કદી પાપ ન કર્યું હોય તે પ્રથમ તેના પર પથ્થર નાખે.”8ફરીથી નીચાં વળીને તેમણે જમીન પર લખ્યું.9એ સમયે જેઓએ એ સાંભળ્યું તેઓ એક પછી એક દૂર જવા લાગ્યા, મોટાથી લઈને, જયાં સુધી એકલા ઈસુ સિવાય તે સ્ત્રી સાથે કોઈ ઊભુ ન હતું.10ઈસુ ઊભા થયા અને તેને પૂછયું, “સ્ત્રી, તેઓ કયાં છે? શું તને કોઈએ દોષિત ઠરાવી?”11“તેણે કહ્યું!” કોઇએ નહિ, ગુરુજી,
ઈસુએ જાહેર કયુઁ, “હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા, હવે જા અને પાપનું જીવન છોડી દે.”
ઈસુની સાક્ષી પર વિવાદ
12જયારે ઈસુએ લોકો સાથે ફરી વાત કરી, ત્યારે તેમણે કહ્યું, “હું જગતનું અજવાળું છું. જે કોઇ મારી પાછળ ચાલે છે, તે કદિ અંધકારમાં ચાલશે નહિ, પણ જીવનનું અજવાળું પામશે.”13ફરોશીઓએ તેમને પડકાર કયોઁ, “અહીં તમે તમારા પોતાની સાક્ષી તરીકે ઊભા છો, તમારી સાક્ષી યોગ્ય નથી.”14ઈસુએ તેઓને જવાબ આપ્યો, “જો હું મારા પોતાને વિશે સાક્ષી આપું, તોપણ મારી સાક્ષી યોગ્ય છે, કેમ હું ક્યાંંથી આવ્યો છું અને કયાં જાઉં છું તે હું જાણું છું; પણ તમે તે જાણતા નથી કે હું કયાંથી આવ્યો છું અને કયાં જાઉં છું.15તમે માણસોના ધોરણે ન્યાય કરો છો, હું કોઇનો ન્યાય કરતો નથી.16પણ જો હું ન્યાય કરું, તો મારા નિણઁયો સાચા છે, કેમકે હું એકલો નથી, હું પિતા સાથે ઉભો છું જેણે મને મોકલ્યો છે.17તમારા પોતાના નિયમશાસ્ત્ર લખેલું છે કે, બે સાક્ષીઓની જુબાનિ સાચી છે.18હું મારા પોતાના વિશે સાક્ષી આપું છું, મારી બીજી સાક્ષી મારા પિતા છે જેણે મને મોકલ્યો છે.”19ત્યારે તેઓએ તેમને પૂછયું, “કયાં છે તમારાં પિતા?”ઈસુએ જવાબ આપ્યો, “તમે મને અથવા મારા પિતાને ઓળખતાં નથી; જો તમે મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખી શક્યાં હોત.”20તેઓ મંદિરનાં આંગણાંમાં ઉપદેશ આપતાં હતા ત્યાં દાન નાખવામાં આવતું હતું જયાં આ વચનો કહ્યાં, પરંતુ કોઈએ તેમને પકડયો નહિ, કેમકે તેમનો સમય હજી આવ્યો ન હતો.
ઈસુ કોણ છે તે પર વિવાદ
21ફરીથી ઈસુએ તેઓને કહ્યું, “હું જાઉં છું. તમે મને શોધશો, અને તમે તમારાંં પાપમાં મરશો. હું જયાં જાઉં છું ત્યાં તમે આવી શકવાનાં નથી.”22તેથી યહૂદીઓએ પૂછયું, “શું તે પોતે પોતાને મારી નાંખશે? કેમકે તે કહે છે કે ‘હું જયાં જાઉં છું ત્યાં તમે આવી શકવાનાં નથી’?”23પણ તેમણે ચાલુ રાખ્યું, “તમે નીચેથી છો, હું ઉપરનો છું, તમે આ જગતના છો, હું આ જગતનો નથી.24તેથી જ મેં કહ્યું કે તમે તમારાંં પાપમાં મરશો; કેમકે હું તે છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો તો તમે ખરેખર તમારાં પાપમાં મરશો.”25તેઓએ પૂછયું, “તમે કોણ છો?”ઈસુએ જવાબ આપ્યો, “હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું.26મારે તમારાં વિશે કહેવાનું તથા ન્યાય ઠરાવવાનું ઘણું છે. પણ જેણે મને મોકલ્યો છે તે વિશ્વાસપાત્ર છે અને મેં તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે હું જગતને કહું છું.”27તે તેઓ સમજ્યાં નહિ કે તેઓ તેમના પિતા વિશે તેઓને કહી રહ્યા છે.28માટે ઈસુએ કહ્યું, “જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો, ત્યારે તમે જાણશો કે તે હું છું અને હું મારી મેળે કંઇ કરતો નથી, પણ પિતાએ જે શીખવ્યું તે જ હું બોલું છું.29જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, તેમણે મને એકલો મૂકયો નથી, કારણ કે તેમને જે ગમે છે તે હું નિત્ય કરું છું.”30પણ જેમ તે બોલતા, તેમ ઘણાંએ તેમના પર વિશ્વાસ કયોઁ.
