યોહાન6
ઈસુ પાંચ હજારને જમાડે છે
1થોડા સમય પછી, ઈસુ ગાલીલના સરોવરને પેલે પાર ગયા. (તે તિબેરિયસનું સરોવર છે.)2અને લોકોનું મોટું ટોળું તેમની પાછળ ગયું, કેમકે તેમણે માંદાઓને સાજા કરી જે ચમત્કાર કયાઁ હતા તે તેઓએ જોયા હતા.3પછી ઈસુ પહાડ પર જઈને તેમના શિષ્યો સાથે બેઠાં.4યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે હતું.5જયારે ઈસુએ નજર ઉચીં કરી તેમણે જોયું કે મોટો સમુદાય તેમની પાસે આવતો હતો, તેમણે ફિલિપને કહ્યું, “આ લોકોને ખાવા માટે રોટલી કયાંથી ખરીદીએ?”6તેમણે તેમની કસોટી કરવા એ પૂછયું, કેમકે પોતે શું કરવાનાં હતા, તે મનમાં જાણતાં હતા.7ફિલિપે તેમને જવાબ આપ્યો, “પુરતી રોટલી ખરીદવા માટે અડધા વર્ષથી વધુ કમાણી જેટલું લાગે, જેથી દરેકને થોડું થોડું મળે.”8બીજો તેમનો શિષ્ય સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા બોલી ઊઠયો,9“અહીં જવની પાંચ રોટલી અને બે નાની માછલી સાથે એક છોકરો છે, પરંતુ આટલા બધા લોકોની વચ્યે કેમ પહોંચે?”10ઈસુએ કહ્યું, “લોકોને નીચે બેસાડો.” તે જગ્યાએ ઘણું ઘાસ હતું, અને તેઓ બેસી ગયા (પુરુષો આશરે પાંચ હજાર હતા.)11ત્યારે ઈસુએ રોટલી લઈને આભાર માન્યો અને બેઠેલાઓને વહેંચી આપી. જેટલી જોઇતી હતી તેટલી વહેચી, માછલી સાથે પણ તેમણે એમ જ કયુઁ.12જયારે તેઓ ખાયને ઘરાયા, ત્યારે તેમણે તેમના શિષ્યોને કહ્યું, “વધેલાં ટુકડા એકઠા કરી લો, કંઇ નકામું ન જાય,13તેથી તેઓએ તે એકઠા કયાઁ.” અને તે જવની પાંચ રોટલીમાંના જે છાડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા, તેઓની બાર ટોપલી ભરીને ભેગી કરી,14પછી લોકોએ ઈસુએ કરેલાં ચમત્કાર જોઈને તેઓ કહેવા લાગ્યા, “ખરેખર, જે જગતમાં આવનાર પ્રબોધક તે આ જ છે.”15ઈસુએ જાણ્યું કે આ લોકો તેમને બળજબરીથી આવીને તેમને રાજા બનાવવાં માગે છે, ત્યારે ફરીથી પોતે પહાડ પર જતા રહ્યા.ઈસુ પાણી પર ચાલે છે
16સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સરોવર કાંઠે ગયા.17તેઓ હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે કપરનાહૂમ જવાને પેલે પાર ગયા. તે વખતે અંધારું હતું, અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા18ભારે પવન ફૂંકાતો હતો અને મોજાં ઊછળવા લાગ્યાં.19જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ-છ કિલોમીટર દૂર ગયા ત્યારે તેઓએ ઈસુને પાણી પર ચાલીને હોડી તરફ આવતાં જોયા. તેઓ બહુ ગભરાઈ ગયા.20પણ તેમણે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, એ તો હું છું.”21પછી તેઓ ઈસુને હોડીમાં લેવા માંગતા હતા, અને તેઓ જયાં જતા હતા તે કિનારે તરત હોડી આવી પહોંચી.22બીજે દિવસે સરોવરના કિનારે રોકાયેલા ટોળાને ખબર પડી કે ત્યાં એક હોડી હતી અને ઈસુ તેમના શિષ્યો સાથે તેમાં ચઢયા ન હતા પણ એકલા ગયા હતાં.23તે સ્થળે તિબેરિયસથી ઘણી હોડીઓ આવી જયાં પ્રભુએ આભાર માન્યા પછી લોકોએ રોટલી ખાધી હતી.24જયારે લોકોને ખબર પડી કે ઈસુ તેમજ તેમના શિષ્યો પણ ત્યાં નથી, ત્યારે ઈસુને શોધવાં તેઓ હોડીઓમાં બેસીને કપરનાહૂમ ગયા.ઈસુ જીવનની રોટલી
25જયારે તેઓ તેમને સરોવરને સામે કિનારે મળ્યા, તેઓએ તેમને પૂછયું, “ગુરુજી, તમે અહીં ક્યાંરે આવ્યા?”26ઈસુએ જવાબ આપ્યો, “સાચે જ હું તમને કહું છું, તમે મારા કરેલાં ચમત્કાર જોયા માટે તમે મને શોધતા નથી પણ તમે રોટલી ખાઇને ધરાયા માટે.27નાશવંત ખોરાક માટે કામ કરશો નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, કેમકે ઈશ્વર પિતાએ તેના પર મુદ્રા કરી છે.”28ત્યારે તેઓએ તેમને પૂછયું, “ઈશ્વરના કામ કરવા માટે અમારે શું કરવું જોઈએ?”29ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરનું કામ આ છે: તેમણે જેને મોકલ્યા છે તેમના પર વિશ્વાસ કરો.”30માટે તેઓએ તેમને પૂછયું, “તમે કયાં ચિન્હો આપશો કે અમે તે જોઇને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?31અમારા પિતૃઓને અરણ્યમાં માન્ના ખાધું; જેમ લખેલું છે: તેમણે તેમને સ્વર્ગમાંથી ખાવાને રોટલી આપી.”32ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, તે રોટલી મોશેએ આકાશમાંથી તમને ન હતી આપી: પણ મારા પિતા તમને સ્વર્ગમાંથી ખરી રોટલી આપે છે.33કેમકે સ્વર્ગમાંથી નીચે આવીને જગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.”34તેઓએ કહ્યું, “ગુરુજી, અમને હંમેશા એ જ રોટલી આપો.”35ત્યારે ઈસુએ જાહેર કર્યુ, “જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ.36પરંતુ મેં તમને કહ્યું તેમ, મને જોઈને હજુ સુધી તમે વિશ્વાસ કરતા નથી.37જેઓને મારા પિતાએ મને આપ્યા છે તેઓ મારી પાસે આવશે, અને જે કોઇ મારી પાસે આવશે તેઓને હું કદી કાઢી મૂકીશ નહિ.38કેમકે મારી ઇચ્છા નહિ પરંતુ મને મોકલનાર ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા, હું સ્વર્ગમાંથી નીચે આવ્યો છું.39અને જેણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે મને સોંપેલામાંથી એકેને હું ગુમાવું નહિ, પરંતુ છેલ્લે દિવસે હું તેમને પાછા ઉઠાડું.40જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ કરશે તેને અનંતજીવન મળશે, અને છેલ્લે દિવસે હું તેઓને સજીવન કરું એવી મારા પિતાની ઇચ્છા છે.”41તેમણે કહ્યું: “સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું,” તેથી યહૂદીઓએ ત્યાં તેમની વિરુધ્ધ કચકચ શરૂ કરવા લાગ્યા.42તેઓએ કહ્યું, “શું આ યોસેફનો દીકરો ઈસુ નથી, જેના માબાપને આપણે ઓળખીએ છીએ? તેઓ હમણાં એમ કેમ કહે છે કે, ‘હું સ્વર્ગમાથી ઊતયોઁ છું?’ ”43ઈસુએ જવાબ આપ્યો, “તમે અંદરોઅંદર કચકચ ના કરો,44જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વીના કોઈ મારી પાસે આવી શકે નહિ અને છેલ્લે દિવસે હું તેને સજીવન કરીશ.45પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલું છે તેમ: તેઓ બધાં ઈશ્વરથી શીખેલાં થશે. જે કોઇ પિતાને સાંભળીને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે.46કોઈએ પિતાને જોયા નથી, સિવાય કે જે