કોના બાળકો ઇસુનો વિરોધ કરે છે તેની તકરાર
31જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કયો્ઁ હતો, તેમને ઈસુએ કહ્યું, “જો તમે મારા શિક્ષણમાં છો તો તમે મારા ખરાં શિષ્ય છો.32ત્યારે તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”33તેઓએ જવાબ આપ્યો, “અમે અબ્રાહમના વંશજ છીએ, અને અમે કદી કોઈનાં ગુલામ બન્યા નથી. તો તમે કેમ કહો છો કે તમને મુકત કરવામાં આવશે?”34ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું કે જે પાપ કરે છે તે પાપનો ગુલામ છે.35અને ગુલામને ઘરમાં કોઈ કાયમી જગ્યા હોતી નથી; પણ સદા પુત્રનું બધું છે.36તેથી જો પુત્ર તમને મુક્ત કરે તો તમે જરૂર મુક્ત થશો.37હા, હું જાણું છું કે તમે અબ્રાહમના વંશજ છો, છતાં તમે મને મારી નાંખવાની કોશિશ કરે છે, કેમકે તમે મારા વચનને સ્થાન આપતાં નથી.38મારા પિતાની હાજરીમાં મેં જે જોયું તે હું તમને કહું છું. પરંતુ તમે પણ તમારાં પિતા પાસેથી જે સાંભળ્યું તે કરો છો.”39તેઓએ જવાબ આપ્યો કે, “અમારો પિતા અબ્રાહમ છે.”ઈસુએ કહ્યું, “જો અબ્રાહમ તમારો પિતા હોત, તો તમે અબ્રાહમે જે કયુઁ તે તમે કરત.40પણ મને એટલે ઈશ્વર પાસેથી સાંભળેલ સત્ય તમને કહેનાર માણસને, જેમ તમે મને મારી નાંખવા ચાહો છો, તેમ અબ્રાહમે એવું કર્યું ન હતું.41તમે તમારા પિતાનાં કામ કરો છો.”
તેઓએ વિરોધ કયોઁ, “અમે વ્યભિચારથી થયેલા સંતાન નથી. અમારા એક માત્ર પિતા ઈશ્વર જ છે.”42ઈસુએ તેઓને કહ્યું, “જો ઈશ્વર તમારાં પિતા હોત તો, તમે મને પ્રેમ કરત, કારણ કે હું ઈશ્વર પાસેથી અહીંયા આવ્યો છું. હું મારી મેળે આવ્યો નથી; પણ ઈશ્વરે મને મોકલ્યો છે.43મારું બોલવું તમે કેમ સમજી શકતા નથી, કારણ કે હું જે કહું છું તે તમે સાંભળી શકતા નથી.44તમે તમારાં પિતા શેતાનનાં છો, અને તમે તમારા પિતાની ઇચ્છા પુરી કરવા ચાહો છો. આરંભથી જ તે મનુષ્યઘાતક હતો, સત્યને પકડી રાખતો નથી, કેમકે તેનામાં સત્ય નથી. જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાની જ ભાષા બોલે છે, કેમકે તે જુઠો અને જૂઠાનો પિતા છે.45કેમકે હું તમને સત્ય કહું છું, પણ તમે વિશ્વાસ કરતા નથી.46તમારાંમાંનો કોણ મારામાં પાપ સાબીત કરી શકે? જો હું સત્ય કહું છું તો તમે મારા પર કેમ વિશ્વાસ કરતા નથી?47જે ઈશ્વરનો છે, તે ઈશ્વર કહે છે તે સાંભળે છે, પણ તમે સાંભળતા નથી એનું કારણ એ છે કે તમે ઈશ્વરનાં નથી.”
ઈસુ પોતા વિશે દાવો કરે છે
48યહૂદીઓએ જવાબ આપ્યો, “તમે સમરૂની છો અને ભૂત વળગેલું છે એ અમારું કહેવું સાચું નથી?”49ઈસુએ કહ્યું, “મને અશુધ્ધ આત્મા વળગેલો નથી. પણ હું મારા પિતાને માન આપું છું, અને તમે મારું અપમાન કરો છો.50હું પોતાનો મહિમા શોધતો નથી; પણ એક છે કે જે શોધે અને તે ન્યાયી છે.51હું તમને સાચે જ કહું છું: જે કોઇ મારાંં વચન પાળે છે તે કદી મરશે નહિ.”52એ પર તેઓ આશ્વયઁ પામ્યા, “હવે અમે જાણીએ છીએ કે તમને અશુધ્ધ આત્મા વળગ્યો છે! અબ્રાહમ અને પ્રબોધકો મરણ પામ્યા, છતાં તમે કહો છો કે જે કોઇ તમારાં વચન પાળે છે તેઓ કદી મરણ જોશે નહિ!53શું તમે અમારા પિતા અબ્રાહમ કરતાં પણ મહાન છો? તે મરણ પામ્યો અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે. તો તમે કોણ છો તે વિશે તમે શું ધારો છો?”54ઈસુએ જવાબ આપ્યો, “જો હું પોતાને મહીમાવાન કરું, તો મારો મહિમા કંઇજ નથી. મારા પિતા, જેમને તમે તમારાં ઈશ્વર તરીકે ઓળખાવો છો, તેઓએ જ છે મહીમાવાન કરે છે.55જો કે તમે તેમને ઓળખતાં નથી, હું તેમને ઓળખું છું. જો હું કહું કે હું તેમને ઓળખતો નથી, તો હું તમારાં જેવો જ જૂઠો ઠરું, પરંતુ હું તેમને ઓળખું છું અને તેમનાં વચન પાળું છું.56તમારો પિતા અબ્રાહમ મારો દિવસ જોઈને હર્ષ પામ્યો. તે જોઇને ખુશ થયો.”57તેઓએ તેમને કહ્યું, “તમે હજી પચાસ વરસના થયાં નથી અને તમે અબ્રાહમને જોયા?”58ઈસુએ જવાબ આપ્યો, હું સાચે જ તમને કહું છું કે, “અબ્રાહમનો જન્મ થયો તે પહેલાંનો હું છું.”59ત્યારે તેઓએ તેમને મારવાં માટે પથ્થરા લીધા, પરંતુ ઈસુ સંતાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા.Biblica, Inc.