ઈશ્વર તરફથી હોય; ફકત તેણે જ પિતાને જોયા છે.47હું સાચે જ તમને કહું છું જે કોઈ વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.48હું જીવનની રોટલી છું.49તમારાં પૂવઁજોએ અરણ્યમાં માન્ના ખાધું ને તેઓ મરણ પામ્યા.50પણ અહીં જે રોટલી છે તે આકાશમાંથી નીચે આવે છે. જે કોઇ તે ખાય અને નહી મરે.51હું જીવંત રોટલી છું કે જે આકાશમાંથી નીચે આવે છે. જે કોઈ આ રોટલી ખાય છે તે સદાકાળ જીવશે. આ રોટલી મારું માંસ છે, જે હું જગતના જીવનને માટે આપીશ.”52ત્યારે યહૂદીઓ અંદરોઅંદર સખત વિવાદ કરવા લાગ્યા, “આ માણસ કેવી રીતે પોતાનું માંસ આપણને ખાવા માટે આપી શકે?”53ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે: જયાં સુધી તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તેમને તેનામાં જીવન નથી.54જે કોઈ મારું માંસ ખાય છે, અને લોહી પીએ છે તેને અનંતજીવન છે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.55કેમકે મારું માંસ તે ખરેખરુ ખોરાક છે અને મારું લોહી તે ખરેખરુ પીવાનું છે.56જે કોઈ મારું માંસ ખાય છે અને લોહી પીએ છે, તે મારાંમાં રહે છે અને હું તેનામાં.57જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તે જ રીતે જે મને ખાય છે, તે મારે આશરે જીવશે.58આ રોટલી આકાશમાંથી નીચે આવી. તમારા પુવઁજો માન્ના ખાયને મરી ગયા, પણ જે કોઇ આ રોટલી ખવડાવશે તે સદાકાળ જીવશે.”59કપરનાહૂમના સભાસ્થાનમાં ઈસુએ ઉપદેશ આપતાં તેમણે આ કહ્યું.ઘણા શિષ્યો ઈસુને મુકીને જતા રહયાં
60તેમના શિષ્યોમાંના ઘણાંએ એ સાંભળીને કહ્યું, “આ કઠણ ઉપદેશ છે તે કોણ સ્વીકારશે?”61તેમણે જાણી લીધું કે તેમના શિષ્યોએ વિશે કચકચ કરતાં હતાં, ઈસુએ તેઓને કહ્યું, “શું એ તમને ઠોકર ખવડાવે છે?62માણસનો દીકરો જયાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢી જતાં જોશો તો પછી શું?63આત્મા જીવન આપે છે. માંસથી કંઇ લાભ થતો નથી. જે વચનો મેં તમને કહ્યાં, તે આત્માથી ભરપૂર અને જીવન છે.64પરંતુ તમારાંમાંના કેટલાક મારા પર વિશ્વાસ કરતા નથી.” કેમકે કોણ વિશ્વાસ કરનાર નથી અને કોણ તેમને પરસ્વાઘીન કરનાર છે, એ ઈસુ પ્રથમથી જ જાણતા હતા.65ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “મેં એ જ કારણથી તમને કહ્યું કે જયાં સુધી પિતા તેમને સક્ષમ ન કરે ત્યાં સુધી કોઇ મારી પાસે આવી શક્તું નથી.”66આ સમયથી તેમના ઘણાં શિષ્યો પાછા ગયા, અને ફરી તેમની પાછળ ગયા નહિ.67ઈસુએ બારને પૂછયું, “શું તમે પણ છોડી ને જવા માગો છો?”68સિમોન પિતરે તેમને જવાબ આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનનાં વચનો તમારી પાસે છે.69અમે તમારાંં પર વિશ્વાસ કયોઁ છે અને જાણીએ છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર છો.”70ત્યારે ઈસુએ જવાબ આપ્યો, “શું મેં તમને બારને પસંદ નથી કર્યા? પણ તમારાંમાંનો એક શેતાન છે.”71(સિમોન ઇશ્કરિયોતના દીકરા યહૂદા, તે બારમાંનો એક છતાં તેમને પરસ્વાઘીન કરનાર હતો.)Biblica, Inc.